ગુજરાતમાં વાતાવરણ પલટાશે, વાદળ છાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદની આગાહી

|

Nov 27, 2021 | 9:58 AM

ગુજરાતમાં આગામી ત્રણ દિવસ બાદ અનેક વિસ્તારમાં માવઠું પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

ગુજરાતમાં ફરી કમોસસી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં આગામી ત્રણ દિવસ બાદ કમોસમી વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે . જેમાં રાજ્યના અનેક વિસ્તારમાં માવઠું પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

 

ઉલ્લેખનીય છે કે, આ ઉપરાંત હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે.હાલ ઠંડીનું પ્રમાણ વધ્યું છે. તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અમદાવાદની વાત કરીએ તો અહીં 23 ડીગ્રી સેલ્સીયસથી તાપમાન ઘટીને 16 ડીગ્રીએ પહોંચ્યું છે. સાથે જ નલીયામાં 11 ડિગ્રીએ પારો ગબડ્યો છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે, ત્રણ દિવસ બાદ ઠંડીમાં રાહત મળશે.ત્રણ દિવસ બાદ તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થઈ શકે છે. આવનારા બે દિવસ સુધી બેવડી ઋતુનો અનુભવ થશે અને 5 દિવસ બાદ તાપમાનમાં ફેરફાર થશે.

આ પણ વાંચો : સુરેન્દ્રનગરના થાન રેલ્વે સ્ટેશન પરથી 55 લાખના મુદ્દામાલ સાથે પોલીસે મહિલાની ધરપકડ કરી

આ પણ વાંચો : Surat : કોરોના પછી સુરત કાપડ માર્કેટમાં છેતરપિંડીના કેસ થયા બમણા, SIT બનાવવા વેપારીઓની માંગ

Published On - 9:51 am, Sat, 27 November 21

Next Video