કેન્દ્રીય ગૃહપ્રધાન Amit Shah આજથી ગુજરાત પ્રવાસે, અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે, અમદાવાદમાં નો ફલાય ઝોન જાહેર

21મે એ અમિત શાહના પ્રવાસના બીજા દિવસે અમદાવાદના ચાંદખેડામાં લોકાર્પણ કાર્યક્રમ યોજાશે. 12:45 વાગે તેઓ ચાંદખેડામાં GSRTCની નવી 320 બસોનું લોકાર્પણ કરશે. બપોરે 1:15 વાગ્યે તેઓ ભાટ ખાતે અમુલફેડ ડેરીના કાર્યક્રમમાં હાજરી આપશે. અમિત શાહના હસ્તે ડેરીની અત્યાધુનિક ઓર્ગેનિક ટેસ્ટિંગ લેબોરેટરીનું લોકાર્પણ થશે.

કેન્દ્રીય ગૃહપ્રધાન Amit Shah આજથી ગુજરાત પ્રવાસે, અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે, અમદાવાદમાં નો ફલાય ઝોન જાહેર
Amit Shah Gujarat Visit
| Edited By: | Updated on: May 20, 2023 | 11:01 AM

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah) આજથી બે દિવસના  ગુજરાત પ્રવાસે આવશે. આ દરમિયાન તેઓ અનેક વિકાસ કાર્યના લોકાર્પણ, ખાતમુહૂર્ત ઉપરાંત અનેક કાર્યક્રમમાં હાજરી આપશે. અમિત શાહના પ્રવાસ દરમિયાન અંદાજીત 500 કરોડના વિકાસકાર્યોની ભેટ મળશે. અમિત શાહના ગુજરાત પ્રવાસની (Amit Shah Gujarat visit) શરૂઆત સવારે 11:30 વાગે દ્વારકાથી એટલે કે ભગવાન દ્વારકાધીશના દર્શનથી થશે. દ્વારકામાં તેઓ નેશનલ એકેડમી ફોર કોસ્ટલ પોલીસિંગ કચેરીનું ખાતમુહૂર્ત કરશે. જો કે અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અનેક કાર્યક્રમોમાં હાજરી આપવાના છે તેમજ અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ પણ કરવાના છે. જેના પગલે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરે બે દિવસ માટે શહેરમાં નો- ફલાય ઝોન જાહેર કર્યો છે.

સંસદીય મત વિસ્તારમાં એક નવી પહેલ શરૂ કરશે.

બાદમાં તેઓ ગાંધીનગરમાં પોતાના સંસદીય મત વિસ્તારમાં એક નવી પહેલ શરૂ કરશે. આ પહેલમાં તેઓ બોરીજ ખાતે પ્રાથમિક શાળામાં જરૂરિયાતમંદ બાળકોને રમકડાનું વિતરણ કરશે. 20 મેના રોજ અમિત શાહના હસ્તે સાંજે 6 વાગે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે. રાત્રે 8 વાગે તેઓ ગાંધીનગરમાં આયોજિત પ્રીમિયર લીગમાં ઉપસ્થિત રહેશે.

આ પણ  વાંચો : Ahmedabad: તામ્બરમ- જોધપુર વચ્ચે સાપ્તાહિક સમર સ્પેશ્યિલ ટ્રેન ચલાવવામાં આવશે, ધસારાને દૂર કરવા રેલવે દ્વારા વિશેષ ટ્રેન દોડાવાશે

અમુલફેડ ડેરીના કાર્યક્રમમાં હાજરી આપશે

21મે એ અમિત શાહના પ્રવાસના બીજા દિવસે અમદાવાદના ચાંદખેડામાં લોકાર્પણ કાર્યક્રમ યોજાશે. 12:45 વાગે તેઓ ચાંદખેડામાં GSRTCની નવી 320 બસોનું લોકાર્પણ કરશે. બપોરે 1:15 વાગ્યે તેઓ ભાટ ખાતે અમુલફેડ ડેરીના કાર્યક્રમમાં હાજરી આપશે. અમિત શાહના હસ્તે ડેરીની અત્યાધુનિક ઓર્ગેનિક ટેસ્ટિંગ લેબોરેટરીનું લોકાર્પણ થશે.

બપોરે 2:30 વાગ્યે તેઓ શાહીબાગ ખાતે મોદી સમાજના રાષ્ટ્રીય મહાસંમેલનમાં હાજરી આપશે. અમિત શાહ સાંજે 5:15 વાગ્યે નારણપુરામાં AMC દ્વારા નિર્મિત જિમ્નેશિયમ અને લાઈબ્રેરીનું લોકાર્પણ કરશે. સાંજે 5:40 વાગે છારોડી ખાતે નિર્માણ પામેલા તળાવનું લોકાર્પણ અને 6 વાગે AMC ના અન્ય પ્રોજેક્ટ્સનું પણ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. અમિત શાહની હાજરીમાં જ અમદાવાદના 2500 જેટલા આવાસ માટે ડ્રો યોજાશે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:32 am, Sat, 20 May 23