Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાના 65 નવા કેસ, આજે એક પણ દર્દીનું મૃત્યુ નહીં, એક્ટીવ કેસ 2 હજારની અંદર

|

Jul 07, 2021 | 9:44 PM

Corona Virus: રાજ્યમાં આજે 7 જુલાઈના રોજ કોરોનાના નવા 65 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે એક પણ દર્દીનુ મૃત્યુ થયું નથી.

Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાના 65 નવા કેસ, આજે એક પણ દર્દીનું મૃત્યુ નહીં, એક્ટીવ કેસ 2 હજારની અંદર
રચાનાત્મક તસ્વીર

Follow us on

Gujarat corona Update: રાજ્યમાં કોરોના સામે રસીકરણ અભિયાન પણ પુરજોશમાં શરૂ છે તો બીજી બાજુ કોરોનાના નવા કેસ, મૃત્યુ અને એક્ટીવ કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં આજે 7 જુલાઈના રોજ સતત 10માં દિવસે 100થી ઓછા કોરોનાના નવા કેસો નોંધાયા છે તો સાથે એક્ટીવ કેસ પણ ઘટીને 1,969 થયા છે.

 

કોરોના નવા 65 કેસ, એક પણ દર્દીનું મૃત્યુ નહીં

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

રાજ્યમાં આજે 7 જુલાઈના રોજ કોરોનાના નવા 65 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે એક પણ દર્દીનુ મૃત્યુ થયું નથી. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,11,764 થઈ છે અને મૃત્યુઆંક 10,072 થયો છે. સમગ્ર રાજ્યમાં આજે કોરોનાને કારણે એક પણ દર્દીનું મૃત્યુ નથી નીપજ્યું.

 

અમદાવાદમાં 13, સુરતમાં 10 નવા કેસ

રાજ્યમાં આજે 7 જુલાઈના રોજ અમદાવાદ શહેરમાં સૌથી વધુ નવા કેસ નોંધાયા છે. રાજ્યના મહાનગરો પ્રમાણે કોરોનાના નવા કેસો જોઈએ તો અમદાવાદમાં 13, સુરતમાં 10, રાજકોટમાં 7, વડોદરામાં 3, જામનગરમાં 1 અને જુનાગઢમાં 1 તથા ભાવનગર અને ગાંધીનગર શહેરમાં કોરોના વાયરસનો એક પણ નવો કેસ નોંધાયો નથી, અન્ય કેસ રાજ્યના વિવિધ શહેર-જિલ્લાઓમાંથી છે.

 

289 દર્દીઓ સાજા થયા, એક્ટીવ કેસ 1,969 થયા

રાજ્યમાં આજે 7 જુલાઈના રોજ કોરોનાથી સાજા થયેલા કુલ 289 દર્દીને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,11,988 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 98.54 ટકા થયો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ઘટીને 1,969 થયા છે, જેમાં 10 દર્દીઓ વેન્ટીલેટર પર છે, જ્યારે 1,959 દર્દીઓની સ્થિતિ સ્થિર છે. આજે જો રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં દર બુધવારે મમતા દિવસ અને અન્ય રસીકરણ (vaccination) કાર્યક્રમોને કારણે રસીકરણ કાર્યક્રમ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

 

આ પણ વાંચો: Modi Cabinet Expansion : સારું કામ કરનારા આ સાત મંત્રીઓને કરાયા પ્રમોટ, કેબિનેટ પ્રધાનનો દરજ્જો અપાયો

 

આ પણ વાંચો: Ahmedabad : કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ 10 જુલાઈના રોજ અમદાવાદ આવશે, 12 તારીખે જગન્નાથજીની મંગળા આરતીમાં લેશે ભાગ 

Published On - 9:02 pm, Wed, 7 July 21

Next Article