Udaipur Murder: ATS દ્વારા વોટ્સએપ ગ્રુપની તપાસ, ATS એ શું કહ્યું ગુજરાત-અમદાવાદ કનેક્શન વિશે?

|

Jul 06, 2022 | 1:54 PM

NIAએ હત્યાના કાવતરામાં સામેલ હોવાના આરોપમાં આ કેસમાં વધુ બે ઈરોપી મોહમ્મદ મોહસીન અને આસિફની ધરપકડ કરી છે.

Udaipur Murder: ATS દ્વારા વોટ્સએપ ગ્રુપની તપાસ, ATS એ શું કહ્યું ગુજરાત-અમદાવાદ કનેક્શન વિશે?
ATS investigates Udaipur murder case
Image Credit source: TV9

Follow us on

ઉદયપુરમાં કનૈયાલાલની હત્યા કેસમાં (Kanaiyalal Murder Case) ગુજરાત (Gujarat) અને ખાસ કરીને અમદાવાદ (Ahmedabad) નું કોઈ કનેક્શન છે કે નહીં તેની તપાસ ગુજરાત ATS દ્વારા કરાઈ રહી છે. આ બાબતે ગુજરાત એટીએસના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્રોફેટ પર ટિપ્પણી શેર કરવાને લઈને ઉદયપુરમાં દરજીની હત્યામાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) દ્વારા ચાલી રહેલી તપાસમાં એક વોટ્સએપ ગ્રુપની હાજરી બહાર આવી છે જેમાં આરોપી અને હત્યારાઓ સહિત ઘણા લોકો સામેલ હતાં. આ વોટ્સઓપ ગ્રુપમાં અમદાવાદના કેટલાક વ્યક્તિઓ હોવાની શંકાને આધારે ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અમદાવાદના કેટલાક વ્યક્તિઓની તપાસ કરી રહી છે.

જોકે, ગુજરાત એટીએસના અધિકારીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને પુષ્ટિ આપી હતી કે ષડયંત્રમાં અમદાવાદ અથવા ગુજરાતના કોઈપણ વ્યક્તિનું કનેક્શન બહાર આવ્યું નથી. અધિકારીઓનું કહેવું છે કે અમને હત્યા કે કાવતરાના સંબંધમાં અમદાવાદ કે ગુજરાતમાંથી કોઈનું કનેક્શન મળ્યું નથી. જો કે, અમે અમુક વ્યક્તિઓની તપાસ કરી રહ્યા છીએ જેઓ વોટ્સએપ જૂથનો ભાગ હતા. તેઓ કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિમાં સામેલ હતા કે કેમ તે પણ તપાસ કરઈ રહી છે. એટીએસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, તપાસ હજુ પ્રાથમિક તબક્કામાં છે.

28 જૂનના રોજ રિયાઝ અત્તારી અને ગૌસ મોહમ્મદ કન્હૈયા લાલ તેલી નામના દરજીને ઉદયપુરમાં તેની દુકાન પર કથિત રૂપે એક ટેલિવિઝન ચર્ચા દરમિયાન ભાજપના સસ્પેન્ડેડ પ્રવક્તા નુપુર શર્માની પ્રોફેટ વિશેની ટિપ્પણીના સમર્થનમાં સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટને કારણે હત્યા કરી હતી.

આ પણ વાંચો

રાજસ્થાન પોલીસે હત્યાના થોડા સમય બાદ અત્તારી અને મોહમ્મદની ધરપકડ કરી હતી, તેમ છતાં તેમના દ્વારા બનાવેલા ભયાનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. NIAએ હત્યાના કાવતરામાં સામેલ હોવાના આરોપમાં આ કેસમાં વધુ બે ઈરોપી મોહમ્મદ મોહસીન અને આસિફની ધરપકડ કરી છે.

હત્યારાઓ મોતના ડરથી ફફડે છે, NIAને પુછે છે ‘અમને ફાંસી તો નહીં થાય ને…’

ઉદયપુર મર્ડર કેસમાં દોષિત રિયાઝ અત્તારી અને ગૌસ મોહમ્મદની હાલમાં NIA અધિકારીઓ પૂછપરછ કરી રહ્યા છે અને તેમની પાસેથી આ કેસ સાથે જોડાયેલી તમામ માહિતી મેળવી રહ્યા છે, પરંતુ બીજી તરફ બંનેને તેમના મોતનો ડર સતાવી રહ્યો છે. NIAના બંને અધિકારીઓ માત્ર એક જ પ્રશ્ન પૂછે છે કે શું અમને કોર્ટ દ્વારા ફાંસી આપવામાં આવશે કે અમારા ગુના બદલ આજીવન કેદની સજા થશે. આંતરિક સુરક્ષા એજન્સીઓ હત્યારાઓ અને તેમના સાથીઓના કટ્ટરપંથી સ્તર વિશે ચિંતિત છે કારણ કે તેઓ ઘાતકી ગુનો કર્યા પછી પસ્તાવો નથી કરી રહ્યા. તેઓ માત્ર હત્યા માટે જે સજા ભોગવશે તેની ચિંતા કરે છે.

Published On - 1:24 pm, Wed, 6 July 22

Next Article