આઝાદી કા અમૃત મહોત્સવ અને સોસાયટી ફોર પ્રમોશન ઓફ ઈન્ડીયન કલાસીકલ મ્યુઝીક એન્ડકલ્ચર એમોન્ગસ્ટ યુથ ( સ્પીકમેકે) દ્વારા આયોજિત કાર્યક્રમમાં દેશના શાસ્ત્રીયસંગીતના નામંકીત ઊભરતા સિતારાઓએ તા 5-6 શનિ અને રવિવારે એમ બે દિવસ ગુજરાત યુનિવર્સીટીના સેનેટ હોલ માં યોજાયો હતો.
આ બે દિવસના કાર્યક્રમમાં સંતુર ,વોકલ અને સિતારનો સંમન્વય હતો. સમગ્ર કાર્યક્રમ ને બહોળી સંખ્યામાં શ્રોતાજનોએ હાજરી આપી કલાકારોને તાળીઓ થી વધાવ્યા હતા.
પદમશ્રી માલીની અવસ્થીએ ઠુમરી, કજરીઅને દાદરાની રજુઆત દેશ, પીલુ, મીયા મલ્હાર વગેરે રાગમાં કરીહતી. આ કાર્યક્રમ તબલાવાદનપં. રામકુમાર મિશ્રાજી, પ. વીનયકુમાર મીશ્રાહારમોનીયમ અને ઉસ્તાદ મુરાદઅલી સાહેબના સારંગીવાદન થી વધુ રોચક બન્યો.
વિખ્યાતશાસ્ત્રીય કંઠય સંગીતકાર મંજુશા પાટીલજીએ સંત તુકારામ, સંત જ્ઞાનેશ્વર, મીરાબાઈ વગેરે સંતના ભજનો ગાઈ વાતાવરણ ભકિતમય બનાવી લીધુ હતુ. તેમણે યમન, સોહની અને ભૈરવી રાગ સહિતરાદમાં રચના ગાઈ હતી. આ દરમ્યાન સંગત તબલામાં પ્રશાંત પંડીત, હારમોનીમ પર ચૈતન્ય કુંતેજીઅને મંજીરા શિરીષજીએ વગાડયા હતા. બીજા દિવસે રવિવારે પંડીત સતીશજીએ સંતુર પર રાગ મેઘ વગાડયો હતો.
તેમની સાથે તબલામાં સંગત આદિત્ય કલ્યાણપુરીજીએ કરી વરસાદી વાતાવરણને વધુ આલ્હાદક બનાયુ હતુ. રીતેશજી અને રજનીશજીએ રાગ મલ્હાર ગાયો હતો. જેમાં તબલાપર સંગત શૈલેન્દ્ર મિશ્રા અને હારમોનીયમ પર સુમીત મિશ્રાએ કરી હતી.
આ પણ વાંચો : Ahmedabad : આ પરિવાર 73 વર્ષ જૂની ‘લાલપરી’ માં જશે ભારતથી લંડન, 16 દેશોમાંથી 12 હજાર કિમીનો કરશે પ્રવાસ, જુઓ Video
આ દરમ્યાન ઉસ્તાદ શાહીદ પરવેઝે સિતાર પર રાગ ઝંઝોટી અને કાફી રાગ વગાડતા શ્રોતા દંગ થઈ ગયા હતા. તેમને તબલા પરઆદીત્ય કલ્યાણપુરી અને હારમોનીયમ પર જીગર મીસ્ત્રીએ સંગત આપી હતી. સમગ્ર કાર્યક્રમ શ્રોતાઓના અદમ્ય ઉત્સાહ અને આવકાર સાથે સંપુર્ણ થયો.