AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગંદકીથી ખદબદી રહ્યો છે અમદાવાદનો હાટકેશ્વર વિસ્તાર, સ્થાનિકો પૂછી રહ્યા છે ક્યારે મળશે ગંદકીથી મુક્તિ ?

ગંદકીથી ખદબદી રહ્યો છે અમદાવાદનો હાટકેશ્વર વિસ્તાર, સ્થાનિકો પૂછી રહ્યા છે ક્યારે મળશે ગંદકીથી મુક્તિ ?

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2021 | 11:34 PM
Share

એક સ્થાનિકે કહ્યું કે જ્યારથી વરસાદની સીઝનની શરૂઆત થઇ ત્યારથી આ વિસ્તારમાં ગંદકી થઇ રહી છે. અમે મહાનગરપાલિકાના સત્તાધીશોને વારંવાર રજૂઆત કરી, પણ તે લોકો આવે છે અને જોઇને જતા રહે છે.

AHMEDABAD : મહાત્મા ગાંધીના સ્વચ્છતાના સંદેશ અને પીએમ મોદીના સ્વચ્છતા મિશનને અમદાવાદ કોર્પોરેશનના સત્તાધીશો ઘોળીને પી ગયા છે..કહેવાતા સ્માર્ટસિટી અમદાવાદમાં રોગચાળો વકરવાનું મુખ્ય કારણ ગંદકી છે.. શહેરના પૂર્વ વિસ્તારમાં મોટાભાગના સ્થળો ગંદકીથી ખદબદે છે..ગંદકીથી તરબતર આવો જ એક વિસ્તાર એટલે હાટકેશ્વર… જ્યાં સ્મશાન ગૃહ પાસે લોકો રસ્તા પર ગંદકી જ ગંદકી જોવા મળે છે..ગટરો ઉભરાય છે.. આ વિસ્તારમાં પગ મૂકો તો એમ જ થાય કે આવી ગંદકીમાં કેવી રીતે રહેવાય? પણ અહીંના રહીશો રોગચાળાનો ભોગ બનીને પણ જીવન ગુજારવા મજબૂર છે.. સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેકવાર રજૂઆતો કરી હોવા છતા ગંદકીના પ્રશ્નનો કોઈ ઉકેલ નથી આવતો.. જેને પગલે સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપ્યો છે.

એક સ્થાનિકે કહ્યું કે જ્યારથી વરસાદની સીઝનની શરૂઆત થઇ ત્યારથી આ વિસ્તારમાં ગંદકી થઇ રહી છે. અમે મહાનગરપાલિકાના સત્તાધીશોને વારંવાર રજૂઆત કરી, પણ તે લોકો આવે છે અને જોઇને જતા રહે છે.

બીજા એક સ્થાનિકે કહ્યું કે તંત્ર અને અધિકારીઓને વારંવાર રજૂઆત કરવામાં આવી છે. પણ પૂર્વ વિસ્તારમાં ખોખરા, હરીપુરા અને હાટકેશ્વર વિસ્તાર ગંદકીથી ભરેલો છે અને સામાન્ય માણસ આનો ભોગ બની રહ્યો છે. મહેશ્વરી સોસાયટી, આરતીનગર તેમજ સ્મશાનની બહારનો મુખ્ય રસ્તો ગંદકીથી ભરેલા છે, જેને કારણે રોગચાળો ફેલાવાની પૂરી શકયતા છે.

આ પણ વાંચો : GANDHINAGAR મહાનગરપાલિકાની ચૂંટણીમાં 34 સંવેદનશીલ બુથ પર સતત વીડિયોગ્રાફી કરવામાં આવશે

આ પણ વાંચો : BHANVAD નગરપાલિકાની ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ, 26 મતદાન મથકો પર મતદાનની પ્રક્રિયા યોજાશે

g clip-path="url(#clip0_868_265)">