Ahmedabad : ઠગાઇનો નવો કિમીયો, નવા સિમકાર્ડમાં જુના ગ્રાહકના બેંક અકાઉન્ટની ડિટેઇલ મેળવી 80 લાખ પડાવ્યા, જૂઓ Video

|

Jun 07, 2023 | 3:36 PM

ફરિયાદી કલ્પેશ શાહે બેન્કિંગ ડિટેલ્સ, OTP કે અન્ય કોઇ લિંક પર ક્લિક નહોતું કર્યું છતાંય તેમની સાથે રૂપિયા 80 લાખની ઠગાઇને અંજામ મળ્યો. કલ્પેશ શાહનો સીધો આરોપ મોબાઇલ નેટવર્ક કંપની પર છે.

Ahmedabad : ઠગાઇનો નવો કિમીયો, નવા સિમકાર્ડમાં જુના ગ્રાહકના બેંક અકાઉન્ટની ડિટેઇલ મેળવી 80 લાખ પડાવ્યા, જૂઓ Video

Follow us on

Ahmedabad : અમદાવાદમાં ઠગાઇનો (cheating )  એક નવો કિમીયો સામે આવ્યો છે. જેમાં ગ્રાહકે ન OTP આપ્યો, ન કોઈ લિંક પર ક્લિક કર્યું, છતાંય 24 કલાક મોબાઈલનું નેટવર્ક બંધ રહ્યું અને ખાતામાંથી રૂપિયા 80 લાખ ઉપડી ગયા. સાયબર ક્રાઇમમાં આ નવા જ કિમીયાની ઠગાઇની ફરિયાદ નોંધાઇ છે. ઠગબાજોએ અમદાવાદની ખાનગી કંપનીના સંચાલકને રૂપિયા 80 લાખનો ચુનો ચોપડ્યો છે.

આ પણ વાંચો- Ahmedabad : મ્યુનિસિપલ શાળા ખુલતા જ વિદ્યાર્થીઓ પાસે કરાવાઇ સાફ સફાઇ, મુખ્ય શિક્ષકને ફટકારાઇ કારણદર્શક નોટિસ

ફરિયાદી કલ્પેશ શાહે મોબાઇલ નેટવર્ક બંધ થતાં વોડાફોન કંપનીને ફરિયાદ કરી છે. તપાસ કરતા માલુમ પડ્યું કે કલ્પેશ શાહનું સિમકાર્ડ ડિએક્ટિવેટ કરવાની રિક્વેસ્ટ આવી હતી. જેથી સીમ કાર્ડ બંધ કરી દેવાયું હતું. કલ્પેશ શાહને કંઇક રંધાયાની ગંધ આવતા, તેમણે પોતાનું બેંક એકાઉન્ટ તપાસ્યું અને થયો રૂપિયા 80 લાખની ઠગાઇનો પર્દાફાશ.

World Diabetes Day : કેવી રીતે ખબર પડે કે ડાયાબિટીસ થઈ ગઈ છે? જાણો એક્સપર્ટ પાસેથી
સાનિયા મિર્ઝા અને હરભજન સિંહને આ દેશમાં મળ્યું ખાસ સન્માન
મ્યુચ્યુઅલ ફંડમાં રેકોર્ડ રોકાણ, જાણો આઉટફ્લો અને ઇનફ્લો વિશે
કબૂતરની ચરક શરીરની આ મોટી બીમારી કરે છે દૂર, જાણો આ આયુર્વેદિક ઉપચાર વિશે
Kanguva : અભિનેત્રીએ એક ગીત માટે 21 વખત કપડા બદલ્યા
Tulsi Leaves Benefits : તુલસીના છે અઢળક ઔષધીય ગુણો, આ રીતે કરો પાનનું સેવન

ફરિયાદીએ મોબાઇલ નેટવર્ક કંપની પર લગાવ્યો આરોપ

મહત્વપૂર્ણ છે કે ફરિયાદી કલ્પેશ શાહે બેન્કિંગ ડિટેલ્સ, OTP કે અન્ય કોઇ લિંક પર ક્લિક નહોતું કર્યું છતાંય તેમની સાથે રૂપિયા 80 લાખની ઠગાઇને અંજામ મળ્યો. કલ્પેશ શાહનો સીધો આરોપ જાણીતી મોબાઇલ નેટવર્ક કંપની પર છે. ઠગાઇનો શિકાર બનનાર કલ્પેશ શાહે સવાલ ઉઠાવ્યો છે કે મોબાઇલ નેટવર્ક કંપનીએ કોના કહેવાથી તેમની સેવાઓ બંધ કરી. કલ્પેશ શાહનો આરોપ છે કે તેમની સાથે થયેલી ઠગાઇ માટે મોબાઇલ નેટવર્ક કંપની જવાબદાર છે અને તેઓ 80 લાખ રૂપિયાની ઠગાઇ મુદ્દે કંપની સામે દાવો માંડશે.

જાણો શું છે આ નવી મોડસ ઓપરેન્ડી

ઠગબાજોના પહેલા નિશાને વ્યક્તિનું સીમ કાર્ડ હોય છે. તે વ્યક્તિનું ડિવાઈસ હેક કરે છે. પછી તેમાંથી આઈડેન્ટિટી ડૉક્યુમેન્ટ્સ મેળવે છે. આ વિગતોનો ઉપયોગ કરીને સિમકાર્ડ ડિએક્ટિવેટ કરાવે છે. પછી ફરીથી સિમકાર્ડ ઈશ્યૂ કરાવીને પોતે ઉપયોગ કરે છે. નવા સિમકાર્ડની મદદથી OTP તેમના ડિવાઈસમાં આવે છે. જેના આધારે ઠગબાજો સરળતાથી રૂપિયા ઉપાડી લે છે. હાલ કલ્પેશ શાહની ફરિયાદના આધારે સાયબર ક્રાઈમે વિશ્વાસઘાત, છેતરપિંડી, ગુનાહિત ષડયંત્રની ફરિયાદ દાખલ કરી છે. સાથે જ ઈન્ફર્મેશન ટેક્નોલોજી એક્ટ અંતર્ગત પણ ગુનો નોંધ્યો છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 3:33 pm, Wed, 7 June 23

Next Article