ગુજરાતમાં ત્રીજી લહેરનો ભય, સાત દિવસમાં કોરોનાના કેસ 432 ટકા વધ્યા,13 લોકોના મોત

|

Dec 29, 2021 | 4:45 PM

ગુજરાતમાં કોરોના ત્રીજી લહેરની દસ્તક આપતી હોય તેમ સાત દિવસમાં કોરોનાને દૈનિક કેસ 91 થી વધીને 394 સુધી પહોંચ્યા છે.

ગુજરાતમાં ત્રીજી લહેરનો ભય, સાત દિવસમાં કોરોનાના કેસ 432 ટકા વધ્યા,13 લોકોના મોત
Corona cases Increase 432 Percent in seven days in Gujarat (File Image)

Follow us on

ગુજરાતમાં(Gujarat)  કોરોના (Corona) સંક્રમણની ગતિ તેજ બની છે. જેમાં રાજયના મંગળવારે નોંધાયેલા કોરોનાના 384 કેસોએ રાજયના આરોગ્ય વિભાગને દોડતું કરી દીધું છે. તેમજ ગુજરાતમાં જોવા જઇએ છેલ્લા સાત દિવસમાં કોરોનાના કેસોના પણ ઉછાળો જોવા મળ્યો છે. તેમજ રાજયમાં કોરોના ત્રીજી લહેરની(Third Wave) દસ્તક આપતી હોય તેમ સાત દિવસમાં કોરોનાના દૈનિક કેસ 91  થી વધીને 394  સુધી પહોંચ્યા છે.

રાજયમાં આ દિવસોમાં કોરોનાના કેસોમાં ટકાવારી રીતે જોવા જઇએ તો 432 ટકાનો ઉછાળો નોંધાયો છે. જ્યારે આ સમયગાળામાં જ 13 લોકોએ કોરોનાના લીધે જીવ ગુમાવ્યો છે.

ગુજરાતમાં સાત દિવસમાં નોંધાયેલા કોરોનાના કેસોની વાત કરીએ તો 22 ડિસેમ્બરના રોજ કોરોનાના 91 કેસ નોંધાયા હતા. જયારે 23 ડિસેમ્બરના રોજ, 24 ડિસેમ્બરના રોજ 111 , 25 ડિસેમ્બરના રોજ 179, 26 ડિસેમ્બરના રોજ 177 , 27 ડિસેમ્બરના રોજ 204,  28 ડિસેમ્બરના રોજ 394 કેસ નોંધાયા હતા. આ દિવસો દરમ્યાન કોરોનાથી 13 લોકોના મૃત્યુ થયા છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 28 ડિસેમ્બરના રોજ કોરોનાના 394 કેસ નોંધાયા હતા. જેમાં અમદાવાદ શહેરમાં 178 નવા કેસ નોંધાયા, તો સુરત શહેરમાં 52, રાજકોટ શહેરમાં 35 કેસ, વડોદરા શહેરમાં 34, આણંદમાં 12 કેસ નોંધાયા છે. ખેડામાં કોરોના સંક્રમિત એક દર્દીનું મૃત્યુ થતા રાજ્યમાં મૃત્યુઆંક વધીને 10,115 થયો છે.

ગુજરાતમાં(Gujarat)કોરોનાના(Corona) નવા વેરીએન્ટ ઓમિક્રોનનો(Omicron)ખતરો વધી રહ્યો છે. જેમાં રાજ્યમાં ઓમિક્રોનની સ્થિતિ અંગે વાત કરીએ તો મંગળવારે 24 કલાક દરમિયાન રાજ્યમાં ઓમિક્રોનના નવા 5 કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદમાં ઓમિક્રોનના 2 નવા કેસ સામે આવ્યા છે.અમદાવાદમાં ઓમિક્રોનના જે બે નવા કેસ સામે આવ્યા છે તેમાં એક પુરુષ અને એક મહિલાનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે.ઓમિક્રોનના નવા બે કેસની સાથે અમદાવાદમાં કુલ કેસનો આંકડો 23થી વધીને હવે 25એ પહોંચી ગયો છે.

અમદાવાદ બાદ ઓમિક્રોનના સૌથી વધુ કેસ વડોદરામાં સામે આવ્યા છે. વડોદરામાં છેલ્લા 24 કલાક દરમિયાન ઓમિક્રોનનો વધુ એક કેસ સામે આવ્યો છે. વડોદરામાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 18 કેસ નોંધાયા છે. તો છેલ્લા 24 કલાક દરમિયાન મહેસાણા અને પોરબંદરમાં પણ ઓમિક્રોનનો એક એક કેસ સામે આવ્યો છે. રાજ્યમાં ઓમિક્રોનના કુલ કેસની વાત કરીએ તો અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 78 કેસ નોંધાયા છે.

આ પણ વાંચો : SURAT : જીએસટીનો અનોખો વિરોધ, આવતીકાલે કાપડ માર્કેટ બંધની જાહેરાત

આ પણ વાંચો : Vadodara: સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા કોર્પોરેશન સંપૂર્ણપણે તૈયાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આપી માહિતી

Published On - 4:44 pm, Wed, 29 December 21

Next Article