Ahmedabad: યુવતીએ પ્રેમસંબંધ રાખવાનો ઇનકાર કરતા પ્રેમીએ મિત્ર સાથે મળીને અપહરણ કરી આચર્યું દુષ્કર્મ

આરોપી કેતન અને તેના મિત્ર હુસેન રફાઈએ યુવતીનું અપહરણ કરી કોડીનાર એક ગામમાં 4 મહિના ગોંધી રાખી અને અવાર નવાર બંને મિત્રો જમવા આપવાના બહાને તેની પર બળાત્કાર ગુજાર્યો હતો.

Ahmedabad: યુવતીએ પ્રેમસંબંધ રાખવાનો ઇનકાર કરતા પ્રેમીએ મિત્ર સાથે મળીને અપહરણ કરી આચર્યું દુષ્કર્મ
પોલીસે આરોપીઓની ધરપકડ કરી
| Edited By: | Updated on: Jul 09, 2022 | 5:25 PM

અમદાવાદ (Ahmedabad) યુવતીએ પ્રેમસંબંધ રાખવાનો ઇનકાર કરતા પ્રેમીએ મિત્ર સાથે મળીને અપહરણ કરીને દુષ્કર્મ આચરતાં મહિલા ગર્ભવતી થઇ અને દીકરીને જન્મ આપ્યો. બે વર્ષ બાદ મહિલા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાતા પોલીસે (Police) આરોપી બે મિત્રો સહિત 3 ની કરી ધરપકડ કરી છે. પોલીસે આરોપી કેતન ડેર, હુસેન રફાઈ અને તેના પિતા હમિદશા બાબુશા રફાઇની ધરપકડ કરી છે. આ આરોપીની મહિલા પોલીસે જૂનાગઢ અને પોરબંદરથી બળાત્કાર અને ધમકી આપવામાં ગુનામાં ધરપકડ કરી છે. ઘટનાની વિગતવાર વાત કરીએ તો વર્ષ 2016માં જૂનાગઢ (Junagadh) રહેતી યુવતી અમદાવાદ કોલેજમાં ભણવા આવી ત્યારે વાસણા ખાતે પીજીમાં ભાડે રહેતી હતી. આ દરમ્યાન 2017માં અમદાવાદથી જુનાગઢ ટ્રેનમાં મુસાફરી દરમ્યાન આરોપી કેતનના સંપર્કમાં આવી હતી. કેતન જૂનાગઢ રેલવે સ્ટેશનમાં નોકરી કરતી હતો. જેથી બન્ને વચ્ચે મિત્રતા થઈ અને પ્રેમસંબંધ બંધાયો હતો. આરોપી કેતને લગ્નની લાલચ આપીને મહિલાને જુદા જુદા સ્થળે લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું, પરંતુ યુવતીને કેતન પરણિત હોવાની જાણ થતાં તેને સંબંધ તોડી નાખ્યો હતો. પણ કેતન સબંધ માટે દબાણ કરતા યુવતીએ જૂનાગઢમાં ફરિયાદ નોંધાવી હતી. જેનું સમાધાન કરવાના બહાને યુવતીને બોલાવી અને અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું હતું.

પરણિત પ્રેમી કેતનથી છુટકારો લેવા યુવતીએ જૂનાગઢ માં ફરિયાદ નોંધાવી, પરંતું ફરિયાદ પરત લેવા આરોપી કેતન અને તેના મિત્ર હુસેન રફાઈએ યુવતીનું અપહરણ કરી કોડીનાર એક ગામમાં 4 મહિના ગોંધી રાખી અને અવાર નવાર બંને મિત્રો જમવા આપવાના બહાને તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. યુવતીએ ભાગવાની કોશિશ કરી પણ સફળ ન થઈ. વર્ષ 2021 ઓગસ્ટ મહિનામાં યુવતીને દુખાવો થતા તેને હોસ્પિટલમાં લઈ જવાઈ. ત્યાં તેને ગર્ભ હોવાની જાણ થઈ અને યુવતીએ દીકરીને જન્મ પણ આપ્યો. જ્યાં આરોપી કેતને યુવતી પર બળાત્કાર થયો તેવું કોઈને ખબર ન પડે તે માટે ડોક્યુમેન્ટમાં પિતા તરીકે તેનું નામ લખાવ્યું. બાદમાં ધમકીઓ આપવાનું શરૂ કર્યું. અંતે બે વર્ષ બાદ પોલીસે યુવતીની ફરિયાદ લઈને આરોપીની ધરપકડ કરી છે.

આ પણ વાંચો

આરોપી કેતન રેલવેમાં ગાર્ડ છે, હુસેન રીક્ષા ચલાવે છે અને રેલવેમાં ગાર્ડ હોવાથી યુવતી સાથે સ્ટેશન પર તેની મુલાકાત થઈ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ત્યારે હાલ પોલીસે સમગ્ર બાબતોને લઈને પુરાવા એકઠા કરી તપાસ શરૂ કરી છે. બીજીતરફ યુવતીને પણ માસિક આવતું હોવાથી ગર્ભની જે તે સમયે જાણ ન થતા તપાસમાં ડોકટર ના નિવેદન અને પુરાવા કબ્જે કરવાની સાથે આ બાળક કોનું છે તેને લઈને બન્ને આરોપીના ડીએનએ ટેસ્ટને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે.