કર્મચારી પાસેથી 5 લાખ રુપિયા લેશે અમદાવાદની કંપની, કોર્ટે આપ્યો આદેશ જાણો શું છે સમગ્ર મામલો

|

Oct 17, 2024 | 11:20 AM

ગુજરાતની એક સ્થાનિક કોર્ટે કંપનીને તેના કર્મચારી પાસેથી રૂ. 5 લાખ વસૂલવાની મંજૂરી આપી છે. કર્મચારીને નોકરી આપતી કંપનીએ આરોપ લગાવ્યો હતો કે કર્મચારીએ નોટિસ આપ્યા વિના નોકરી છોડી દીધી હતી. આવો જાણીએ શું છે સમગ્ર મામલો.

કર્મચારી પાસેથી 5 લાખ રુપિયા લેશે અમદાવાદની કંપની,  કોર્ટે આપ્યો આદેશ જાણો શું છે સમગ્ર મામલો

Follow us on

ગુજરાતની એક સ્થાનિક કોર્ટે કંપનીને તેના કર્મચારી પાસેથી 5 લાખ રુપિયા વસૂલવાની મંજૂરી આપી છે. કર્મચારીને નિયુક્ત કરનારી કંપનીએ આરોપ લગાવ્યો હતો કે, કર્મચારીએ કોઈ નોટિસ વગર નોકરી જોડી દીધી હતી. આ મામલાને લઈ કંપની કોર્ટમાં પહોંચી ગઈ અને નોકરી છોડનાર પાસેથી 5 લાખ રુપિયાનો આદેશ આપ્યો છે. તો ચાલો આપણે જાણીએ કે, આ સમગ્ર મામલો શું છે.

કંપનીએ કોર્ટનો દરવાજો ખખડાવ્યો

આ સમગ્ર મામલો ગુજરાતના અમદાવાદનો છે. જ્યાં જોન્સન કોબેન સોલ્યુશન પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીમાં મારિયા રાજપુત નામની મહિલાની નિયુક્તી થઈ હતી. મારિયાની નિયુક્તી ટ્રેની એસોસિએટ તરીકે થઈ હતી. થોડા મહિનાઓ બાદ મારિયાએ કોઈ કારણ જણાવ્યા વગર નોકરી છોડી દીધી હતી. આ મામલાને લઈ કંપનીએ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. કોર્ટે સુનાવણી કંપનીના પક્ષમાં સભળાવી હતી. કોર્ટે કર્મચારી પાસેથી 5 લાખ રુપિયા વસૂલવાની પરવાનગી આપી દીધી છે.

મારિયાએ ઈ-મેલ દ્વારા પોતાનું રાજીનામું  આપ્યું

આ સમગ્ર મામલાને લઈ કંપની તરફથી જણાવવામાં આવ્યું કે, મારિયા રાજપુતની નિયુક્તિ બાદ કામ પર નિયમિત આવતી ન હતી. કંપનીનું કહેવું છે કે, મારિયા જાણ કર્યા વગર કંપનીમાં હાજર રહેતી નથી. અનેક વખત આવી ઘટના બનતા કંપનીએ મારિયાને ફરાર હોવાની નોટિસ મોકલી હતી. તો મારિયાએ ઈ-મેલ દ્વારા પોતાનું રાજીનામું મોકલી દીધું હતુ. આ મામલા પર જવાબ દેતા મારિયાને જણાવ્યું કે, તેનું રાજીનામું સ્વીકારવામાં આવશે નહિ કારણ કે, નિયમ અનુસાર નથી. કંપનીએ મારિયાને પોતાનું રાજીનામું પાછું લેવા માટે કહ્યું અને નોટિસ પીરિયડ પુરો થવા સુધી કામ પર આવવાનું કહ્યું હતુ.

આજનું રાશિફળ તારીખ : 17-10-2024
લોરેન્સ બિશ્નોઈના દુશ્મનોનું લિસ્ટ, જુઓ યાદીમાં કોના નામ ?
લીંબુ ખાવાના પણ નિયમ ! રસોડાની આ ભૂલ તમારા સ્વાસ્થ્ય પર કરશે મોટી અસર, જાણો
આ 5 કારણોથી સવારે ઉઠતાંની સાથે જ પીવું જોઈએ એક ગ્લાસ પાણી
સચિનની લાડલી સારા તેંડુલકરે શેર કરી પોતાના બર્થડે સેલિબ્રેશનની મુમેન્ટ્સ, જુઓ Video
આદુનો જાદુ ! શરદી ઉધરસ 15 મિનિટમાં થશે ગાયબ, જુઓ Video

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ કંપનીએ નોંધેલી ફરિયાદ બાદ મારિયા રાજપુત હાજર રહી નહિ. ત્યારબાદ કંપનીએ વકીલ દ્વારા તેને નોટિસ મોકલી અને નોટિસ વગર નોકરી છોડવા માટે 5 લાખ રુપિયા ચૂકવવાનું કહેવામાં આવ્યું હતુ. મારિયાએ આ નોટિસનો જવાબ આપ્યો નહિ ત્યારબાદ આ સમગ્ર મામલા પર કોર્ટે કર્મચારી પાસેથી 5 લાખ રુપિયા વસૂલવાની પરવાનગી આપી હતી.

Next Article