Breaking News : વીજપોલ તોડ્યો, કાર સળગાવી… અમદાવાદના થલતેજમાં ‘આતંક’ મચાવનારને પોલીસે ઝડપ્યો, જુઓ Video

અમદાવાદના થલતેજ વિસ્તારમાં વીજપોલ તોડી આગ ચાંપવાના અને આતંક મચાવવાના કેસમાં પોલીસે એક શખ્સ, આકાશ ઠાકોર,ની ધરપકડ કરી છે. તપાસમાં તે માનસિક રીતે અસ્થિર હોવાનું જાણવા મળ્યું છે, અને તેણે અગાઉ પણ કારને આગ ચાંપી હતી.

Breaking News : વીજપોલ તોડ્યો, કાર સળગાવી... અમદાવાદના થલતેજમાં ‘આતંક’ મચાવનારને પોલીસે ઝડપ્યો, જુઓ Video
| Updated on: Oct 04, 2026 | 12:00 PM

અમદાવાદના થલતેજ વિસ્તારમાં વીજપોલ તોડી અને આગચંપી કરીને આતંક મચાવવાના મામલે પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી માનસિક રીતે અસ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસે આ મામલે આકાશ ઠાકોર નામના શખ્સની ધરપકડ કરી છે. આરોપીએ પોતાના ઘરની બહાર આવેલા વીજપોલમાં તોડફોડ કરી હતી. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં શખ્સ વીજપોલ સાથે તોડફોડ કરતો જોવા મળી રહ્યો છે.

તપાસ દરમિયાન વધુ એક ચોંકાવનારી બાબત સામે આવી છે. આકાશ ઠાકોરે અગાઉ એક કારને પણ આગ ચાંપી હોવાની માહિતી સામે આવી છે. વીજપોલમાં તોડફોડ અને આગચંપી સહિતની ઘટનાઓને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

આ મામલે ભાજપના ધારાસભ્ય અમિત શાહે પણ રજૂઆત કરી હતી. વિસ્તારમાં લુખ્ખા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ સાથે ધારાસભ્ય દ્વારા તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ તંત્ર અને પોલીસ દ્વારા સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી તેની પૂછપરછ શરૂ કરી છે. આરોપી માનસિક રીતે અસ્થિર હોવાની માહિતી સામે આવતા પોલીસે આ દિશામાં પણ તપાસ હાથ ધરી છે કે તેણે આ પ્રકારની હરકતો શા માટે કરી અને અગાઉની ઘટનાઓ સાથે તેનો શું સંબંધ છે.

ગુજરાત પોલીસ ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ, સોનાની લૂંટનો ભેદ ઉકેલાયો, જુઓ Video

Follow Us
Loading...
Unable to load recommendations.