Tender Today : ઝેરોક્ષ તથા સ્પાઇરલ બાઇન્ડિંગ તેમજ કલર પ્રિન્ટની કામગીરી માટે લાખો રુપિયાનું ટેન્ડર જાહેર

આ કામગીરી માટે વર્ષ 2023-24 માટે રજીસ્ટર્ડ પોસ્ટ એ.ડી/રુબરુથી મગાવવામાં આવ્યા છે. રસ ધરાવતી પાર્ટીઓએ કામ દીઠ ટેન્ડર ફી રજૂ કરવાની રહેશે અને દરેક કામના કોરા ટેન્ડર ફોર્મ્સ કચેરીએ આપવાના રહેશે.

Tender Today : ઝેરોક્ષ તથા સ્પાઇરલ બાઇન્ડિંગ તેમજ કલર પ્રિન્ટની કામગીરી માટે લાખો રુપિયાનું ટેન્ડર જાહેર
| Edited By: | Updated on: May 31, 2023 | 2:32 PM

Ahmedabad : ગુજરાત સરકારના સંપૂર્ણ માલિકીના સાહસ સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ (Sarovar Narmada Corporation Limited) અંતર્ગત ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. ધંધુકાના ભાવનગર હાઇવે પર નર્મદા વસાહત ખાતે આવેલી કચેરીના કાર્યપાલક ઇજનેર દ્વારા ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. આ કામગીરી માટે વર્ષ 2023-24 માટે રજીસ્ટર્ડ પોસ્ટ એ.ડી/રુબરુથી મગાવવામાં આવ્યા છે. રસ ધરાવતી પાર્ટીઓએ કામ દીઠ ટેન્ડર ફી રજૂ કરવાની રહેશે અને દરેક કામના કોરા ટેન્ડર ફોર્મ્સ કચેરીએ આપવાના રહેશે.

આ પણ વાંચો- Tender Today : કરજણ નગરપાલિકાના જૂના બજાર વિસ્તારમાં આવેલા સ્વામીવિવેકાનંદ તળાવના નવીનીકરણના કામ માટે લાખો રુપિયાનું ટેન્ડર જાહેર

ધંધુકા કચેરી દ્વારા ઝેરોક્ષ તથા સ્પાઇરલ બાઇન્ડિંગ તેમજ કલર પ્રિન્ટની કામગીરી માટે લાખો રુપિયાનું ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. ટેન્ડરની અંદાજીત રકમ એક લાખ રુપિયા છે. ટેન્ડર માટે કોરા ફોર્મ મેળવવાની છેલ્લી તારીખ 3 જૂન 2023 છે. ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ 9 જૂન 2023 સાંજે 6 કલાક સુધીની છે. ઓફરો ખોલવાની તારીખ 12 જૂન 2023 બપોરે 2 કલાક સુધીની છે. આ કામ બાબતે વધુ વિગતો મેળવવા તથા ડિટેઇલ ટેન્ડર નોટિસ જોવા કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.

ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો