Tender Today : માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઇલેકટ્રીકલ અને સિવિલ કામ માટે લાખો રુપિયાના ટેન્ડર જાહેર

|

Apr 08, 2023 | 12:53 PM

Tender News : આ કામો માટે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ તેમજ સિંચાઇ વિભાગની (કામ નંબર 1 માટે ઇલેકટ્રીકલ અને કામ નં-2 માટે સિવિલ) યોગ્ય શ્રેણીમાં નોંધાયેલા ઇજારદારો પાસેથી ઓનલાઇન ટેન્ડર મગાવવામાં આવ્યા છે.

Tender Today : માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઇલેકટ્રીકલ અને સિવિલ કામ માટે લાખો રુપિયાના ટેન્ડર જાહેર

Follow us on

અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલા બહુમાળી ભવનના અમદાવાદ મેડિકલ વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા કુલ બે કામો માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. કામ નંબર 1ની અંદાજીત કિંમત રુ. 3.10 લાખ રુપિયા છે અને કામ નંબર 2ની કિંમત રુ. 29.73 લાખ છે. આ કામો માટે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ તેમજ સિંચાઇ વિભાગની (કામ નંબર 1 માટે ઇલેકટ્રીકલ અને કામ નં-2 માટે સિવિલ) યોગ્ય શ્રેણીમાં નોંધાયેલા ઇજારદારો પાસેથી ઓનલાઇન ટેન્ડર મગાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો-Surat: સુરતમાં ગૌવંશની કતલથી આક્રોશ, 1800 કિલો ગૌમાંસ જપ્ત, કસાઇઓ ફરાર

આજનું રાશિફળ તારીખ : 21-09-2024
તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો

આ કામ માટેનું ટેન્ડ ફોર્મ 20 એપ્રિલ 2023ના રોજ સાંજે 6 કલાક સુધીમાં વેબસાઇટ www.nprocure.com પરથી ડાઉનલોડ તથા સબમીટ કરી શકાશે. ઓનલાઇન ટેન્ડર અપલોડ કરવાની છેલ્લી તારીખ સુધીમાં આ કચેરી તરફથી કરવામાં આવેલા સુધારા-વધારા ઓનલાઇન જ કરવામાં આવશે. જે ઇજારદારોએ ધ્યાને લેવાના રહેશે અને ત્યારબાદ ભાવો ભરવાના રહેશે. આ બાબતે ઇજારદારની અંગત જવાબદારી રહેશે.

આ કામોની વિગતવાર માહિતી ખાતાની વેબસાઇટ www.statetenders.gujarat.gov.in પર જોવા મળશે. કામો અંગે વધુ વિગતો કામકાજના દિવસો દરમિયાન કચેરીમાંથી મળી શકશે.

Published On - 11:24 am, Sat, 8 April 23

Next Article