
અમદાવાદ (Ahmedabad) જિલ્લામાં આવેલી બારેજા નગરપાલિકાના (Bareja Municipality) જુદા-જુદા વિકાસના કામોનું થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરવા માટેની કામગીરીના ભાવો મગાવવા બાબતે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. આ ટેન્ડરની ઇએમડીની રકમ 10 હજાર રુપિયા છે. આ કામ માટેની ટેન્ડર ફી 900 રુપિયા છે. આથી રસ ધરાવતા ઇજારદારો પાસેથી સીલબંધ કવરમાં આ કામ માટે ઇ-ટેન્ડર પદ્ધતિથી ટેન્ડર મગાવવામાં આવ્યા છે.
આ ટેન્ડર અંગેની વધુ વિગતો વેબસાઇટ http://nagarpalika.nprocure.com ઉપર ઓનલાઇન મુકવામાં આવી છે. ટેન્ડર ઓનલાઇન ડાઉનલોડ તથા સબમીશનની તારીખ 2 જૂન 2023 સાંજે 6 કલાક સુધીની છે. તેમજ ફીજીકલ સબમીશનની તારીખ 8 જૂન 2023 સુધી આપ.પી.એ.ડી/સ્પીડ પોસ્ટથી મોકલવાના રહેશે. ટેન્ડર મંજૂર કે નામંજૂર કરવાના તમામ હક બારેજા નગરપાલિકાને બાધિત રહેશે. આ બાબતે કોઇ કાયદાકીય કાર્યવાહી કરી શકાશે નહીં.
ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો