અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક જીમ્નેશિયમને PPP મોડેલથી ચલાવવા માટેનું ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. હાલમાં બનેલા રખિયાલના નવીન મ્નેશિયમને પાંચ વર્ષ ઉપરાંત સમીક્ષા કરી વધુ ત્રણ વર્ષ માટે PPP મોડેલથી ચલાવવા આપવા અંગે ટુ બીડ ટેન્ડર મગાવાયા છે.
આ પણ વાંચો- Tender Today : સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા નર્મદા મેઇન કેનાલના દરવાજાના ઇલેક્ટ્રીકલ ઓપરેશન માટે ટેન્ડર જાહેર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાંકરિયા સ્થિત અંબુભાઇ પુરાણી વ્યાયામ વિદ્યાલય દ્વારા આ ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. આ ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ 1 એપ્રિલ 2023 બપોરે 2 કલાક સુધીની છે. તો આ ટેન્ડર માટે ટેકનીકલ બીડ ખોલવાની તારીખ 1 એપ્રિલ 2023 બપોરે 3 કલાકની છે.
તો ટેન્ડરના ભાવ ભરીને આપવા તેમજ ખોલવા માટેનું સ્થળ ટેન્ડર ઓફિસર, સેન્ટ્રલ રેકોર્ડ ઓફિસ, મ્યુનિસિપલ કોર્પોરેશન, સરદાર પટેલ ભવન, દાણાપીઠ, અમદાવાદ છે. જીમ્નેશિયમ ચલાવવા માટેની શરતો www.ahmedabadcity.gov.in વેબસાઇટ પરથી જાણી શકાશે અથવા અંબુભાઇ પુરાણી વ્યાયામ વિદ્યાલયની ઓફિસથી જાણી શકાશે.