અમદાવાદ સિવિલમાં તન્વીબેન મણકાની અત્યંત રેર અંકાયલોસિંગ સ્પોન્ડાયલોસીસ બીમારીથી મુક્ત થયા

15 વર્ષની પીડામાંથી મુક્ત થયા બાદ તન્વીબેને કહ્યું કે, સિવિલ હોસ્પિટલના તબીબોના અથાગ પરિશ્રમના કારણે તેમની લાંબા સમયની પીડાનો અંત આવ્યો છે.

અમદાવાદ સિવિલમાં તન્વીબેન મણકાની અત્યંત રેર અંકાયલોસિંગ સ્પોન્ડાયલોસીસ બીમારીથી મુક્ત થયા
Tanviben cures extremely rare ankylosing spondylosis in Ahmedabad Civil
Follow Us:
Jignesh Patel
| Edited By: | Updated on: Oct 13, 2021 | 9:00 PM

AHMEDABAD : અમદાવાદની વિશ્વવિખ્યાત સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સની ટીમે 32 વર્ષના તન્વીબેનને થયેલી દુર્લભ બિમારી (ankylosing spondylosis)ની જટિલ સારવારમાં સફળતા મેળવી વધુ એક વાર ઇતિહાસ રચી દીધો છે. આ યુવતી છેલ્લા 15 વર્ષથી અસહ્ય પીડામાંથી પસાર થઇ રહી હતી. જેને સિવિલ હોસ્પિટલના સ્પાઇન સર્જનોએ પીડામાંથી મુક્ત કરી છે. અમદાવાદના હાથીજણ વિસ્તારમાં રહેતા તન્વીબેનને લાંબા સમયથી મણકાની તકલીફના કારણે હલન-ચલનમાં અને સૂવામાં તકલીફ પડી રહી હતી. વિધાતાએ તન્વીબેન માટે કોઇ અલગ જ પ્રકારની વેદનાની સ્યાહીથી લેખ લખ્યા હતાં, જે કારણોસર તેઓને 15 વર્ષ સુધી આ વેદનામાંથી પસાર થવું પડ્યું.

તન્વીબેનના બે મણકા એકબીજા સાથે ચોટી જવાથી તેમનું શરીર આગળના ભાગે વળવા લાગ્યું. ધીરે ધીરે આ સમસ્યા વકરવા લાગી. તેમના પતિએ આ સમસ્યાના નિવારણ માટે ઘણી ખાનગી હોસ્પિટલના સંપર્ક કર્યા પરંતુ ક્યાંય સંતોષકારક જવાબ મળ્યો નહીં. વળી કેટલીક જગ્યાએ સર્જરીની ખાતરી આપવામાં આવી તો પ્રશ્ન ઉભો થયો પૈસાનો.આ પ્રકારની સર્જરી અત્યંત જટીલ અને 3 લાખ જેટલી ખર્ચાળ હોવાથી તન્વીબેનના પરીવાર માટે તે અશક્ય બની રહ્યું હતુ. છેવટે આ તમામ પરિસ્થિતિઓમાંથી બહાર આવવા એક જ રસ્તો હતો અને તે હતો સિવિલ હોસ્પિટલનો.

તન્વીબેન સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા. જ્યાં X-RAY, MRI તથા CT SCAN સહિતના ટેસ્ટ કરતાં જાણવા મળ્યું કે તન્વીબેનને અંકાયલોસિંગ સ્પોન્ડાયલોસીસ (ankylosing spondylosis)નામની ગંભીર અને દુર્લભ બિમારી છે. જેમાં કમરનાં બે મણકા એકબીજા સાથે ચોટી જાય છે અને શરીર આગળની તરફ વળવા લાગે છે જેના લીધે હલનચલન પર અસર થાય છે.તન્વીબેનના કમરનો ભાગ 66 ડિગ્રી જેટલો આગળની તરફ વળી ગયો હતો.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના એસોસિએટ પ્રોફસર ડૉ. પિયુષ મિત્તલ અને તેમની ટીમે તન્વીબેનના ઓપરેશનનો નિર્ણય કર્યો. સર્જરીમાં તન્વીબેનના બે મણકાને તોડીને તેને સીધા કરવામાં આવ્યા. 3 કલાકની સર્જરી દરમ્યાન જો નસને ઇજા પહોંચે તો દર્દી લકવાગ્રસ્ત બનવાની સંભાવનાઓ પણ પ્રબળ રહેલી હતી. જેથી ટીમ દ્વારા સતત ન્યૂરો મોનિટરિંગની મદદ લઇ પેડીકલ સુબ્સટેરેક્શન ઓસ્ટીઓટોમી કરવામાં આવી અને આ સાથે જટિલ અને જોખમી ઓપરેશન અત્યંત ખંતપૂર્વક પાર પાડ્યું. અંતે 66 ડિગ્રી જેટલો આગળની તરફ વળી ગયેલો કમરનો ભાગ હવે 11 ડિગ્રી સાથે સામાન્ય બન્યો. હાલ તન્વીબેન સરળતાપૂર્વક હલન-ચલન કરી શકે છે.

ડૉ. પિયુષ મિત્તલ કહે છે કે, સર્જરી દરમિયાન મણકાની પોઝીશન પૂર્વવત કરવા હાડકું કાપવામાં આવી રહ્યું હતું.આ દરમિયાન કરોડરજ્જૂને નુકશાન ન પહોંચે તે રીતે હાડકુ કાપીને મણકાને પૂર્વવત કરવા પાંજરા સાથે સ્ક્રુ ફીટ કરવાની જરૂર હતી. આ સમયે જો કાળજી રાખવામાં ન આવે કરોડરજ્જૂ પાસેથી લોહીની નસને કપાઇ જવાની કે ઇજા પહોંચવાનું જોખમ રહેલું હતુ. પરંતુ ન્યુરોમોનિટરીંગની મદદ લઇ અત્યાધુનિક ઉપકરણોની મદદથી આ તમામ પરિસ્થિતીને સફળતાપૂર્વક પાર પાડવામાં અંતે અમને સફળતા મળી છે.

15 વર્ષની પીડામાંથી મુક્ત થયા બાદ તન્વીબેને કહ્યું કે, સિવિલ હોસ્પિટલના તબીબોના અથાગ પરિશ્રમના કારણે તેમની લાંબા સમયની પીડાનો અંત આવ્યો છે. તેમણે કહ્યું કે સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલા પ્રધાનમંત્રી જન આરોગ્ય-આયુષ્યમાન કાર્ડના કારણે તેમની સર્જરી થઇ શકી છે. તેમણે કહ્યું,” ગરીબ પરિવાર માટે 2 થી 3 લાખના ખર્ચે સર્જરી કરાવવું અસંભવ જ હતુ. જે માટે અમારો પરિવાર સરકારનો હરહંમેશ આભારી રહેશે.”

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">