Gujarat માં LRD પરિક્ષાર્થીઓ માટે એસટી વિભાગે કર્યું વિશેષ આયોજન, વધારાની બસો દોડાવાશે

|

Apr 09, 2022 | 5:15 PM

એસટી નિગમના(GSRTC) સચિવ કે ડી દેસાઈએ માહિતી આપતા જણાવ્યું હતું કે 10 એપ્રિલે 9 સેન્ટરો પર મોટી સંખ્યામાં ઉમેદવારો લોકરક્ષક દળની પરીક્ષા આપવાના છે. જેને લઈને એસટી નિગમના અધિકારીઓ દ્વારા દરેક વિભાગને સૂચના આપવામાં આવી છે કે દરેક ડેપો મેનેજરને હેડ ક્વાર્ટરમાં હાજર રહેવું અને દરેક બસ સ્ટેશન પર લોક રક્ષક દળની પરીક્ષાના ઉમેદવાર આવે તો તેના માટે સીડીયલ બસ છે તેની વ્યવસ્થા પર નજર રાખે.

Gujarat માં LRD પરિક્ષાર્થીઓ માટે એસટી વિભાગે કર્યું વિશેષ આયોજન, વધારાની બસો દોડાવાશે
GSRTC Bus (File Image)

Follow us on

ગુજરાતમાં(Gujarat)  10 એપ્રિલના લોકરક્ષક દળની(Lok Rakshak Dal)  પરીક્ષા યોજવવાની છે. જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, આણંદ, ગાંધીનગરમાં પરીક્ષા કેન્દ્ર છે. ત્યારે પરીક્ષાર્થીઓ માટે એસટી નિગમ(ST Bus)  દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જે આયોજનના ભાગ રૂપે પરીક્ષાર્થી ઓને જવા અને આવવા માટે બસ મળી રહે તે માટે વધારાની બસ દોડાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે. તો દરેક ડિવિઝનને સુચના પણ આપી દેવામાં આવી છે કે બસ સ્ટેશન પરથી પેસેન્જરને લેતી વખતે પરીક્ષાર્થીને પ્રાયોરિટી આપવામાં આવે. તેમજ માર્ગમાં પરીક્ષા કેન્દ્ર આવતા હોય તો પરીક્ષાર્થી કહે તો બસ રોકી ઉતારી દેવા પણ સૂચના આપવામાં આવી છે.

પરીક્ષાર્થીઓને  બસમાં બેસવા માટે પ્રથમ પસંદગી આપવા માટે જાણ કરવામાં આવી

એસટી નિગમના સચિવ કે ડી દેસાઈએ માહિતી આપતા જણાવ્યું હતું કે 10 એપ્રિલે 9 સેન્ટરો પર મોટી સંખ્યામાં ઉમેદવારો લોકરક્ષક દળની પરીક્ષા આપવાના છે. જેને લઈને એસટી નિગમના અધિકારીઓ દ્વારા દરેક વિભાગને સૂચના આપવામાં આવી છે કે દરેક ડેપો મેનેજરને હેડ ક્વાર્ટરમાં હાજર રહેવું અને દરેક બસ સ્ટેશન પર લોક રક્ષક દળની પરીક્ષાના ઉમેદવાર આવે તો તેના માટે સીડીયલ બસ છે તેની વ્યવસ્થા પર નજર રાખે. તેમજ આખી બસના પરીક્ષાર્થી થાય તો એક્સ્ટ્રા બસનું આયોજન કરવા માટે સૂચના આપવામાં આવી છે. તો પરીક્ષાર્થીઓને  બસમાં બેસવા માટે પ્રથમ પસંદગી આપવા માટે જાણ કરવામાં આવી છે.

વધુમાં એ પણ જણાવ્યું હતું કે કોઈ પણ પરિક્ષાર્થી સીટીમાં પરીક્ષા કેન્દ્રના નજીક ઉતરવા માંગતો હોય તો ફરજ પરના સ્ટાફે તેને ઉતારવાનો રહેશે.જે ભાડુ નિયત કરવામાં આવ્યું તે લેવાનું રહેશે. પરીક્ષા કેન્દ્ર પર સમયસર પહોંચી શકે તે માટે એસટી નિગમે પૂરતી મદદ કરવામાં આવે તેવી તમામ વિભાગીય નિયામકને સૂચના આપવામાં આવી છે. જેથી કોઈ પણ પરિક્ષાર્થી પરીક્ષા આપવાથી વંચિત ન રહી જાય. તેમજ કોઇપણ તકલીફ વિના પરીક્ષાર્થી એલઆરડીની પરીક્ષા આપી શકે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

આ પણ વાંચો :  Ahmedabad: સોલા સિવિલમાં સિનિયર ડૉકટર સહિત વર્ગ-૩ના કર્મચારી પણ હડતાળ પર, કામકાજથી અળગા રહીને નોંધાવ્યો વિરોધ

આ પણ વાંચો :  ડર્ટી પોલિટીક્સઃ રાદડિયા સામે થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે સરકાર હરીફ જૂથને પ્રોત્સાહન પણ આપી રહી છે અને કાર્યવાહી પણ નથી કરતી!

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 5:12 pm, Sat, 9 April 22

Next Article