Ahmedabad: અસ્તિત્વમાં જ ના હોય એવો ફ્લેટ વેચ્યો અને ફરિયાદી પર જ કર્યો કેસ, ખોટા દસ્તાવેજ ઉભા કરી 17 લાખ પડાવી ખોટો એલોટમેન્ટ લેટર આપી દીધો

|

Apr 16, 2022 | 2:13 PM

એક આરોપી હાલ પોલીસની પકડમાં આવી ગયો છે પણ જેણે સમગ્ર કૌભાંડ આચર્યું હતું તે મુખ્ય આરોપી હાલ ફરાર છે. આ ટોળકીએ આવા એક નહિ પણ અનેક લોકોને અસ્તિત્વમાં ન હોય એવી મિલકત બતાવી લાખો રૂપિયાનો ચુનો લગાવ્યો હોવાની શંકા પોલીસ વ્યક્ત કરી રહી છે.

Ahmedabad: અસ્તિત્વમાં જ ના હોય એવો ફ્લેટ વેચ્યો અને ફરિયાદી પર જ કર્યો કેસ, ખોટા દસ્તાવેજ ઉભા કરી 17 લાખ પડાવી ખોટો એલોટમેન્ટ લેટર આપી દીધો
Police arrested the accused

Follow us on

આજ સુધી આપે ઠગાઈ (Fraud) ની અનેક પ્રકારની ઘટનાઓ સાંભળી હશે પણ આજે અમે જે આપને ઠગાઈ ની ઘટના બતાવવા જઈ રહ્યા છે તે કોઈ ફિલ્મની કહાની થી ઓછી નથી. અમદાવાદ (Ahmedabad) ના એલિસબ્રિજ પોલીસ (Police) ના ચોપડે નોંધાયેલી એક ઘટમાં તમને અચરજ પમાડશે. આરોપી છે યગ્નેશ શાહ. જે ઘોડાસરનો રહેવાસી છે અને સાયન્સનો અભ્યાસ કરી ચુક્યો છે, પણ આ યજ્ઞેશ શાહે જ્યારે વિજય ઢાંકાના સંપર્કમાં આવ્યો અને બંનેએ સાથે મળી ઠગાઈ કરવાનું કાવતરું (Conspiracy) બનાવ્યું. બાદમાં બંનેએ સાથે મળી શરૂ કર્યું લોકોના પૈસા પડાવાવાનું.

ફરિયાદ મુજબની વાત કરીએ તો ફરિયાદીના પુત્રને અમદાવાદમાં હેંડીક્રાફ્ટનો વ્યવસાય વિકસાવવા માટે આંબાવાડીમાં મકાન લેવાનું નક્કી કર્યું જેમાં દલાલ મારફતે પોષ વિસ્તાર એવા આંબાવાડી વિસ્તારમાં દલાલોએ એક ફ્લેટ પહેલા બતાવ્યો. જે ફ્લેટની કિંમત 17.50 લાખ જણાવી સોદો નક્કી કર્યો ત્યારે આરોપી યગ્નેશ શાહ અને વિજય ઢાંચા સહિતના લોકોએ એક ખોટું બાનાખત બનાવ્યું, ખોટો ફ્લેટ ઉભો કર્યો, ખોટા દસ્તાવેજ બનાવ્યા, ખોટા શેર સર્ટિફિકેટ બનાવ્યા અને ખોટા એલોટમેન્ટ સુદ્ધા બનાવી નાખી ફરિયાદીને પોતાની જાળમાં ફસાવી દીધા અને લાખોનો ચુનો લગાવી દીધો.

ફરિયાદી ગોપાલભાઈ કારીયાને છેતરાયાનો અનુભવ ત્યારે થયો જ્યારે ગોપાલભાઈ પરિવાર સાથે રાજકોટ થી પોતાના ઘરનો સામાન લઈને અમદાવાદ ફ્લેટ પર કબજો લેવા માટે પહોંચતા ફ્લેટ પર બેંકનું સિલ લાગેલું હતું અને ગોપાલભાઈએ જે બ્લોકના નામથી ફ્લેટ બુક કરાવ્યો હતો તે બ્લોક જ નહોતો. ગોપાલભાઈ એ આસપાસના વ્યક્તિઓને પૂછતાં લોકોએ જણાવ્યું કે C-302 ની કોઈ વિંગ જ સોસાયટીમાં નથી ત્યારે ગોપાલભાઈ એ યગ્નેશ શાહ અને વિજય ઢાંચા ને સંપર્ક કરતા આ ઠગ ટોળકીએ ફ્લેટ વેચવામાં અમારાથી ભૂલ થઈ હોવાનું કહી થોડો સમય આપવાની વાત કરી હતી. ત્યારબાદ ગોપાલભાઈએ પૈસા પરત આપવાનું કહેતા યગ્નેશ શાહ એ પોતાના ઘરે બોલાવી પત્ની મારફતે અપહરણની ખોટી ફરિયાદ ઇસનપુરમાં કરાવી હતી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

એક આરોપી હાલ પોલીસની પકડમાં આવી ગયો છે પણ જેણે સમગ્ર કૌભાંડ આચર્યું હતું તે મુખ્ય આરોપી હાલ ફરાર છે. આ ટોળકીએ આવા એક નહિ પણ અનેક લોકોને અસ્તિત્વમાં ન હોય એવી મિલકત બતાવી લાખો રૂપિયાનો ચુનો લગાવ્યો હોવાની શંકા પોલીસ વ્યક્ત કરી રહી છે. જે તમામ હકીકતો આરોપીની પૂછપરછ દરમિયાન ખુલવા પામશે.

આ પણ વાંચોઃ Surat: પુણાગામમાં ફૂટપાથ પર સૂતી બાળકીનું અપહરણ-રેપ-હત્યાની ઘટના બાદ ઉઠતા પ્રશ્નો: ફૂટપાથ પર સુતા શ્રમજીવી પરિવારની બાળકીઓ કેટલી સુરક્ષિત?

આ પણ વાંચોઃ Surat : ઉનાળો શરૂ થતાં પાણીનો વપરાશ પણ વધ્યો, SMC એ જરુરિયાત પ્રમાણે દરેક વિસ્તારમાં પાણી પુરવઠો પહોંચાડવા કર્યુ આયોજન

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article