AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદમાં ફટાકડા ફેક્ટરી વિસ્ફોટની તપાસ માટે SITની રચના, જુઓ Video

અમદાવાદના વસ્ત્રાલમાં ફટાકડા ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ કેસની ગંભીરતાને પગલે અમદાવાદ પોલીસ કમિશનરે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરી છે.

Breaking News : અમદાવાદમાં ફટાકડા ફેક્ટરી વિસ્ફોટની તપાસ માટે SITની રચના, જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2026 | 8:38 PM
Share

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટના મામલે અમદાવાદ પોલીસે કાર્યવાહી તેજ કરી છે. આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ કમિશનરે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરી છે.

DCPની અધ્યક્ષતામાં કાર્યરત આ SITમાં DCP ઝોન-8, ACP S ડિવિઝન અને રામોલ પોલીસ ઇન્સ્પેક્ટર જેવા ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ SITને સમગ્ર ઘટનાક્રમની તલસ્પર્શી તપાસ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. ટીમ સુરક્ષા નિયમોના ભંગ, ગેરકાયદેસર કામગીરી, જવાબદારોની ભૂમિકા અને અન્ય તમામ પાસાઓની વિગતવાર તપાસ કરશે.

SITને માત્ર 10 દિવસમાં આ મામલે તપાસ અહેવાલ સુપ્રત કરવાની સૂચના આપવામાં આવી છે. આ તપાસમાં અત્યાર સુધી થયેલી ધરપકડો, ફેક્ટરીના લાયસન્સ, તેના સંચાલન અને અન્ય પુરાવાઓની પણ ઝીણવટભરી ચકાસણી કરવામાં આવશે. પોલીસનો હેતુ આ ઘટનામાં સંડોવાયેલા તમામ લોકોને ઝડપી પકડીને ભવિષ્યમાં આવા બનાવો ન બને તે સુનિશ્ચિત કરવાનો છે.

દુર્ઘટના બાદ તંત્રે ફેક્ટરી પર બુલડોઝર ફેરવી ગેરકાયદે બાંધકામનું ડિમોલિશન શરૂ કર્યું.

JCB સહિતના ભારે મશીનોની મદદથી ગેરકાયદે માળખાં તોડી પાડવામાં આવ્યા. આ કાર્યવાહી દરમિયાન સ્થાનિક તંત્ર અને AMCએ સંકલન કરીને સમગ્ર ઓપરેશન પૂર્ણ કર્યું.

અધિકારીઓએ જણાવ્યું કે આ માત્ર શરૂઆત છે. શહેરમાં ગેરકાયદે ચાલતી અન્ય ફટાકડા ફેક્ટરીઓની પણ તપાસ કરવામાં આવશે અને નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી હાથ ધરાશે.

આણંદના વાસદમાં બાળકીનું અપહરણ બાદ રેલવે ટ્રેક પરથી મૃતદેહ મળતા ચકચાર

Follow Us
8 મહિલાઓ સહિત 22 જણા દારુની પાર્ટી માણતા ઝડપાયા
8 મહિલાઓ સહિત 22 જણા દારુની પાર્ટી માણતા ઝડપાયા
દ્વારકાધીશના મંદિરના શિખર પર ત્રિરંગી ધજા લહેરાવાઈ, જુઓ Video
દ્વારકાધીશના મંદિરના શિખર પર ત્રિરંગી ધજા લહેરાવાઈ, જુઓ Video
બિન અનામતવર્ગના પરિવારના વિદ્યાર્થીઓ માટે CM ભૂપેન્દ્ર પટેલની જાહેરાત
બિન અનામતવર્ગના પરિવારના વિદ્યાર્થીઓ માટે CM ભૂપેન્દ્ર પટેલની જાહેરાત
વ્યાપાર, ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ, જુઓ રાશિફળ
વ્યાપાર, ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ, જુઓ રાશિફળ
દેવગઢ બારીયામાં DAP ખાતરની કાળા બજારીનો પર્દાફાશ, 400 થેલીઓ જપ્ત
દેવગઢ બારીયામાં DAP ખાતરની કાળા બજારીનો પર્દાફાશ, 400 થેલીઓ જપ્ત
મોટા સમાચાર: ગુજરાતમાં વાઘે પોતાની મુવમેન્ટની હદમાં કર્યો વધારો
મોટા સમાચાર: ગુજરાતમાં વાઘે પોતાની મુવમેન્ટની હદમાં કર્યો વધારો
કેચ ધ રેઈન અભિયાન સામે ભાજપના જ ધારાસભ્યે ઉઠાવ્યા સવાલો
કેચ ધ રેઈન અભિયાન સામે ભાજપના જ ધારાસભ્યે ઉઠાવ્યા સવાલો
સુરત સિવિલ આપઘાત કેસમાં ડૉ અનુજ એ પોલીસ સમક્ષ કર્યો ચોંકાવનારો દાવો
સુરત સિવિલ આપઘાત કેસમાં ડૉ અનુજ એ પોલીસ સમક્ષ કર્યો ચોંકાવનારો દાવો
કાલોલમાં પાણીના સંપમાંથી અવારનવાર કેમ મળી રહ્યા છે 'પશુના હાડકાં'?
કાલોલમાં પાણીના સંપમાંથી અવારનવાર કેમ મળી રહ્યા છે 'પશુના હાડકાં'?
કચ્છના ખાવડામાં 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
કચ્છના ખાવડામાં 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
g clip-path="url(#clip0_868_265)">