Ahmedabad : કોંગ્રેસ જિલ્લા પ્રમુખોની બેઠકમાં શક્તિસિંહે કરી સ્પષ્ટ વાત, સક્રિય ન હોય એ સ્વેચ્છાએ પદ પરથી ઉતરી જાય

કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ગુજરાત કોંગ્રેસની જવાબદારી સાંભળ્યાંને 2 મહીનાં જેટલો સમય વીતવા આવ્યો છે. નવા પ્રમુખે નવા સંગઠનને લઇ તજવીજ હાથ ધરી છે. કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયે જિલ્લા પ્રમુખો, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકામાં વિપક્ષ નેતાઓ સાથે બેઠક યોજી.

Ahmedabad : કોંગ્રેસ જિલ્લા પ્રમુખોની બેઠકમાં શક્તિસિંહે કરી સ્પષ્ટ વાત, સક્રિય ન હોય એ સ્વેચ્છાએ પદ પરથી ઉતરી જાય
| Edited By: | Updated on: Jul 31, 2023 | 3:54 PM

Ahmedabad : શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) ગુજરાત કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ બન્યા બાદ જિલ્લા પ્રમુખો અને સંગઠનના હોદ્દેદારો સાથે પ્રથમ બેઠક કરી હતી. જેમાં કોંગ્રેસના (Congress) ભવિષ્યના આયોજનો તેમજ નવા સંગઠનને લઈ ચર્ચા કરવામાં આવી. બેઠકમાં શક્તિસિંહ ગોહિલે સ્પષ્ટ કર્યું કે સંગઠનમાં સારું કામ કરનારને પ્રોત્સાહિત કરાશે જ્યારે નિષ્ક્રિય રહેનારને બહારનો રસ્તો બતાવાશે.

આ પણ વાંચો-Gujarati Video : દેવભૂમિ દ્વારકામાં એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ, પોલીસે તપાસ હાથ ધરી

ગુજરાત કોંગ્રેસની જવાબદારી મળ્યાને 2 વર્ષ થયા

કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ગુજરાત કોંગ્રેસની જવાબદારી સાંભળ્યાંને 2 મહીનાં જેટલો સમય વીતવા આવ્યો છે. નવા પ્રમુખે નવા સંગઠનને લઇ તજવીજ હાથ ધરી છે. કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયે જિલ્લા પ્રમુખો, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકામાં વિપક્ષ નેતાઓ સાથે બેઠક યોજી. સંગઠનમાં બદલાવો અને ભવિષ્યના આયોજનને લઈ બોલાવવામાં આવેલી આ બેઠકમાં શક્તિસિંહ ગોહિલે સ્પષ્ટ સંકેત આપ્યા કે જે સભ્યો સંગઠનમાં છે અને સક્રિય રીતે પોતાની ભૂમિકા નથી ભજવી રહ્યા એ સ્વેચ્છાએ પદ પરથી ઉતરી જાય. જિલ્લાના સંગઠનમાં સારી રીતે કામ કરતા લોકોને પ્રોત્સાહિત કરી મોટી જવાબદારી આપવામાં આવશે. જે કાર્યકરો પક્ષને સમર્પિત થઈ કામ કરે છે તેમને પાર્ટીમાં મહત્વ આપવામાં આવશે અને આગામી સમયમાં પાર્ટીમાં બદલાવ પણ આવશે.

જિલ્લા સંગઠનને મજબૂત કરવાની કરી વાત

પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે જાહેર બેઠકમાં જિલ્લા સંગઠનને મજબૂત કરવા અને લોકોને પડતી સમશયાઓ પર પદયાત્રાના કાર્યક્રમો આપવા સૂચના આપી. આ સિવાય જિલ્લા પ્રમુખોએ પ્રદેશ અધ્યક્ષ સાથે વન ટુ વન બેઠકો કરી જિલ્લા સંગઠનમાં કોણ કેવું કામ કરી રહ્યું છે? જિલ્લા સંગઠનમાં કેટલા બદલાવની જરૂર છે એ અંગે ચર્ચા કરાઈ. આ સિવાય પ્રદેશ કાર્યાલયથી કેવા સહકાર અને બદલાવની જરૂર એ અંગે પણ ફીડબેક મેળવ્યો હતો.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો