અમદાવાદના એસ. જી. હાઇવે પરના બેન્કવેટ હોલમાં ગરબાના આયોજન પર રેડ, પોલીસ ફરિયાદ દાખલ

|

Oct 09, 2021 | 7:29 AM

અમદાવાદમાં SG હાઈવે પર સ્થિત જુબિલેશન બેન્કવેટ હોલમાં ગેટ ટુ ગેધરના નામે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ખાનગી કંપની દ્વારા કરવામા આવેલા આયોજન પર પોલીસે રંગમાં ભંગ પાડતાં રેડ કરી હતી.

ગુજરાતમાં (Gujarat) કોરોનાના બે વર્ષ બાદ સરકારે શેરી ગરબાને(Garba)મંજુરી આપી છે. આ સમયે ક્લબ કે પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન પ્રતિબંધિત છે. છતાં પહેલા નોરતાની રાતે જ અમદાવાદમાં(Ahmedabad)SG હાઈવે પર સ્થિત જુબિલેશન બેન્કવેટ હોલમાં ગેટ ટુ ગેધરના નામે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ખાનગી કંપની દ્વારા કરવામા આવેલા આયોજન પર પોલીસે રંગમાં ભંગ પાડતાં રેડ કરી હતી. પોલીસે બાતમીની જગ્યાએ રેડ કરતાં ત્યાં રીતસર ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ખાનગી કંપની દ્વારા આયોજિત આ ગરબામાં સોલા પોલીસે રેડ પાડી હતી.

તેમજ આ પ્રકરણમાં જાહેરનામાનો ભંગ સહિતની કલમ હેઠળ કાર્યવાહી કરી છે. અને આયોજક કંપનીના મેનેજર, બેન્કવેટ હોલના મેનેજર સહિત ત્રણ વ્યક્તિ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

ઉલ્લેખનીય છે કે, નવરાત્રીને લઇને સરકારે રાત્રિ કર્ફ્યુમાં થોડીક છુટછાટ આપી છે. જેમાં નવરાત્રિને પગલે રાત્રિ કર્ફ્યુની સમયની અવધિ ઘટાડવામાં આવી છે. હવે 8 શહેરોમાં રાત્રી કર્ફ્યુ 12 થી સવાર ના 6 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે કર્ફ્યુમાં એક કલાકની છુટ આપવામાં આવી છે.

ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. જે અનુસાર કલબ પાર્ટી પ્લોટમાં ગરબા યોજવાની મંજૂરી આપવામાં નથી આવી.

આ પણ વાંચો : અમદાવાદ મનપાએ ત્રણ મહિનામાં 28 રિઝર્વ પ્લોટ પરથી દબાણો દૂર કરી પ્લોટ ખુલ્લા કર્યા

આ પણ વાંચો : અર્જૂન મોઢવાડીયાએ બિસ્માર હાઇવે અંગે ટ્વીટર પર વિડીયો પોસ્ટ કરી સવાલો ઉઠાવ્યા

Published On - 7:00 am, Sat, 9 October 21

Next Video