Olympic Tennis : અમદાવાદની Ankita Rainaને હાર મળતા, અંકિતાના પિતાએ કહ્યું તું હંમેશા પપ્પા ની વિજેતા દીકરી રહીશ

|

Jul 25, 2021 | 3:48 PM

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતની સાનિયા મિર્ઝા-અંકિતા રૈનાની જોડીને મળી હારનો સામનો કરવો પડ્યો હતો.અંકિતાની હાર બાદ તેનું મનોબળ વધારવા માટે તેના પિતાએ અંકિતાને મેસેજ કરીને પ્રોત્સાહન વધાર્યું હતું. જેમાં તેમણે કહ્યું કે તું ભલે આ મેચ હારી ગઈ હોય પણ તું હંમેશા પપ્પા ની વિજેતા દીકરી રહીશ.

Olympic Tennis : અમદાવાદની Ankita Rainaને હાર મળતા, અંકિતાના પિતાએ કહ્યું તું હંમેશા પપ્પા ની વિજેતા દીકરી રહીશ
Sania Mirza Ankita Raina knocked out of Tokyo Olympics womens doubles tennis

Follow us on

Olympic Tennis : પહેલીવાર ઓલિમ્પિક(Olympic) માં ક્વોલિફાય કરનાર અમદાવાદની સ્ટાર ટેનિસ પ્લેયર અંકિતા રૈનાને વુમન્સ ડબલ્સ ટેનિસના નોક આઉટ રાઉન્ડમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે જેને કારણે અંકિતા રૈના અને સાનિયા મિર્ઝા (Sania Mirza) ની જોડીના ઓલિમ્પિક(Olympic) અભિયાનનો અંત આવ્યો છે.

જો કે અમદાવાદની અંકિતા રૈના (Ankita Raina)એ ઓલિમ્પિક(Olympic) માટે ક્વોલિફાય કર્યું તે જ ગુજરાત માટે ગર્વની વાત છે. આ પ્રસંગે અંકિતા રૈનાના પિતા રવીન્દ્રકુમાર રૈના (ravinder kishen raina)એ કહ્યું કે અંકિતા એ ઓલોમ્પિકના નોક આઉટ રાઉન્ડમાં જીત મેળવવા તમામ પ્રયત્ન કર્યા પરંતુ તેમના વિપક્ષી યુક્રેનની જુડવા બહેનો પાસે બહોળો અનુભવના કારણે ભારતની બંને ખેલાડીઓને નજીવા પોઇન્ટથી થઈ છે. સાથે જ કોરોના કાળમાં અંકિતા વધારે પ્રેક્ટિસ કરી શકી નથી આ પણ અંકિતાની હાર માટેનું એક મહ્ત્વનું કારણ છે.

શરૂઆતના રાઉન્ડમાં અંકિતા અને સાનિયાની જોડીએ 6-0 થી બઢત લીધા બાદ વિપક્ષી ટીમની ખેલાડી દ્વારા પલટવાર કરવામાં આવ્યો હતો જેમાં બીજા રાઉન્ડમાં ગેમ પોઇન્ટ થી તેમનો વિજય થતા યુક્રેનની જુડવા બહેનોનો આત્મવિશ્વાસ સાતમા આસમાને પહોંચી ગયો હતો. અને ત્રીજો રાઉન્ડ તેમને 2 પોઇન્ટની લીડ લઈ 8-10 થી જીતી લીધો હતો.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

અંકિતા ની હાર બાદ તેનું મનોબળ વધારવા માટે તેના પિતા દ્વારા અંકિતાને વોટ્સએપ પર મેસેજ કરીને પ્રોત્સાહન વધાર્યું

અંકિતા ની હાર બાદ તેનું મનોબળ વધારવા માટે તેના પિતા દ્વારા અંકિતાને વોટ્સએપ પર મેસેજ કરીને પ્રોત્સાહન વધાર્યું હતું. જેમાં તેમણે લખ્યું હતું કે તું ભલે આ મેચ હારી ગઈ હોય પણ તું હંમેશા પપ્પા ની વિજેતા દીકરી રહીશ. રમતમાં હાર-જીત નિશ્ચિત હોય છે એટલે ખરાબ રમતો ને ભૂલીને ભવિષ્યમાં આવનારી રમતો પર ધ્યાન કેન્દ્રીત કરવું જરૂરી છે.

અંકિતા રૈના(Ankita Raina)ની ટેનિસ પ્રત્યે લગાવ વિશે વાત કરતા રવીન્દ્રકુમાર રૈના (ravinder kishen raina)એ કહ્યું કે અંકિતા જ્યારે 4 વર્ષની હતી ત્યારે તે તેના ભાઈની સાથે ટેનિસ કલબમાં જોવા માટે જતી હતી તે દરમ્યાન રેકેટ હાથમાં લઈને તે રમત કરતી હતી ત્યારથી તેને ટેનિસમાં રુચિ આવવા લાગી હતી અને જેમ જેમ ટેનિસમાં રુચિ વધતી ગઈ ઘરના તમામ સભ્યો તેને રમતમાં સપોર્ટ કરતા ગયા અને આજે અંકિતા આ સ્થાને પહોંચી છે જેમાં તેણે ઓલિયમ્પિક(Olympic)માં ક્વોલિફાય કરીને ગુજરાતનું નામ રોશન કર્યું છે. જે ગુજરાત માટે ગર્વ લેવા જેવી વાત છે.

આ પણ વાંચો :Hou Zhihui: ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીત્યા બાદ પણ ચીન કેમ રોંદણા રોઈ રહ્યું છે, જાણો

આ પણ વાંચો :‘ગુજરાતનું ગૌરવ’: અમદાવાદની Ankita Raina ટોક્યિો ઓલમ્પિકમાં સાનિયા મિર્ઝા સાથે ઉતરશે મેદાનમાં

Published On - 3:10 pm, Sun, 25 July 21

Next Article