સાણંદના જુવાલ ગામમાં પાણી ન આવતા મહિલાઓ સરપંચના ઘરે રજૂઆત કરવા પહોંચી અને મામલો બાવળા પોલીસ સ્ટેશન પહોંચ્યો

|

Jul 09, 2022 | 4:42 PM

રાત્રે 2 વાગે પાણી આપવામાં આવે છે. જોકે તેમ છતાં તેઓને પાણી મળતું નથી. જેથી શુક્રવારે રાત્રે ગ્રામજનો અને મહીલાઓ સરપંચનાં ઘરે પીવાનું પાણી આપવાની રજુઆત કરવા માટે પહોંચ્યા હતાં.

સાણંદના જુવાલ ગામમાં પાણી ન આવતા મહિલાઓ સરપંચના ઘરે રજૂઆત કરવા પહોંચી અને મામલો બાવળા પોલીસ સ્ટેશન પહોંચ્યો
Sanands Juwal village women

Follow us on

મહિલા સરપંચના પતિએ અપશબ્દો બોલી પાણી નહીં આવે તેમ કહેતાં મહિલાઓ બાવળા પોલીસ મથકે પહોંચી

અમદાવાદ (Ahmedabad) જિલ્લાના સાણંદ (Sanand) તાલુકાનાં જુવાલ ગામમાં પીવાનું પાણી (Water) ઘણા સમયથી નહીં મળતાં ગામની મહીલાઓ અને ગ્રામજનો શુક્રવારે મોડી રાતે સરપંચનાં ઘરે રજુઆત કરવા પહોંચ્યા હતા. જ્યાં સરપંચનાં પતિ દ્વારા મહિલાઓને ગાળો બોલીને અપશબ્દો બોલીને પાણી નહીં મળે પેશાબ પીવો તેમ કહેતા મામલો બીચકયો. અને મહીલાઓ અને ગ્રામજનો બાવળા પોલીસ સ્ટેશને તેમનાં વિરૂદ્ધ ફરીયાદ આપવા પહોંચ્યા હતાં. જ્યાં બાવળા પોલીસે મહિલાઓ ની અરજી લઇને તપાસ હાથ ધરી છે.

અરજીમાં અરજદારે ઉલ્લેખ કર્યો છે કે સાણંદ તાલુકાનાં જુવાલ ગામમાં ઘણા સમયથી પીવાનું પાણી આપવામાં આવતું નથી. અને જો પાણી આવે તો રાત્રે 2 વાગે પાણી આપવામાં આવે છે. જોકે તેમ છતાં તેઓને પાણી મળતું નથી. જેથી શુક્રવારે રાત્રે ગ્રામજનો અને મહીલાઓ સરપંચનાં ઘરે પીવાનું પાણી આપવાની રજુઆત કરવા માટે પહોંચ્યા હતાં.

ગામની મહિલાઓએ જણાવ્યું હતું કે ગામમાં પીવાનું પાણી બોરમાંથી આપવામાં આવે છે. સાથે મહિલાઓનો  એ પણ આક્ષેપ હતો કે ગામનાં મહિલા સરપંચ છાયાબેન સંજયભાઈ મકવાણા દ્વારા દ્વેષ ભાવના રાખવામાં આવે છે. રાત્રે 8 વાગ્યાની જગ્યાએ રાત્રે 2 વાગે પાણી અપાય છે. તો મોટે ભાગે પાણી આપવામાં આવતું નથી. જેના કારણે ભારે મુશ્કેલી પડી રહી છે. જેથી પીવાનું પાણી નહીં મળતાં ગ્રામજનો કંટાળી ગયા છે. જેની અવાર-નવાર  રજુઆત પણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો

પરંતુ રજુઆતનો કોઈ ઉકેલ નહીં આવતાં શુક્રવારે રાત્રે ગ્રામજનો અને મહીલાઓ મોટી સંખ્યામાં સરપંચના ઘરે રજુઆત કરવા પહોંચ્યા હતાં. જ્યાં રજુઆત કરવા ગયેલી મહિલાઓ મહિલા સરપંચના ઘરે પહોચ્યા ત્યારે તેમના ઘરે સરપંચનાં પતિ અને તેમનાં ઘરનાં સભ્યો હાજર હતા. જ્યાં મહિલાઓએ રજુઆત કરી.જોકે મહિલાઓને અપશબ્દો બોલી ગાળો બોલીને અપમાનીત કરીને કહેવાયું  કે તમારાથી જે થાય તે કરી લો અમારી મરજી થશે ત્યારે પાણી મળશે. અને કોઈ દિવસ પાણી નહીં આવે. જો પીવું હોય તો પેશાબ પીવો તેવી અભદ્ર વાણી ઉચ્ચારતા મામલો બીચકયો. જેથી ગ્રામજનો અને મહિલાઓ મોટી સંખ્યામાં મોડી રાતે બાવળા પોલીસ સ્ટેશને સરપંચ છાયાબેન તેમના પતિ સંજયભાઈ, સરપંચનાં જેઠ મેહુલભાઈ વિરુદ્ધ ફરીયાદ આપવા પહોંચ્યા હતાં. જ્યાં બાવળા પોલીસે અરજી લઇ તપાસ હાથ ધરી છે.

રજુઆત કરવા આવેલી મહિલાઓનો એ પણ આક્ષેપ હતો કે પહેલાના સરપંચ મહિલા જ હતા પણ તે સમયે ત્રણ વિસ્તારમાં પાણીની કોઈ સમસ્યા ન હતી. પણ નવા સરપંચ આવ્યા બાદ આ સમસ્યા આવી છે. સાથે એ પણ આક્ષેપ હતો કે નવા સરપંચને તેમના વિસ્તાર માંથી ઓછા વોટ મળ્યા હોવાથી તેમની સાથે ઓરમાયું ભર્યું વર્તન રાખી તેઓને પાણી આપવામાં નથી આવી રહ્યું. જેથી ગ્રામજનો માં નવા સરપંચને લઈને નારાજગી વ્યાપી છે.

Published On - 4:37 pm, Sat, 9 July 22

Next Article