અમદાવાદમાં રેસિડેન્ટ ડૉક્ટરોની હડતાળને કારણે ખોરવાઈ ઈમરજન્સી સેવા, અનેક ગંભીર દર્દીઓ સારવાર માટે રઝળ્યા 

|

Sep 02, 2024 | 6:57 PM

અમદાવાદમાં બીજે મેડિકલ કોલેજમાં રેસિડેન્ટ્સ તબીબો ફરી હડતાળ પર જતા અનેક દર્દીઓ રઝળ્યા. ઈમરજન્સી સેવા ખોરવાતા દર્દીઓને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો. OPD અને ઇમર્જન્સી સેવામાં દર્દીઓને સારવાર માટે આગળના દિવસોની તારીખ આપવામાં આવી રહી છે પરંતુ સારવાર ન અપાઈ. 

અમદાવાદમાં સ્ટાઈપેન્ડ મુદ્દે આજથી રેસિડેન્ટ્સ તબીબો ફરી હડતાળ પર ઉતર્યા છે. રેસિડેન્ટસ તબીબોને અપાતા સ્ટાઈપેન્ટનો વધારો દર ત્રણ વર્ષને બદલે 5 વર્ષે કરવામાં આવતા તબીબોમાં રોષ છે. જ્યારે બીજી તરફ તેઓ સ્ટાઈપેન્ડમાં 40 ટકાનો વધારો માગી રહ્યા છે. હાલ અમદાવાદ શહેરની 6 સરકારી હોસ્પિટલ,  મનપા અને GMERS હોસ્પિટલના 1500 જેટલા રેસિડેન્ટ્સ તબીબો હડતાળ પર જતા દર્દીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો.

સ્ટાઇપેન્ડ મુદ્દે આજથી રેસિડન્ટ ડોક્ટર્સ હડતાળ પર

જુનિયર ડૉક્ટર એસોસિયેશન દ્વારા રાજ્યભરની હોસ્પિટલોમાં હડતાલનું એલાન કરાયુ છે. હાલ ઈમરજન્સી સેવા ખોરવાતા દર્દીઓને પરેશાની વેઠવાનો વારો આવ્યો. રેસિડેન્ટ્સની હડતાળને પગલે ઈમરજન્સી સેવાઓ પણ બંધ રાખવામાં આવી છે અને 10 હજાર જેટલી ઓપીડી પણ રદ થઈ છે. OPD અને ઈમરજન્સી સેવામાં દર્દીઓને સારવાર માટે તારીખ આપવામાં આવી રહી છે. સારવાર ન મળતા કલાકો સુધી દર્દીઓ રઝળતા રહ્યા હતા. ઠેર ઠેર પૂછપરછ માટે દર્દીના સ્વજનો અટવાયા હતા.  આવશ્યક સેવાઓમાં સમાવેશ હોવા છતાં રેસિડન્ટ ડૉક્ટર્સની હડતાળને કારણે દૂર દૂરથી સારવાર માટે આવેલા દર્દીઓ હેરાન પરેશાન થયા હતા.

1500 જેટલા રેસિડન્ટ ડોક્ટર્સ હડતાળ પર જતા દર્દીઓને હાલાકી

અસારવા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો લાગી. કલાકો સુધી લોકો કતારોમાં ઉભા છે. સરકારી ભરતીમાં રજૂ કરવાનું ફિટનેસ સર્ટીફિકેટ રજૂ કરવા માટે ફિટનેસ સર્ટી લેવા આવનાર યુવાનોને પણ નિરાશાનો સામનો કરવો પડ્યો હતો. દર્દીઓ હાલ તો ડૉક્ટરને બદલે ભગવાન ભરોસે છે.

જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન
લીલી વસ્તુ 'ચા'ને બનાવશે આ બીમારીની દવા
અભિનેત્રી શિલ્પા શેટ્ટીની મોટી મુસીબતનો આવ્યો અંત, જાણો શું છે આખો મામલો
શ્વાસ લેવા બરાબર છે તમારા શરીર માટે આ વિટામિન, દેશમાં 47 ટકા લોકોમાં છે કમી
Bigg Boss 18 : ગુજરાતી મોડલ અદિતિ મિસ્ત્રી બિગ બોસમાં છવાઈ, જુઓ ફોટો

આ  તરફ રેસિડેન્ટ્સ તબીબો તેમની માગને લઈને અડગ છે. તેમનો આક્ષેપ છે કે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આપેલા વચનોનું પાલન નથી કર્યુ. રેસિડેન્ટ્સનું કહેવુ છે કે અમારે પૈસા નથી જોઈતા, આ લડાઈ પૈસા માટેની નથી. ટેક્સ ફ્રી 1 લાખની આ રકમ સામે અમે 30 લાખ રૂપિયાની ફી પણ ભરી છે.  રેસિડેન્ટ્સનું કહેવુ છે કે હડતાળને કારણે દર્દીઓ હેરાન થાય છે. તેના માટે અમે જવાબદાર નથી. સિનિયર ફેકલ્ટીને કામ કરવુ પડે છે એટલે અમારા પર દબાણ કરાય છે. જો કે આ રેસિડેન્ટ્સ તબીબોએ હવે ફેરવી તોળ્યુ છે. દર વર્ષના બદલે હવે તેઓ 3 વર્ષે 40 ટકા વધારાની માગણી પર આવ્યા છે.

ગુજરાતમાં 1 લાખથી વધુ સ્ટાઈપેન્ડ છતાં વધારો કરવા માંગ

હાલ દેશમાં સૌથી વધુ સ્ટાઈપેન્ડ આપનારા રાજ્યોમાં ગુજરાત સામેલ છે. અન્ય રાજ્યોમાં 40 હજારથી 70 હજાર સ્ટાઈપેન્ડ મળે છે. હાલ ગુજરાતમાં 1 લાખથી વધુ સ્ટાઈપેન્ડ મળે છે છતા વધારો કરવાની માગ હડતાળિયા તબીબો કરી રહ્યા છે. હજુ 40 % વધારો આપવાના નામ પર સરકારનું નાક દબાવવાની પ્રેશર ટેકનિક અપનાવાઈ રહી છે. પોલીસ, ફાયર અને આર્મીની જેમ તબીબી સેવાઓ પણ આવશ્યક સેવામાં ગણાય છે. પોલીસ અને ફાયર વિભાગની પણ અનેક માગણીઓ હોવાછતા તેઓ હડતાળ નથી કરી શક્તા તો ડૉક્ટરો ક્યારેય હડતાળ ન કરી શકે તે મુદ્દે દર્દીઓના હિતમાં PIL કરવાની પણ માગ ઉઠી છએ.

આ તરફ ઈમરજન્સી સેવા ખોરવાતા દર્દીઓ પારાવાર પરેશાન થઈ રહ્યા છે. ત્યારે સૌથી મોટો સવાલ એ જ છે કે દર્દીઓની સારવારના ભોગે શા માટે હડતાળ કરવામાં આવે છે. દેશમાં ગુજરાત સૌથી વધુ સ્ટાઈપેન્ડ આપનારુ રાજ્ય છે છતા હડતાળ કેમ તેવો સવાલ ઉઠી રહ્યો છે. 1 લાખથી વધુ રકમનું સ્ટાઈપેન્ડ મળવા છતા બબાલ કેમ કરાઈ રહી છે. આવશ્યક સેવાઓમાં સામેલ હોવા છતા તબીબો હડતાળ કેવી રીતે પાડી શકે, કેમ આ તબીબો તેમના અંગત હેતુ સિદ્ધ કરવા માટે તેમની ફરજને બાજુ પર મુકી રહ્યા છે. જે તબીબોની સરખામણી ઈશ્વર સાથે કરવામાં આવે છે, જેમને ઈશ્વરનું રૂપ ગણવામાં આવે છે એ તબીબો અંગત હેતુ માટે દર્દીઓની સારવારના ભોગે આટલા સ્વાર્થી કેવી રીતે બની શકે તે પણ મોટો સવાલ છે.

Published On - 6:01 pm, Mon, 2 September 24

Next Article