ધોરણ-10-12 પછી શું કરશો? કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીનું પુસ્તક તમામ સવાલોના જવાબ આપશે

|

Jun 16, 2022 | 5:55 PM

પુસ્તકમાં ધોરણ 12 પછી ૧૫૦થી વધુ કોર્સની વિગતવાર માહિતી આવરી લેવામાં આવી છે. આ ઉપરાંત રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી શિક્ષણ લક્ષી વિવિધ સ્કીમનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ધોરણ-10-12 પછી શું કરશો? કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીનું પુસ્તક તમામ સવાલોના જવાબ આપશે
book Release

Follow us on

ધોરણ-10-12 ના પરિણામો જાહેર થઈ ચુક્યા છે ત્યારે વિદ્યાર્થી – વાલીઓને સચોટ અને સરળ માર્ગદર્શનની વિશેષ જરૂરિયાત ઊભી થઈ છે. કોંગ્રેસ (congress) પક્ષ દ્વારા ગુજરાતના વિદ્યાર્થીઓને પુરતું માર્ગદર્શન મળે અને તેમની કારકિર્દી (career) ઉજ્જવળ બને તે માટે સતત ૧૭મા વર્ષે કોંગ્રેસ પક્ષના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી સંપાદિત “કારકિર્દીના ઊંબરે”  ધોરણ 12 પછી શું? કારકિર્દી માર્ગદર્શન પુસ્તક (book) નું વિમોચન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા સુખરામ રાઠવા સહિત વરિષ્ઠ આગેવાનો હસ્તે રાજીવ ગાંધી ભવન ખાતે કરવામાં આવ્યું.

કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડોક્ટર મનીષ દોશી દ્વારા અને તેમની ટીમ દ્વારા તૈયાર કરાયેલ કારકિર્દીના ઊંબરે પુસ્તકમાં ધોરણ 12 પછી ૧૫૦થી વધુ કોર્સની વિગતવાર માહિતી આવરી લેવામાં આવી છે આ ઉપરાંત રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી શિક્ષણ લક્ષી વિવિધ સ્કીમ નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે મહત્વનું છે કે ધોરણ 12 બાદ શું કરવું તેને લઈને અનેક વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માં મૂંઝવણ હોય ત્યારે આવા પ્રકારની માહિતીઓ પુસ્તક તેમને ખૂબ મદદરૂપ હોય છે.

આ પ્રસંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે ડો. મનીષ દોશી અને તેમની ટીમના ભરપૂર વખાણ કરી તેમને અભિનંદન પાઠવ્યા હતા અને આવા પ્રકારની માહિતી સાથેના પુસ્તક નું મહત્વ સમજાવ્યું હતું સાથે સાથે જ કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ પણ ડોક્ટર મનીષ દોશી ને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે તેઓ જ્યારે વિધાનસભામાં હતા ત્યારે અનેક લોકો ની સાથે સાથે સચિવાલયના વરિષ્ઠ સચિવો પણ પુસ્તકની માંગણી કરતા હતા એટલું જ નહીં વરિષ્ઠ નેતા સિદ્ધાર્થ પટેલે અભિનંદન પાઠવતા કહ્યું કે માત્ર નેતા રાજનેતાઓ જ નહીં પરંતુ ખ્યાતનામ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર દ્વારા પણ આવા પ્રકારની માહિતી સભર પુસ્તકોની માંગ કરવામાં આવે છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

મનિષ દોશીને અભિનંદન પાઠવતા વિધાનસભામાં વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ કહ્યું કે તેઓ જે આંતરિયાળ વિસ્તારમાંથી આવે છે ત્યાં શિક્ષણનો ખૂબ જ અભાવ છે આ માટે તેમને અમુક શિક્ષણ મેળવ્યા બાદ શું કરવું તેની ચોક્કસ માહિતી હોતી નથી ત્યારે મનીષ દોશી લિખિત પુસ્તક કારકિર્દીના ઊંબરે વિદ્યાર્થીઓને ખૂબ જ મદદરૂપ બની રહે છે.

આ સાથે જ કોંગ્રેસના મુખ્ય પ્રવકતા મનિષ દોશીએ જણાવ્યું કે 17 વર્ષ દરમિયાન અનેક વાલીઓ અને વિદ્યાર્થીઓ ના પુસ્તકો આપવામાં આવ્યું જ્યારે આ વર્ષે પણ બે લાખથી વધુ વિદ્યાર્થીઓને સીધા વોટસઅપ મારફતે આ પુસ્તકની કોપી મોકલી આપવામાં આવશે તેની સાથે સાથે આ પુસ્તક www.careerpath.info તથા ww.incgujarat.com પર પણ મૂકવામાં આવ્યું છે.

Next Article