Rathyatra 2022 : ભગવાન જગન્નાથજીની રથયાત્રા 101 ટેબ્લો સાથે દિલ્હી દરવાજા પહોંચી

| Edited By: | Updated on: Jul 01, 2022 | 4:49 PM

અમદાવાદમાં અષાઢી બીજના પવિત્ર દિવસે સવારે જગન્નાથ મંદિરથી " જય જગન્નાથ" ના ઉદઘોષ સાથે નીકળેલી રથયાત્રાના(Rathyatra 2022) પ્રારંભ સમયે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા.

અમદાવાદમાં(Ahmedabad)  રથયાત્રા (Rathyatra 2022) પરત ફરી રહી છે ત્યારે ગજરાજ શાહપુર દરવાજા પહોંચ્યા છે. આ ઉપરાંત ટેબ્લો પણ પરત આવી રહ્યા છે. ટેબ્લો દિલ્હી ચકલા(Delhi Chakla)  પહોંચ્યા છે. રથયાત્રામાં કોઈ અસામાજિક તત્વો ગેરકાયદે પ્રવૃતી ન કરે તે માટે પોલીસ સતત ચોકસાઈ દર્શાવી રહી છે. રથયાત્રાનું આગમન થાય તે પહેલાં રંગીલા પોલીસ ચોકીથી BSF અને RAF તથા ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ કરાઈ રહ્યું છે.રથયાત્રામાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ડ્રોન, હેલિકોપ્ટર અને તરકસ એપ્લિકેશન દ્વારા સતત મોનિટરિંગ કરાઈ રહ્યું છે.અષાઢી બીજના પવિત્ર દિવસે સવારે જગન્નાથ મંદિરથી ” જાય જગન્નાથ” ના ઉદઘોષ સાથે નીકળેલી રથયાત્રાના પ્રારંભ સમયે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ મુખ્યમંત્રી સાથે તેમના ડેશ બોર્ડ રૂમથી સમગ્ર યાત્રાના વિડિયો ફૂટેજનું નિરીક્ષણ કરી, સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી હતી

હર્ષ સંઘવી ફરી એકવાર દરિયાપુરથી યાત્રામાં જોડાશે

આ  તમામ વ્યવસ્થાઓ બાબત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને માહિતગાર કર્યા હતા. રથયાત્રા નિર્ધારિત સમયાનુસાર અને સુચારુ રીતે ચાલી રહી છે ત્યારે પ્રત્યક્ષ નિરીક્ષણ કરવા ગૃહ રાજ્યમંત્રી  હર્ષ સંઘવી ફરી એકવાર દરિયાપુરથી યાત્રામાં જોડાશે જાય જગન્નાથનો જય ઘોષ કરશે. જગતના નાથ ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રા સાથે મોસાળમાં પહોંચ્યા છે.બે વર્ષ બાદ રથયાત્રા યોજાતા મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યાં છે અને જય રણછોડ, માખણ ચોરના નારા લગાવ્યાં હતા.મોસાળમાં થોડી વાર વિરામ કરીને ભગવાન નિજમંદિર તરફ રવાના થયા છે.

Published on: Jul 01, 2022 04:35 PM