Rathyatra 2021 : રથયાત્રાને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયારીઓ પુરજોશમાં

|

Jul 05, 2021 | 2:58 PM

હાલમાં રથયાત્રાને લઈને આ કામગીરી કરવામાં આવી રહી છે. પણ જો રથયાત્રાને મંજૂરી ન મળી તો લોકોને તે સુવિધાનો લાભ મળશે.

Rathyatra 2021 : રથયાત્રાને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયારીઓ પુરજોશમાં
રથયાત્રાને લઈને તૈયારીઓ

Follow us on

144મી રથયાત્રા નીકળશે કે નહીં તેને લઈને અસમંજસ છે. જોકે AMC દ્વારા તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. રથયાત્રા રૂટ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી ચાલી રહી છે. જેમાં ફૂટપાથ રીપેરીંગ, રસ્તાનું પેચવર્ક, ગટરના ઢાંકણા બદલવા, લાઈટ બદલવી તેમજ જર્જરીય ભય જનક મકાન ને લઈને કામગીરી સહિત વિવિધ કામગીરી કરાઈ રહી છે.

જો રથયાત્રા નીકળે તો કોઈ સમસ્યા ન સર્જાય તે પ્રકારે AMCએ આ કામગીરી શરૂ કરી છે. તો સાથે જ ડિવાઈડર પર કલર પણ કરવામાં આવી રહ્યા છે. Amc દ્વારા રથયાત્રાના 10.27 કિલો મીટરના પુરા રૂટ પર આ કામ ચાલુ કર્યું છે.

મહાનગરપાલિકા દ્વારા કરાયેલ કામગીરીની વાત કરવામાં આવે તો ફૂટપાથ રીપેરીંગમાં 1380 મીટરની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. 980 મીટરની કામગીરી ચાલુ છે. કુલ 2300 મીટર કામગીરી કરાશે.મશીનહોલ રેઝિંગ કામમાં 51 કામ પૂર્ણ થયા છે. ચાલુ કામ 34 એમ કુલ 83 કામ થશે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

તો પેચવર્કમાં ચોરસ મીટરમાં 7747 મીટર પૂરું થયું છે જયારે 1715 ચોરસ મીટરમાં કામ ચાલુ છે. આમ કુલ 9462 નું પેચવર્ક થશે. તેમજ ભૂવાઓ પડ્યા હોય કે પાણીની કે ગટર લાઈનમાં સમસ્યા હોય તો તે પણ દૂર કરાઇ રહી છે. આમ રથયાત્રાને લઈને amc દ્વારા વિશેષ ધ્યાન અપાઈ રહ્યું છે.

આમ હાલમાં રથયાત્રાને લઈને આ કામગીરી કરાઈ રહી છે. પણ જો રથયાત્રાને મંજૂરી ન મળી તો લોકોને તે સુવિધાનો લાભ મળશે. એટલે કે જે કામગીરી પર હાલ સુધી યોગ્ય ધ્યાન અપાતું ન હતું તે કામ હાલમાં રથયાત્રાને લઈને પુરજોશમાં ચાલી રહ્યું છે.આ કામને લઈને લોકોમાં અનેક પ્રશ્ન થયા છે કે સામાન્ય દિવસોમાં જો આ રીતે ધ્યાન અપાય તો દરેક નાગરિકને યોગ્ય સુવિધા હમેશા મળી રહે.

Published On - 2:50 pm, Mon, 5 July 21

Next Article