Rath Yatra LIVE : રથયાત્રામાંખીચડાના પ્રસાદનું છે અનેરું મહત્વ, જાણો TV-9 પર
Rath Yatra LIVE : રથયાત્રામાં ખીચડાના પ્રસાદનું અનેરું મહત્વ છે. દર વર્ષ 3થી 4 હજાર જેટલો ખીચડો બનાવવામાં આવે છે. પરંતુ આ વર્ષ 500થી 700 કિલો ખીચડો બનાવવામાં આવ્યો છે.
Rath Yatra LIVE : 144મી રથયાત્રાને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. રથયાત્રા પહેલા ભગવાન ખીચડો ધરાવવવમાં આવે છે. ભગવાનને રથયાત્રા પહેલા આંખ આવેલી હોય છે. જેનાથી સાજા થવા માટે ખીચડો ધરાવવામાં આવે છે.
આ વર્ષે કોરોના મહામારીને કારણે ખીચડાના પ્રમાણમાં ઘટાડો કરવામાં આવ્યો છે. દર વર્ષે 3000 થી 4000 કિલો ખીચડો બનાવવામાં આવતો હોય છે. પરંતુ આ વર્ષે 500થી 700 કિલો ખીચડો બનાવવામાં આવ્યો છે. આ વર્ષે ખીચડો બનાવવામાં 30 ડબા ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે પહેલા 90 ડબા ઘીનો ઉપયોગ થતો હતો.
Published on: Jul 12, 2021 05:15 AM
