Asaram News: બળાત્કારના દોષિત આસારામને 6 મહિનાના મળ્યા જામીન, પીડિતા પક્ષે બીમારી પર ઉઠાવ્યા સવાલ

બળાત્કારના કેસમાં આજીવન કારાવાસ ભોગવી રહેલા આસારામને ગુજરાત હાઈકોર્ટે છ મહિનાના વચગાળાના જામીન આપ્યા છે. ગુજરાત હાઈકોર્ટમાં આસારામની જામીન અરજી પર સુનાવણી દરમિયાન સરકાર અને પીડિતા પક્ષની વકીલોએ તેમની દલીલો રજૂ કરી હતી. જે બાદ કોર્ટે આસામરામની જામીન અરજી મંજૂર કરી.

Asaram News: બળાત્કારના દોષિત આસારામને 6 મહિનાના મળ્યા જામીન, પીડિતા પક્ષે બીમારી પર ઉઠાવ્યા સવાલ
| Updated on: Nov 06, 2025 | 5:31 PM

ગુજરાત હાઈકોર્ટે બળાત્કારના કેસમાં જેલમાં રહેલા આસારામને છ મહિનાની જામીન અરજી મંજૂર કરી છે. જોધપુર કોર્ટના નિર્ણયના આધારે આસારામે ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. અરજી પર સુનાવણી કરતા ગુજરાત હાઈકોર્ટે આસારામને જામીન આપ્યા હતા. ગુજરાત હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ, આસારામ ફરી એકવાર જેલમાંથી બહાર આવી શકશે. કોર્ટે આસારામની ખરાબ તબિયતના ગ્રાઉન્ડ પર કોર્ટે આ જામીન ગ્રાહ્ય રાખ્યા છે. કોર્ટે આસારામને છ મહિના માટે જામીન આપ્યા છે.

ગુજરાત હાઈકોર્ટમાં શું થયુ?

ગુજરાત હાઈકોર્ટમાં આસારામના પક્ષ તરફથી જણાવાયુ હતું કે જોધપુર કોર્ટે આસારામને છ મહિના માટે જામીન આપ્યા હતા. તેઓ હૃદયની બીમારીથી પીડાય છે. આસારામ 86 વર્ષના છે અને તેમને તબીબી સારવારનો અધિકાર છે. જો અપીલની સુનાવણી છ મહિનામાં પૂર્ણ ન થાય, તો તેઓ ફરીથી જામીન માટે અરજી કરી શકશે. ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું હતું કે જોધપુર હાઈકોર્ટે આસારામની તબીબી સ્થિતિને કારણે આસારામને જામીન આપ્યા હતા, આથી જ ગુજરાત હાઈકોર્ટ પણ તેનાથી અલગ વલણ અપનાવી ન શકે. જો રાજસ્થાન સરકાર આ જામીનને પડકારે છે, તો ગુજરાત સરકાર પણ તેમ કરી શકશે.

સરકારે કોર્ટમાં શું કહ્યું?

રાજ્ય સરકારે હાઈકોર્ટમાં જણાવ્યું હતું કે જો જોધપુર જેલમાં પૂરતી તબીબી સુવિધાઓનો અભાવ હોય, તો તેમને સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરી શકાય છે. પીડિતાના વકીલે જણાવ્યું હતું કે આવી પરિસ્થિતિઓમાં પણ, આસારામ અમદાવાદ, જોધપુર, ઇંદોર અને અન્ય સ્થળોએ મુસાફરી કરી રહ્યા છે. તેમને ક્યારેય હોસ્પિટલમાં લાંબા ગાળાની સારવાર મળી નથી. તેઓ ઋષિકેશથી મહારાષ્ટ્ર ગયા છે. જોધપુરમાં આયુર્વેદિક સારવાર ચાલુ છે, અને તેમને કોઈ ફરિયાદ નથી.

સુરતમાં પતિએ વટાવી તમામ હદ, ફોરેસ્ટ ઓફિસર પત્નીની જાસૂસી માટે પતિએ કારમાં લગાવ્યુ GPS ટ્રેકર

Published On - 5:30 pm, Thu, 6 November 25