Ramnavmi 2023: ઇસ્કોન મંદિરમાં ઉજવાશે રામ નવમીનો તહેવાર, જાણો સમગ્ર વિગતો

|

Mar 29, 2023 | 11:47 PM

મંદિરમાં સતત 12 કલાક હરે કૃષ્ણ મહામંત્રની ધૂન પર કીર્તન કરવામાં આવશે અને સાંજે 7.30કલાકે 4દિવસ થી ચાલુ રામ કથાની પુર્ણાહુતી પણ થશે. રામ નવમીના તહેવાર નિમિત્તે મંદિર સંપૂર્ણ દિવસ માટે દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે.

Ramnavmi 2023: ઇસ્કોન મંદિરમાં ઉજવાશે રામ નવમીનો તહેવાર, જાણો સમગ્ર વિગતો

Follow us on

આવતીકાલે  રાજ્યમાં ધામધૂમથી મર્યાદાપુરૂષોત્તમ શ્રીરામનો જન્મોત્સવ ઉજવાશે.  ત્યારે ચૈત્રી નવમીનાઉપક્રમે  વિવિદ મંદિરોમાં શ્રીરામ જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.   રામ નવમી નિમિત્તે અમદાવાદમાં ઇસ્કોન મંદિર ખાતે ૩૦ માર્ચ ના રોજ રામનવમી મહોત્સવ ઉજવાશે.

રામનવમી નિમિત્તે ઇસ્કોન મંદિરમાં વિશેષ કાર્યક્રમ રાખવામાં આવેલો છે, ભગવાન ના ગર્ભગૃહને વિવિધ પ્રકારના ફૂલોથી શણગારવામાં આવશે. આ મહોત્સવ ની શરૂઆત સવારે 4:30 કલાકે મંગળા આરતી થી થશે, ત્યારબાદ 7:30 કલાકે ભગવાનની શૃંગાર દર્શન આરતી કરવામાં આવશે. જેમાં ભગવાન ને વૃંદાવનથી બનાવેલા નવા વસ્ત્રો પેહરવામાં આવશે, ત્યાર બાદ શ્રીલ પ્રભુપાદ ની ગુરુ પૂજા કરવામાં આવશે.

ત્યારબાદ 8:00 કલાકે ભગવાન રામચંદ્ર ના જીવન ચરિત્ર પર કથા કરવામાં આવશે. ત્યાર બાદ 11:30 કલાકે ભગવાન શ્રી સીતા રામ લક્ષ્મણ હનુમાનજી નો અભિષેક કરવામાં આવશે. ભગવાનને વિવિધ પ્રકારનાં ફળોના રસ, પંચગવ્ય વસ્તુઓ વગેરે સાથે અભિષેક થશે. પછી પુષ્પો દ્વારા અભિષેક થશે,તે પછી ભગવાનને 500 થી પણ વધારે વિવિધ વાનગીઓ ધરાવવામાં આવશે અને રામ નવમી ના દિવસે વિશેષ બધાજ દર્શનાર્થીઓ માટે ભોજન પ્રસાદ ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે,

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

આ પણ વાંચો:  Ahmedabad: મિત્રતા અને કોમી એકતાની મિસાલનું સ્મારક વસંત-રજબ, સ્વાતંત્ર્ય સંગ્રામના આ નવલોહિયાઓએ વહોરેલી શહાદતની સ્મૃતિની જુઓ તસવીરો

મંદિરમાં સતત 12 કલાક હરે કૃષ્ણ મહામંત્રની ધૂન પર કીર્તન કરવામાં આવશે અને સાંજે 7.30કલાકે 4દિવસ થી ચાલુ રામ કથાની પુર્ણાહુતી પણ થશે. રામ નવમીના તહેવાર નિમિત્તે મંદિર સંપૂર્ણ દિવસ માટે દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે.

 

અંબાજીમાં પણ થયું  અન્નકૂટ અને  જ્વારાનું આયોજન

 

ચૈત્રી નવરાત્રિનું પવિત્ર પર્વ હવે પૂર્ણતાને આરે છે ત્યારે આઠમા નોરતાને દિવસે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં ઘટ સ્થાપન દરમિયાન વાવેલા જવારાની ઉત્થાપન વિધિ સંપન્ન કરવામાં આવી હતી. મંદિરમાં ભટ્ટજી મહારાજે આરતી ઉતારી દેશભરમાં સુખશાંતિ અને સમૃદ્ધિ જળવાયેલી રહે તેવી પ્રાર્થના કરી હતી. આ ઉપરાંત મંદિરમાં અન્નકુટનું વિશેષ આયોજન પણ કરવામાં આવ્યું હતું. ચૈત્રી નવરાત્રિ દરમિયાન દરરોજ મંદિરમાં 3 વાર આરતી કરવામાં આવતી હતી. હવે ચૈત્રી નવરાત્રિ પૂર્ણ થતા આવતીકાલથી અંબાજી મંદિરમાં રાબેતા મુજબ 2 વખત આરતી કરવામાં આવશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

 

Next Article