ગુજરાતમાં 19 અને 20 સપ્ટેમ્બરના રોજ વરસાદનું જોર વધશે, ત્રણ દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે

|

Sep 17, 2021 | 8:26 AM

ગુજરાતમાં 19 અને 20 સપ્ટેમ્બરથી રાજ્યમાં ફરી વરસાદનું જોર વધશે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ત્રણ દિવસ રાજ્યભરમાં વરસાદી માહોલ યથાવત રહેશે

ગુજરાતમાં હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. જેમાં હવામાન વિભાગના કહેવા પ્રમાણે આગામી ત્રણ દિવસ રાજ્યભરમાં વરસાદી માહોલ યથાવત રહેશે. જ્યારે 19 અને 20 સપ્ટેમ્બરથી રાજ્યમાં ફરી વરસાદનું જોર વધશે. ગુજરાતમાં હજુ પણ 20 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે.

આ પૂર્વે હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાંથી રેડ એલર્ટની આગાહી દૂર કરી હતી. જેમાં રાજકોટ, જૂનાગઢ, વલસાડમાંથી રેડ એલર્ટ હટ્યું છે. અને અતિશય ભારે વરસાદમાંથી હવે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.. તો ઓડિસા તરફથી આવતી વરસાદી સિસ્ટમ ફંટાઇ જતા સંકટ ટળ્યું હોવાનું અનુમાન છે.તેમ છતાં આગામી ત્રણ દિવસ દરમિયાન કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ  પણ વાંચો :અમદાવાદ કોર્પોરેશન કરશે પીએમ મોદીના જન્મ દિવસની અનોખી ઉજવણી, 71 હજાર વૃક્ષો વાવી નમો વન બનાવાશે

આ પણ વાંચો : PM Narendra Modi: 71 વર્ષે પણ ફિટ એન્ડ ફાઈન રહેતા PM મોદીના સ્વાસ્થ્યનું રહસ્ય જાણો

Published On - 6:55 am, Fri, 17 September 21

Next Video