પશ્ચિમ રેલવે દ્વારા કોંકણ રેલવેના ચોમાસાના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે 10મી જૂનથી 31મી ઓક્ટોબર સુધી કેટલીક ટ્રેનોના સમય બદલાયા છે. આ કારણે આ સમયગાળા દરમિયાન પશ્ચિમ રેલવે પર દોડતી 22 જોડી ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવશે. પશ્ચિમ રેલ્વેના જનસંપર્ક અધિકારી જે કે જયંતના જણાવ્યા પ્રમાણે કોંકણ વિસ્તાર પહાડી વિસ્તારમાં આવેલ છે. જ્યા વરસાદ સૌથી વધુ પડે છે. જેના કારણે રેલવે વ્યવહાર પર અસર સર્જાય છે. જેને લઈને રેલવેની સુરક્ષા અને મુસાફરોની સુરક્ષાને ધ્યાને રાખી ચોમાસા દરમિયાન ટ્રેનના ટાઈમ ટેબલમાં ફેરફાર કરવામાં આવે છે.
જેમાં આ વર્ષે પણ કોંકણ રેલ્વે વિભાગ પરની તમામ મેલ/એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેનો 10મી જૂનથી 31મી ઓક્ટોબર સુધી ચોમાસા દરમિયાન અસ્થાયી રૂપે નવા સમય સાથે દોડશે. જેમાં 22 ટ્રેનોનો સમાવેશ થાય છે. જે 22 ટ્રેનમાં સૌરાષ્ટ્ર સહિત વિવિધ વિસ્તારને જોડતી ટ્રેનોનો સમાવેશ થાય છે અને તેમાં પણ તે 22 ટ્રેનમાં અમદાવાદમાંથી પસાર થતી 10 જેટલી ટ્રેનોનો સમાવેશ થાય છે.
1. ટ્રેન નં. 12218/12217 ચંદીગઢ-કોચુવેલી ‘કેરળ સંપર્ક ક્રાંતિ’ એક્સપ્રેસ
2. ટ્રેન નં. 12284/12283 હઝરત નિઝામુદ્દીન – એર્નાકુલમ ‘દુરંતો’ એક્સપ્રેસ
3. ટ્રેન નં. 12432/12431 હઝરત નિઝામુદ્દીન – તિરુવનંતપુરમ સેન્ટ્રલ ‘રાજધાની’ એક્સપ્રેસ
4. ટ્રેન નં. 12450/12449 ચંદીગઢ-મડગાંવ જં. ‘ગોવા સંપર્ક ક્રાંતિ’ એક્સપ્રેસ
5. ટ્રેન નં. 12484/12483 અમૃતસર-કોચુવેલી એક્સપ્રેસ
6. ટ્રેન નં. 12978/12977 અજમેર-એર્નાકુલમ જં. ‘મારુસાગર’ એક્સપ્રેસ
7. ટ્રેન નં. 16311/16312 શ્રી ગંગાનગર – કોચુવેલી એક્સપ્રેસ
8. ટ્રેન નં. 16333/16334 વેરાવળ – તિરુવનંતપુરમ સેન્ટ્રલ એક્સપ્રેસ
9. ટ્રેન નં. 16335/16336 ગાંધીધામ – નાગરકોઇલ એક્સપ્રેસ
10. ટ્રેન નં. 16337/16338 ઓખા-એર્નાકુલમ જં.
11. ટ્રેન નં. 19260/19259 ભાવનગર – કોચુવેલી એક્સપ્રેસ
12. ટ્રેન નં. 19578/19577 જામનગર – તિરુનેલવેલી જં.
13. ટ્રેન નં. 22908/22907 હાપા-મડગાંવ જં.
14. ટ્રેન નં. 20924/20923 ગાંધીધામ – તિરુનેલવેલી ‘હમસફર’ એક્સપ્રેસ
15. ટ્રેન નં. 20910/20909 પોરબંદર – કોચુવેલી એક્સપ્રેસ
16. ટ્રેન નં. 20932/20931 ઇન્દોર જં.-કોચુવેલી એક્સપ્રેસ
17. ટ્રેન નં. 22414/22413 હઝરત નિઝામુદ્દીન – મડગાંવ રાજધાની એક્સપ્રેસ
18. ટ્રેન નં. 22475/22476 હિસાર જં.-કોઈમ્બતુર ‘AC’ એક્સપ્રેસ
19. ટ્રેન નં. 22634/22633 હઝરત નિઝામુદ્દીન – તિરુવનંતપુરમ સેન્ટ્રલ એક્સપ્રેસ
20. ટ્રેન નં. 22654/22653 હઝરત નિઝામુદ્દીન – તિરુવનંતપુરમ સેન્ટ્રલ એક્સપ્રેસ
21. ટ્રેન નં. 22660/22659 યોગ નગરી ઋષિકેશ-કોચુવલી એક્સપ્રેસ
22. ટ્રેન નં. 22656/22655 હઝરત નિઝામુદ્દીન – એર્નાકુલમ જં. સુપરફાસ્ટ એક્સપ્રેસ
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 11:22 pm, Tue, 28 March 23