Gujarati NewsGujaratAhmedabadRailway News: Due to non interlocking at Bayana station of West Central Railway some trains of Ahmedabad Mandal will run on altered route
Railway News: પશ્ચિમ મધ્ય રેલવેના બયાના સ્ટેશન પર નોન-ઈન્ટરલોકીંગને કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનો પરિવર્તિત માર્ગ પર દોડશે
Ahmedabad: પશ્ચિમ મધ્ય રેલવેના બયાના સ્ટેશન પર નોન-ઈન્ટરલોકીંગ કાર્ય હોવાને કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનો પરિવર્તિત માર્ગ પર દોડશે. આ ટ્રેનોની વિગતો આ મુજબ છે.
Follow us on
પશ્ચિમ મધ્ય રેલવેના બયાના સ્ટેશન પર નોન-ઇન્ટરલોકીંગને કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનો પરિવર્તિત માર્ગ પર દોડશે. આ ટ્રેનોની વિગતો આ મુજબ છે.
તારીખ 25.02.2023 ના રોજ ગાંધીધામથી ઉપડતી ટ્રેન નંબર 15667 ગાંધીધામ- કામાખ્યા સાપ્તાહિક એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ બયાના-આગરા ફોર્ટના બદલે પરિવર્તિત માર્ગ વાયા બયાના-ભરતપુર-અછનેરા-આગ્રા ફોર્ટ થઈને દોડશે.
તારીખ 22.02.2023 ના રોજ ચાલનારી ટ્રેન નંબર 15668 કામાખ્યા-ગાંધીધામ સાપ્તાહિક એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ આગ્રા ફોર્ટ-બયાનાની બદલે પરિવર્તિત માર્ગ વાયા આગ્રા ફોર્ટ-અછનેરા ભરતપુર- બયાના થઈને દોડશે.
તારીખ 25.02.2023 ના રોજ ગાંધીધામથી ચાલનારી ટ્રેન નંબર 12937 ગાંધીધામ-હાવડા સાપ્તાહિક એક્સપ્રેસ તેના નિર્ધારીત માર્ગ વાયા નાગદા-કોટા-બયાના આગ્રા ફોર્ટ-કાનપુર સેન્ટ્રલની બદલે પરિવર્તિત માર્ગ વાયા નાગદા-સંત હિરદારામ નગર-નિશાતપુરા-બીના-વારાંગના લક્ષ્મીબાઈ (ઝાંસી) કાનપુર સેન્ટ્રલ થઈને દોડશે.
તારીખ 27.02.2023 ના રોજ હાવડાથી ઉપડતી ટ્રેન નંબર 12938 હાવડા-ગાંધીધામ સાપ્તાહિક એક્સપ્રેસ તેના નિર્ધારિત પર કાનપુર સેન્ટ્રલ-આગ્રા ફોર્ટ બયાના-કોટા-નાગદાની બદલે પરિવર્તિત માર્ગ વાયા કાનપુર સેન્ટ્રલ-વીરાંગના લક્ષ્મીબાઈ (ઝાંસી)-બીના-નિશાંતપુરા-સંત હીરદારમ નગર-નાગદા થઈને દોડશે.
તારીખ 22.02.2023 અને 27.02.2023 ના રોજ અમદાવાદથી ઉપડતી ટ્રેન નંબર 12947 અમદાવાદ-પટના દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ નાગદા-કોટા-બયાન-આગ્રા ફોર્ટ-કાનપુર સેન્ટ્રલની બદલે તેના નિર્ધારિત માર્ગ વાયા નાગદા-સંત હીરદારમનગર-બીના-વીરાંગના-લક્ષ્મીબાઈ (ઝાંસી)-કાનપુર થઈને દોડશે.
તારીખ 22.02.2023 અને 24.02.2023 ના રોજ પાટનાટ્રેન નંબર 12948 પટના-અમદાવાદ દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ કાનપુર સેન્ટ્રલ આગ્રા ફોર્ટ-બયાન-કોટા-નાગદા ની બદલે પરિવર્તિત માર્ગ વાયા કાનપુર સેન્ટ્રલ-વીરાંગના લક્ષ્મીબાઈ (ઝાંસી)-બીના નિશાંતપુરા-સંત હીરદારમ નગર-નાગદા થઈને દોડશે.
તારીખ 24.02.2023 ના રોજ ઓખાથી ઉપડતી ટ્રેન નંબર 15635 ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ વાયા બયાના-આગ્રા ફોર્ટની બદલે પરિવર્તિત માર્ગ વાયા બયાના-ભરતપુર-અછનેરા-આગ્રા ફોર્ટ થઈને દોડશે.
તારીખ 23.02.2023 ના રોજ ઓખાથી ઉપડતી ટ્રેન નંબર 22969 ઓખા-બનારસ એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ વાયા નાગદા-કોટા-બયાના-આગ્રા ફોર્ટ-કાનપુર સેન્ટ્રલની બદલે પરિવર્તિત માર્ગ વાયા નાગદા-સંત હીરદારમ નગર-નિશાંતપુરા -બીના-વીરાંગના લક્ષ્મીબાઈ (ઝાંસી)-કાનપુર સેન્ટ્રલ થઈને દોડશે.
તારીખ 23.02.2023 ના રોજ બનારસથી ઉપડતી ટ્રેન નંબર 22970 બનારસ-ઓખા એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ પર કાનપુર સેન્ટ્રલ આગ્રા ફોર્ટ-બયાના-કોટા-નાગદાની બદલે પરિવર્તિત માર્ગ વાયા કાનપુર સેન્ટ્રલ-વીરાંગના લક્ષ્મીબાઈ (ઝાંસી)-બીમાં નિશાંતપુરા-સંત હીરદારમ નગર-નાગદા થઈને દોડશે.
રેલ યાત્રીઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનોના સ્ટોપેજ, સરંચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. જેથી કરીને કોઈ અસુવિધા ન થાય