Gujarati NewsGujaratAhmedabadRailway News Due to doubling work in Lucknow division some trains of Ahmedabad division will be affected
Railway News: લખનઉ મંડળમાં ડબલિંગ કાર્ય હોવાને કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનોને અસર થશે
Railway News: ઉત્તર રેલવેના લખનઉ મંડળના ખેતાસરાય-શાહગંજ સ્ટેશનો વચ્ચે ડબલિંગના કાર્ય હોવાને કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનોને અસર થશે.
Indian Railway
Follow us on
લખનઉ મંડળમાં ડબલિંગ કામગીરીને કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનોને અસર થશે. આ કામગીરીને કારણે કેટલીક ટ્રેન રદ કરાઈ છે. કેટલીક ડાયવર્ટ કરાઈ છે. જેની વિગતો આ મુજબ છે.
રદ કરેલ ટ્રેનો
24 ફેબ્રુઆરી 2023 ના રોજ અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર 09465 અમદાવાદ-દરભંગા સ્પેશ્યલ ટ્રેન રદ્દ રહેશે.
27 ફેબ્રુઆરી 2023 ના રોજ દરભંગાથી ટ્રેન નંબર 09466 દરભંગા-અમદાવાદ સ્પેશ્યલ રદ્દ રહેશે.
ડાયવર્ટ કરાયેલી ટ્રેનો
22, 24 અને 26 ફેબ્રુઆરી 2023 ના રોજ અમદાવાદ થી ઉપડતી ટ્રેન નંબર 19165 અમદાવાદ-દરભંગા સાબરમતી એક્સપ્રેસ ડાયવર્ટ કરાયેલા રૂટ પર બારાબંકી-ગોંડા-ગોરખપુર-છાપરા થઈને દોડશે.
22, 25 અને 27 ફેબ્રુઆરી 2023 ના રોજ ટ્રેન નંબર 19166 દરભંગા-અમદાવાદ સાબરમતી એક્સપ્રેસ ડાયવર્ટ કરાયેલા રૂટ પર છપરા-ગોરખપુર-ગોંડા-બારાબંકી થઈને દોડશે.
22 ફેબ્રુઆરી 2023 ના રોજ કામાખ્યાથી ઉપડતી ટ્રેન નંબર 15668 કામાખ્યા-ગાંધીધામ એક્સપ્રેસ ડાયવર્ટ કરેલા રૂટ પર જાફરાબાદ-સુલતાનપુર- લખનઉ માર્ગ થઈને દોડશે.
રેલવે મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનોના સંચાલનને લગતા નવીનતમ અપડેટ્સથી માહિતગાર રહે. www.enquiry.indianrail.gov.in પર અવલોકન કરો જેથી કોઈ અસુવિધા ન થાય.
આ તરફ પશ્ચિમ મધ્ય રેલવેના બયાના સ્ટેશન પર નોન-ઈન્ટરલોકીંગ કાર્ય હોવાને કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનો પરિવર્તિત માર્ગ પર દોડશે. આ ટ્રેનોની વિગતો આ મુજબ છે.