ગુજરાત હાઇકોર્ટના અમદાવાદ ગ્રામ્ય DySP નીલમ ગોસ્વામીને વેધક સવાલો, વેપારીએ કરી હતી અરજી, જુઓ Video

|

Oct 15, 2024 | 4:43 PM

અમદાવાદ ગ્રામ્ય પોલીસની વધુ એક કામગીરી શંકાના દાયરામાં આવી છે. જેતપુરના એક વેપારી અરજદાર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી બાવળા, ચાંગોદર અને જેતપુર પોલીસ મથકમાંથી ફોન કરી અને નોટિસ આપી ફરિયાદીને 21 લાખનું ચૂકવણું કરી દેવા બાબતે હેરાનગતિ કરવામાં આવી રહી હોવાના આક્ષેપો કર્યા હતા જે મામલે ગઈકાલે સુનાવણી બાદ આજે મંગળવારે હાઇકોર્ટના આદેશ મુજબ અમદાવાદ ગ્રામ્યના DySP નીલમ ગોસ્વામી ખુદ કોર્ટ સમક્ષ હાજર રહ્યા હતા અને ગુજરાત હાઇકોર્ટે સમગ્ર મામલે આકરા સવાલો કર્યા. 

ગુજરાત હાઇકોર્ટના અમદાવાદ ગ્રામ્ય DySP નીલમ ગોસ્વામીને વેધક સવાલો, વેપારીએ કરી હતી અરજી, જુઓ Video

Follow us on

છેલ્લા કેટલાક સમયથી ગુજરાત હાઇકોર્ટ ગુજરાત પોલીસની કામગીરીને લઈ સવાલો ઉઠાવી રહ્યું છે ત્યારે વધુ એક આ પ્રકારની અરજીને લઈ હાઇકોર્ટ લાલ ધૂમ થઈ છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા કોર્ટ રૂમમાં હાજર DySP નીલમ ગોસ્વામીને પૂછ્યું હતું કે, શું તમે તમારું કામ વ્યવસ્થિત કરી રહ્યા છો ? શું પોલીસને ખાલી રિકવરીમાં જ રસ છે ?

હાઇકોર્ટ કહ્યું કે, પોલીસનું કામ લો એન્ડ ઓર્ડરનું છે આ રિકવરીના કેસ થોડું પોલીસનું કામ છે. તમે બાવળા – ચાંગોદર રોડ પર ટ્રાફિક જુઓ અને એક તરફ તમારા કર્મચારીઓ સાઈડમાં ઊભા હોઈ છે એ બધું તમારા ધ્યાને નથી આવતું. તલવાર અને ફાયર આર્મ્સ જેવી ઘટનાઓ પાછળ શક્તિ વાપરવી જોઈએ એની જગ્યાએ અન્ય કામ માટે કેમ શક્તિ વાપરો છો.. ગુંડાઓને પોલીસનો ડર હોવો જોઈએ.. ડ્રગ્સ – દારૂ આટલો વેચાય છે, આટલું ગેમ્બલિંગ ચાલે છે એ અટકાવો ને.. મોનીટરી ટ્રાન્જેકશન કે ઈનમુવેબલ પ્રોપર્ટીની મેટર હોઈ તો તરત જ તપાસ શરૂ કરી દો છો.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

નોટિસ કેમ ઈશ્યૂ કરી તે અંગે સોગંદનામુ રજૂ કરવા આદેશ

ફરિયાદીની ફરિયાદ બાદ બાવળા અને ચાંગોદર પોલીસ સ્ટેશનમાંથી અરજદારને ફોન કરવામાં આવતા હતા અને નોટિસ પણ ઈશ્યૂ કરવામાં આવી હોવાની વાત અરજદારના વકીલે કરતા ગુજરાત હાઇકોર્ટે સરકારી વકીલને કહ્યું કે, DySP અને P.I ને આ મામલે જવાબ રજૂ કરવો પડશે કે રિકવરીના કેસમાં પોલીસે નોટિસ શા માટે મોકલવી પડી.

અરજદાર દ્વારા કોર્ટ સમક્ષ એ વાત પણ રજૂ કરવામાં આવી કે ચાંગોદર પોલીસ મથકની હદ ન લાગતી હોવા છતાં પણ ચાંગોદર પોલીસ મથકમાંથી ફોન કરવામાં આવતા હતા. સમગ્ર મામલે અમદાવાદ ગ્રામ્ય DySPને સોગંદનામાં સ્વરૂપે વિગતો રજૂ કરવા માટે 5 દિવસનો સમય આપવામાં આવ્યો છે.

તમામ ફરિયાદ રદ્દ કરવામાં આવી હોવાની વિગત અપાઈ

સુનાવણી દરમિયાન સરકારી વકીલ દ્વારા એ દલીલ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી કે 21 લાખ મામલે જે પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી તે ડિસ્પોઝડ કરી દેવામાં આવી છે અમે ઉપરી અધિકારીઓને આ અંગે નિર્દેશ પણ આપવામાં આવ્યા છે અને જરૂરી પગલાંઓ લેવામાં આવી રહ્યા છે.

“ઓર્ડરની કોપી DGPને મોકલવા પણ ઉલ્લેખ કરાયો”

સુનાવણીના અંતે ગુજરાત હાઇકોર્ટ દ્વારા ઓર્ડરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે કોર્ટના ધ્યાને આવ્યું છે કે પોલીસને જે કામગીરી કરવાની થતી હોય છે તેના બદલે અન્ય કામગીરી કરવામાં આવી રહી છે.. ટ્રાફિક અને જાહેરમાં તલવારો અને ફાયરિંગની ઘટનાઓ અટકાવવાના બદલે પોલીસ મોનીટરી ટ્રાન્જેકશન અને ઈનમુવેબલ પ્રોપર્ટીના કેસમાં વધુ રસ દાખવી રહી છે ત્યારે આ મામલે સંજ્ઞાન લઈ અને સબંધિત સત્તાવાળા અધિકારીઓને યોગ્ય નિર્દેશ આપવામાં આવે

“શું હતો મમલો ? “

જેતપુરમાં પાર્ટનરશીપમાં એગ્રો બિઝનેસનો ધંધો કરી રહ્યા હતા જેમાં બાવળામાં રહેતા તેમના ભાગીદાર દ્વારા અરજદાર વિરૂદ્ધ 21 લાખની રિકવરી કરવા માટે જેતપુરમાં ફરિયાદ કરવામાં આવી હતી.. ફરિયાદના પગલે જેતપુર DYSP દ્વારા અરજદારને ફોન કરી પૈસા ચૂકવવા ધમકી આપવામાં આવી હતી.. ત્યારબાદ બાવળા અને ચાંગોદર પોલીસ મથકમાંથી પણ ફોન કરવામાં આવ્યા હતા અને ચાંગોદર પોલીસ મથકમાંથી એક નોટિસ પણ જેતપુરના વેપારીને આપવામાં આવી હતી જેની સામે વેપારી દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે.

Next Article