વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport)થી ભવ્ય રોડ શો યોજીને પોતાના ગુજરાત પ્રવાસની શરુઆત કરવામાં આવી. વડાપ્રધાન મોદીએ કોરોનાકાળ બાદ ગુજરાતમાં પહેલીવાર આ રીતે ખુલ્લી જીપમાં રોડ શો (Road show)યોજ્યો છે. કેસરી ટોપી પહેરીને વડાપ્રધાન રોડ શોમાં લોકોનું અભિવાદન ઝીલતા જોવા મળ્યા હતા. ભાજપ દ્વારા 4 લાખ લોકો વડાપ્રધાનના આગમન માટે હાજર રહેવાની આગાહી કરવામાં આવી હતી તે જ પ્રમાણે મોટી સંખ્યામાં લોકો વહેલી સવારથી જ ઉમટી પડેલા જોવા મળ્યા.
પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઇ છે. જેમાં ભાજપે ચાર રાજ્યોમાં બહુમતી મેળવી લીધી છે. હવે ગુજરાતમાં પણ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે વડાપ્રધાનની બે દિવસની ગુજરાત મુલાકાત સૂચક માનવામાં આવે છે. ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી માટે કમલમમાં ભાજપ કાર્યકરોને પીએમની પાઠશાળા મળવાની છે. જો કે તે પહેલા અમદાવાદ એરપોર્ટ પરથી વડાપ્રધાનને ભવ્ય રોડ શોથી પોતાનો ગુજરાત પ્રવાસ શરુ કર્યો. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટેલા જોવા મળ્યા. તેમજ તેમના સ્વાગત માટે યુક્રેનથી પરત આવેલ વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા.
વડાપ્રધાન મોદીએ ખુલ્લી જીપમાં રોડ શો યોજ્યો. જેમાં તેમની સાથે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને ભાજપ અધ્યક્ષ સી.આર. પાટિલ પણ હાજર રહ્યા. ભાજપના આ ત્રણેય મોવડીઓએ કેસરી ટોપી પહેરીને રોડ શો યોજ્યો. રોડની બંને બાજુએ મોટી સંખ્યામાં લોકો વડાપ્રધાનનું સ્વાગત કરતા જોવા મળ્યા. વડાપ્રધાન પણ લોકોનું અભિવાદન ઝીલતા જોવા મળ્યા હતા. તો એરપોર્ટથી કમલમ સુધીના રસ્તા પર મયૂર ડાન્સ, કુચીપુડી, ભારત નાટ્યમ જેવી પ્રસ્તુતિથી વડાપ્રધાનનું સ્વાગત કરવા માટેનો થનગનાટ જોવા મળ્યો છે.
વડાપ્રધાનના રોડ શો માટે ખાસ રુટ બનાવવામાં આવ્યો હતો. અમદાવાદ એરપોર્ટથી નીકળીને હાંસોલ,ભાટ, કોબા સર્કલ થઇને કમલમ સુધી વડાપ્રધાનનો આ ભવ્ય રોડ શો યોજાયો. તમામ રુટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પહેલેથી જ ગોઠવી દેવામાં આવ્યો હતો. વડાપ્રધાનને મળવાના ઉત્સાહમાં મોટી સંખ્યામાં લોકો આવતા ટ્રાફિક સર્જાયો હતો. જો કે પોલીસ દ્વારા તેની સુવ્યવસ્થા કરી દેવામાં આવી હતી.
આ પણ વાંચો-
આ પણ વાંચો-