Ahmedabad : પોલીસે 117 CCTV અને 300થી વધુ મજૂરોની તપાસ કરીને હત્યારાને શોધ્યો, મિત્રએ જ કરી હતી મિત્રની હત્યા

અમદાવાદમાં મિત્રને માથાના ભાગે લોંખડનો સળિયો મારી હત્યા નિપજાવી ફરાર થયેલ આરોપીને પોલીસે 117 CCTV અને 300થી વધુ મજૂરોની તપાસ કરીને શોધી કાઢ્યો છે. બોડકદેવ પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી છે.

Ahmedabad : પોલીસે 117 CCTV અને 300થી વધુ મજૂરોની તપાસ કરીને હત્યારાને શોધ્યો, મિત્રએ જ કરી હતી મિત્રની હત્યા
| Edited By: | Updated on: Jun 06, 2023 | 7:30 PM

Ahmedabad: બોડકદેવમાં ઘરવખરીના સામાનના ઝઘડામાં મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાની ઘટનામાં, પોલીસે 117 CCTV અને 300થી વધુ મજૂરોની તપાસ કરીને હત્યારાને શોધી કાઢ્યો છે. નિર્મલ હરેજ નામનો આરોપી જે મૂળ ઝારખંડના ખુંટી જિલ્લાનો રહેવાસી છે. નિર્મલ હરેજ છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં મજૂરી કામ કરતો હતો. ગત 4 જૂનના રોજ ઘરવખરીના વપરાશ જેવી સામાન્ય તકરારમા પોતાની સાથે જ રહેતા મિત્ર અનુપમ જોગીને માથાના ભાગે લોંખડનો સળિયો મારી હત્યા નિપજાવી ફરાર થઈ ગયો હતો. બોડકદેવ પોલીસે ગણતરીના કલાકોમાં ભાટ પાસેથી આરોપીને ઝડપી પાડી હત્યાના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો.

હત્યાની ધટનાની વિગતવાર વાત કરીએ તો આરોપી નિર્મલ અને મૃતક અનુપમ એસપી રિંગ રોડ પર ડ્રિમ વિવાન નામની કન્સ્ટ્રકશનની સાઇટ પર કામ કરતા બે શ્રમિકો વચ્ચે ઘરવખરીના સામાન બાબતે ઝઘડો થયો હતો. જોકે સાઈટ પર કામ પતાવ્યા બાદ બંને મિત્ર એક રૂમ માં સાથે જમવા બેઠા હતા. જમતી વખતે વાસણ આપવા જેવી સામાન્ય બાબતે બને મિત્રો વચ્ચે માથાકૂટ થઈ અને બંને છુટા પડી ગયા હતા. પરંતુ આરોપી નિર્મલે ઝગડાની અદાવત રાખી મિત્ર નિર્મલ ના માથાના ભાગે લોખંડ સળિયો મારી મોતને ઘાટ ઉતારી દીધો.

આરોપી હત્યા કર્યા બાદ ફરાર થઈ ઝારખંડ તરફ ફરાર થવાની ફિરાકમાં હતો પરંતુ પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપી ને દબોચી નાખ્યો. હાલ તો બોડકદેવ પોલીસે આરોપીની ધરપકડ કરી આરોપી અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ અને કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે નહીં તે દિશામાં તપાસ તેજ કરી છે.

આ પણ વાંચો : શાળા પ્રવેશોત્સવનો 20 મો તબક્કો 12 થી 14 જૂન દરમ્યાન યોજાશે, બોર્ડર વિલેજ-સરહદી ગામોની શાળાઓમાં અપાશે વિશેષ ધ્યાન 

પકડાયેલ આરોપી નિર્મલ છેલ્લા દસ વર્ષથી અમદાવાદમાં રહી કન્સ્ટ્રક્શન સાઇટ પર મજુરી કામ કરતો હતો. હત્યા કર્યા બાદ તે ઝાડીઓમાં સંતાતો સંતાતો ઝુંડાલ તરફ પહોંચ્યો હતો અને ત્યાં એક કન્સ્ટ્રકશન સાઇટ જોઈ રોકાયો હતો. ત્યાં તેને કામ મળવાની આશા હતી અને કામ મળ્યા બાદ થોડા નાણાં મળે તો ભાગી જવાની ફિરાકમાં હોવાનું સામે આવ્યું. જોકે આરોપીને પકડવા પોલીસે અલગ અલગ ટીમ બનાવી 20 સાઇટ પર જઈને 300થી વધુ મજૂરોની પૂછપરછ કરી હતી અને અસંખ્ય સીસીટીવી ચેક કર્યા બાદ આરોપી ઝડપાયો. બોડકદેવ પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો