PM Modi ના બે દિવસના ગુજરાત પ્રવાસે રાજકીય વર્તુળમાં અનેક ચર્ચા ઉભી કરી, જાણો વિગતે

|

Mar 12, 2022 | 5:26 PM

પીએમ મોદીની મુલાકાત સાથે જે વાતો રાજકીય વર્તુળમાં ચર્ચામાં આવી તે જૂના અને સિનિયર ધારાસભ્યોને ટિકિટ આપવાની કે કાપવાની હતી. તેમજ રાજયમાં વહેલી ચુંટણી યોજીને ચાર રાજયોના પરિમાણનો લાભ લેવાની અને જે રીતે પીએમ મોદીએ ગુજરાત મહાપંચાયત સંમેલનમાં ગ્રામીણ ક્ષેત્રના મહિલા પ્રતિનિધિત્વને બિરદાવ્યું હતું તેનાથી પર આગામી વિધાનસભા ચુંટણીમાં મહિલાઓ વધુ ટિકિટ આપવામાં આવે તેવા સંકેતો મળી રહ્યા છે.

PM Modi ના બે દિવસના ગુજરાત પ્રવાસે રાજકીય વર્તુળમાં અનેક ચર્ચા ઉભી કરી, જાણો વિગતે
Gujarat CM Bhupendra Patel and state president C.R.Paatil Welcoming PM Modi At Kamalam

Follow us on

દેશના ચાર રાજયોમાં ભાજપની જીત અને તેના બીજા દિવસથી પીએમ મોદીના(PM Modi)  બે દિવસના ગુજરાત(Gujarat) પ્રવાસે રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓને જન્મ આપ્યો છે. ગુજરાતના પીએમ મોદીના બે દિવસના પ્રવાસને ગુજરાતમાં આગામી સમયમાં આવનારી વિધાનસભા ચૂંટણી(Gujarat Assembly Election) ની તૈયારીરૂપે જોવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં બે દિવસના પીએમ મોદીના પ્રવાસનો પ્રારંભ અમદાવાદ એરપોર્ટથી પ્રદેશ કાર્યાલય કમલમ સુધી ભવ્ય રોડ શોથી કરવામાં આવ્યો અને તેની બાદ પીએમ મોદીએ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ સંગઠન અને ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. જેમાં ગુજરાતની આગામી વિધાનસભા ચૂંટણી માટે કમર કસવાનો સંદેશ હતો. આ ઉપરાંત પીએમ મોદીની મુલાકાત સાથે જે વાતો રાજકીય વર્તુળમાં ચર્ચામાં આવી તે જૂના અને સિનિયર ધારાસભ્યોને ટિકિટ આપવાની કે કાપવાની હતી. તેમજ રાજયમાં વહેલી ચૂંટણી યોજીને ચાર રાજયોના પરિમાણનો લાભ લેવાની અને જે રીતે પીએમ મોદીએ ગુજરાત મહાપંચાયત સંમેલનમાં ગ્રામીણ ક્ષેત્રના મહિલા પ્રતિનિધિત્વને બિરદાવ્યું હતું તેનાથી પર આગામી વિધાનસભા ચુંટણીમાં મહિલાઓ વધુ ટિકિટ આપવામાં આવે તેવા સંકેતો મળી રહ્યા છે.

સિનિયર ધારાસભ્યોની ટિકિટ કપાશે તેવી ચર્ચા

ગુજરાત વિધાનસભાની આગામી સમયમાં યોજાનારી ચૂંટણીમાં કોને ટિકિટ આપવી અને કોને ન આપવી તેનો નિર્ણય પરંપરા મુજબ ભાજપનું પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરે છે. જો કે પીએમ મોદીએ કમલમ કરેલી બેઠક બાદ રાજકીય વર્તુળમાં એ બાબતે ચર્ચા જગાવી હતી કે ભાજપના અનેક સિનિયર ધારાસભ્યોની ટિકિટ કાપવામાં આવશે. જે અંગે પીએમ મોદીનો મત મહત્વનો રહેશે. ગુજરાત સામાન્ય રીતે ભાજપના રાજકીય પ્રયોગોની પ્રયોગશાળા રહી છે. તેને જોતા ગુજરાત વિધાનસભાની આગામી ચુંટણીમાં ટિકિટ વહેચણીને લઇને કયો નવો પ્રયોગ હાથ ધરવામાં આવશે તેની પર સૌની મીટ મંડાયેલી છે.

ગુજરાતમાં વહેલું ઇલેક્શન કરાવવામાં આવશે તેવી ચર્ચા

આ ઉપરાંત પીએમ મોદીની બે દિવસની મુલાકાતે રાજયના વિધાનસભાની વહેલી ચૂંટણી યોજાવવાની અટકળોને રાજકીય વર્તુળમાં તેજ કરી દીધી છે. દેશમાં ચાર રાજયોમાં ભાજપનો ભગવો લહેરાયા બાદ તેનો લાભ લેવા ગુજરાતમાં પણ વહેલું ઇલેક્શન કરાવવામાં આવશે તેવી ચર્ચાએ જોર પકડયું છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. જો કે ભાજપના પ્રદેશ પ્રમખ સી. આર. પાટીલે શનિવારે જણાવ્યું છે કે આ અંગે અમે કોઇ રજૂઆત કરી નથી તેમજ ઇલેક્શન યોજવાનું કામ ઇલેક્શન કમિશનનું છે. જો કે આ બધા નિવેદનો વચ્ચે એક બાબત તો સ્પષ્ટ છે કે ભાજપે ઇલેકશન માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. તેમજ ગમે ત્યારે ઇલેકશન આવે તો 150 ના લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે કટિબધ્ધ છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

આગામી વિધાનસભા મહિલાઓને વધુ ટિકિટ આપવાની ચર્ચા

પીએમ મોદી એ ગુજરાત પ્રવાસના પ્રથમ દિવસે ગુજરાત મહાપંચાયત સંમેલનમાં રાજયના ગ્રામીણ વિસ્તારમાં મહિલા પ્રતિનિધિત્વને બિરદાવ્યું હતું. તેમજ રાજયના ગ્રામીણ વિસ્તારમાં મહિલાઓના હાથમાં રહેલી નિર્ણય શકિતથી રાજયના સમૃદ્ધિ વધી છે તે બાબતનો પણ તેમણે સ્વીકાર કર્યો હતો. તેમજ ગુજરાતના ગ્રામીણ વિકાસ માટે નવા મંત્રો પણ આપ્યા હતા. જે એ બાબતનો સંકેત આપે છે આગામી વિધાનસભા ચુંટણીમાં ભાજપ વધુ મહિલાઓને ટિકિટ આપીને રાજયના વિકાસમાં તેમનું પ્રતિનિધિત્વ વધારશે. તેમજ મહિલા સશકિતકરણની દિશામાં ભાજપ વધુ એક કદમ આગળ વધે તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે.

ગુજરાતમાં પીએમ મોદીના બે દિવસના પ્રવાસે રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ જગાવી છે. તેમજ રાજયના વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને હવે પીએમ મોદીના ગુજરાત પ્રવાસ આગામી દિવસોમાં વધશે તે પણ ચોક્કસ છે. ત્યારે પીએમ મોદી પોતાની આગવી સ્ટાઈલમાં આ રાજકીય ચર્ચાઓ પર કેવી રીતે પૂર્ણવિરામ મૂકશે તેની પર સૌની મીટ મંડાયેલી છે.

આ પણ વાંચો : અમદાવાદમાં RSSની વાર્ષિક પ્રતિનિધિ બેઠકઃ જાણો, ગુજરાતમાં કોણે શરૂ કરી હતી સંઘને પહેલી શાખા

આ પણ વાંચો : કાંકરિયા ધર્માંતરણ કેસ દરમ્યાન ચર્ચામાં આવેલા Paresh Pandyaને જિલ્લા સરકારી વકીલ તરીકે તાત્કાલિક અસરથી નિમણુંક અપાઈ

 

 

Published On - 5:22 pm, Sat, 12 March 22

Next Article