PGP 2022: પ્રવાસી ગુજરાતી પર્વમાં TV9 નેટવર્કના CEO-MD બરૂન દાસે કહ્યું કે નવું ભારત હવે વિશ્વ મંચ પર પોતાનો અવાજ બુલંદ કરી રહ્યું છે

|

Feb 03, 2024 | 1:45 PM

બરુન દાસ (Barun Das) એક ભારતીય ઉદ્યોગસાહસિક, બિઝનેસ લીડર, મીડિયા પર્સન અને મોટિવેશનલ સ્પીકર છે, જે હાલમાં TV9 નેટવર્ક (દર્શકોની સંખ્યાની દ્રષ્ટિએ ભારતમાં સૌથી મોટું ન્યૂઝ નેટવર્ક)ના MD અને CEO છે.

PGP 2022: પ્રવાસી ગુજરાતી પર્વમાં TV9 નેટવર્કના CEO-MD બરૂન દાસે કહ્યું કે નવું ભારત હવે વિશ્વ મંચ પર પોતાનો અવાજ બુલંદ કરી રહ્યું છે
TV9 નેટવર્કના CEO-MD બરુન દાસ
Image Credit source: Tv9 Gfx

Follow us on

અમદાવાદમાં (Ahmedabad) આજથી ત્રણ દિવસીય પ્રવાસી ગુજરાતી પર્વ- 2022નો પ્રારંભ થયો છે. દેશનું નંબર 1 ન્યૂઝ નેટવર્ક TV9 અને એસોસિએશન ઓફ ઇન્ડિયન અમેરિકન્સ ઇન નોર્થ અમેરિકા (AIANA) દ્વારા ગુજરાતી સાહસ અને ગૌરવની ઉજવણી માટે આ કાર્યક્રમનું આયોજન કર્યુ છે. પ્રવાસી ગુજરાતી પર્વ- 2022 માં 20 થી વધુ દેશો અને 18 રાજ્યોમાંથી લગભગ 2,500 ગુજરાતીઓ ભાગ લઈ રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શરુઆતમાં જ પોતાનું સંબોધન કર્યુ હતુ. જે પછી TV9 નેટવર્કના મેનેજિંગ ડિરેક્ટર અને CEO બરૂન દાસે (Barun Das) સંબોધન કર્યુ હતુ.

આ મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિ- બરૂણ દાસ

TV9 નેટવર્કના મેનેજિંગ ડિરેક્ટર અને CEO બરૂન દાસ (CEO Barun Das ) સ્વાગત ઉદ્દબોધન કરતા કહ્યું કે, સમગ્ર ગુજરાતીઓનું સ્વાગત, તમે બધા ભારતીય પ્રવાસી ગુજરાતીઓના એમ્બેસેડર છો. આ મહાત્મા ગાંધી, સરદાર પટેલની ભૂમિ છે. તો વધુમાં કહ્યું કે, વડાપ્રદાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી જયશંકરના નેતૃત્વમાં સમગ્ર દેશનો વિકાસ થઈ રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

બરૂન દાસે (CEO Barun Das ) કહ્યુ હતુ કે, TV9 પ્લેટફોર્મ પર આયોજિત 20 થી વધુ દેશોના આમંત્રિતો દ્વારા ગુજરાતથી દુનિયાને ગ્લોબલ સંદેશ આપવામાં આવી રહ્યો છે. તેમણે જણાવ્યુ કે, વડાપ્રધાન મોદીનું 2047નું વિકસિત ભારતના સપનાને સાકાર કરવા માટે આ એક સપોર્ટ છે. નવુ ભારત ડર વિનાનું ભારત છે. તેનો પરિચય તાજેતરમાં એસ. જયશંકરે પણ આપ્યો, સમરકંદ ખાતેની શાંઘાઇ સમિટમાં વડાપ્રધાન મોદીએ કોર્પોરેશનની રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને વોર નહીં પણ વાતચીતના રસ્તાનો સુઝાવ આપી ભારતના મહત્વને દુનિયા સમક્ષ મુક્યુ હતુ. ભારતે પોતાની અધિકાર, પોતાના પસંદગીને લઇને પોતાનો અવાજ દુનિયાની સામે બહુ જ સ્પષ્ટ પણે મુક્યો છે.

 

કોણ છે બરુન દાસ ?

બરુન દાસ (જન્મ 15 નવેમ્બર 1969) એક ભારતીય ઉદ્યોગસાહસિક, બિઝનેસ લીડર, મીડિયા પર્સન અને મોટિવેશનલ સ્પીકર છે, જે હાલમાં TV9 નેટવર્ક (દર્શકોની સંખ્યાની દ્રષ્ટિએ ભારતમાં સૌથી મોટું ન્યૂઝ નેટવર્ક)ના MD અને CEO છે. તેઓ IIT મદ્રાસ, IIM કલકત્તા અને લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેમની પાસે ભારત અને વિદેશ એમ બંને મળી મીડિયા ક્ષેત્રમાં ટોચના સંચાલકીય હોદ્દા પરનો 25 વર્ષથી વધુનો અનુભવ છે. બરુન ઈન્ટરનેશનલ એકેડેમી ઓફ ટેલિવિઝન આર્ટસ એન્ડ સાયન્સના સભ્ય પણ હતા.

Published On - 1:08 pm, Sat, 15 October 22

Next Article