Ahmedabad: સાબરમતી વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા, અડ્ડા પરથી એક PSI સહિત કુલ 4 પોલીસકર્મીઓ ઝડપાયા, જાણો સમગ્ર મામલો

Mihir Soni

Mihir Soni | Edited By: Jayraj Vala

Updated on: Oct 14, 2022 | 11:06 PM

અમદાવાદમાં એક જ અઠવાડિયામાં સ્ટેટ મોંનટરિંગ સેલે વધુ એક જુગારધામનો પર્દાફાશ કર્યો છે. સાબરમતી ડી કેબિન વિસ્તારમાં આવેલ રેલવે ક્વાટર્સમાં કુખ્યાત બાબુ દાઢીના જુગારધામમાં સ્ટેટ મોંનટરિંગ સેલ દરોડા પાડ્યા હતા.

Ahmedabad: સાબરમતી વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા, અડ્ડા પરથી એક PSI સહિત કુલ 4 પોલીસકર્મીઓ ઝડપાયા, જાણો સમગ્ર મામલો
ફોટો- પીએસઆઇ ધર્મેન્દ્ર પરમાર, કિશોરસિંહ, હિતેન્દ્રસિંહ, હિતેન્દ્રસિંહ

Ahmedabad: અમદાવાદમાં એક જ અઠવાડિયામાં સ્ટેટ મોંનટરિંગ સેલે (State Monitoring Cell) વધુ એક જુગારધામનો પર્દાફાશ કર્યો છે. સાબરમતી ડી કેબિન વિસ્તારમાં આવેલ રેલવે ક્વાટર્સમાં કુખ્યાત બાબુ દાઢીના જુગારધામમાં સ્ટેટ મોંનટરિંગ સેલ દરોડા પાડ્યા હતા. જ્યાં PSI સહિત 4 પોલીસ કર્મચારીઓ સાથે 8 જુગારીઓની ધરપકડ કરવામાં આવી છે. આ પોલીસ કર્મચારીઓ જુગારધામને સુરક્ષા આપી રહ્યા હોય તેમ સુરક્ષા કવચ બનીને અડ્ડાની બહાર પહેરો આપી રહ્યા હતા.

સ્ટેટ મોંનટરિંગ સેલના એસ.પી નિર્લિપ્ત રાય પણ હાજર

જોકે સ્ટેટ મોંનટરિંગ સેલની ટીમે રેડ કરતા જુગારધામની બહાર બેઠેલા બે પોલીસ કર્મી ભાગી ગયા હોવાની વાત ચર્ચાઈ રહી છે. પરંતુ બે પોલીસ કર્મી જુગાર રમી રહ્યા હતા અને બે પોલીસકર્મી બહાર ધ્યાન રાખી બેઠા હતા. આમ કુલ ચાર પોલીસકર્મીઓ સહિત 12 જુગારીઓ ધરપકડ કરવામાં આવી છે. જુગારધામમાં 1,93,620 રોકડ, મોબાઈલ, એક ગાડી અને ટુ વ્હીલર સહિતનો કુલ 10,70,420 લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. અને રેડમાં સ્ટેટ મોંનટરિંગ સેલના એસ.પી નિર્લિપ્ત રાય પણ હાજર હતા.

અડ્ડા પર પોલીસનો પહેરો!

નામચીન બાબુ દાઢીના જુગારધામ કોઈ એજન્સી પ્રવેશ ન કરી શકે માટે જુગારના અઠ્ઠાના 500 મીટર દૂરથી પોલીસથી માંડી ખાનગી માણસો બેઠા શંકાસ્પદ વ્યક્તિ પર નજર રાખતા હોય છે જેમાં એક વોચ ટાવર પરથી નજર રાખવામાં આવતી હોય અને કોઈ પણ પોલીસ આવે તો બધા એલર્ટ થઈ જાય છે.

જુગારધામ ચલાવવા સ્થાનિક પોલીસે આપી હતી પરમિશન?

જુગારધામ ચલાવનાર વોન્ટેડ બાબુ દાઢીના જુગારના અડ્ડો એક બે મહિનાઓથી ફરી ચાલુ થયા હતા. આ જુગારધામ પર અગાઉ પોલીસ કમિશનર દ્વારા આ વર્ષે જ બે વખત ક્રાઇમ બ્રાંચ મારફતે રેડ કરાવી કેસ કર્યા હતા. જેમાં બાબુ દાઢીના પાસા કરાયા હતા. જોકે 3 દિવસ પહેલા જેલમાંથી બહાર નીકળ્યો હતો. જોકે બાબુ દાઢીનું ફરી જુગારધામ ચલાવવા સ્થાનિક પોલીસે પરમિશન આપી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે નવાઈની વાત એ છે કે, સ્ટેટ મોંનટરિંગ સેલે બપોરે દોઢ વાગ્યે બાબુ દાઢીના અડ્ડા પર રેડ કરતા જ સાબરમતી પોલીસ મથકના પીઆઇ આર.એસ.ઠાકર ઇમરજન્સી સિકલીવ પર ઉતરી ગયા હતા. જેના કારણે જુગારધામની રેડમાં પોતાના પર કોઈ ઇન્કાવરી ન આવે જેને લઈ રજા પર ઉતરીને સ્ટંટ કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે સ્થાનિક પોલીસની નિષ્કાળજી છત્તી થઈ છે.

કોણ છે ઝડપાયેલા પોલીસકર્મીઓ?

જુગારધામમાંથી પકડાયેલ ચાર પોલીસ કર્મી અમદાવાદ અને ખેડામાં ફરજ બજાવે છે. જેમાં ખેડા હેડક્વાર્ટરમાં ફરજ બજવતા હથિયારી પીએસસાઈ ધર્મેન્દ્ર સિંહ પરમાર, ક્રાઇમ બ્રાંચના હેડ કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ હિમતસિંહ ચમપાવત, નરોડા પોલીસ મથકના હેડ કોન્ટેબલ હિતેન્દ્રસિંહ તખ્તસી અને શહેર પોલીસ કંટ્રોલ રૂમ ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ કિશોરસિંહ છે. જે પકડાયેલ ચારેય પોલીસકર્મી અલગ અલગ અધિકારી વહીવટ કરતા હોવાનું ચર્ચા છે. ત્યારે બીજી બાજુ ગઈ કાલના રોજ બાબુ દાઢીના અડ્ડા પર સ્ટેટ મોંનટરિંગ સેલ રેડ કરવા આવી અને કોઈ કાર્યવાહી ન કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે જે દિશામાં તપાસ કરવામાં આવશે.

એક અઠવાડિયામાં બે રેડ કરાતા ખળભળાટ

હાલમાં SMCએ એક અઠવાડિયામાં બીજી રેડ કરીને પોલીસ બેડામાં ખળભળાટ મચાવ્યો છે. આ રેડથી કેટલાક ઉચ્ચ અધિકારીઓ પણ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. પરતું સ્થાનિક પોલીસને કોઈનો ડર ન હોય તેમ બાબુ દાઢીનું જુગારધામ ચાલી રહ્યું હતું. જોકે બાબુ દાઢીનું જુગારધામ ચલાવવા પોલીસકર્મીઓ મદદ કરી રહ્યા છે. જેમાં કેટલાક વહીવટદારોથી લઈ પત્રકારોની પૈસા લઈ જતા હોવાની ચોપડી મળી આવી છે. જેને લઈ ખાસ ઇન્કાવરી કરવામાં આઅવશે સાથે જ પકડાયેલ પોલીસ કર્મીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati