Ahmedabad સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોકટરોની હડતાળથી દર્દીઓ હેરાન, લાંબી લાઈનોમાં ઉભા રહેવા મજબૂર

|

Aug 09, 2021 | 3:22 PM

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને લાઈનમાં ઉભા રહેવા છતાં સારવાર નથી મળી રહી.. તેમને વારંવાર ધક્કા ખાવાનો વારો આવ્યો છે. તેમજ તબીબો વિના દર્દીઓ રઝળી પડ્યા છે.

ગુજરાત(Gujarat )માં રેસિડેન્ટ ડોકટર(Doctor)  તેમની માંગણીઓને લઈને હડતાળ કરી રહ્યાં છે. તો તો બીજી તરફ છેલ્લા ઘણા સમયથી દર્દીઓ(Patient) પરેશાન થઈ રહ્યા છે. જેમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ(Civil Hospital) માં સારવાર માટે આવતા દર્દીઓને લાઈનમાં ઉભા રહેવા છતાં સારવાર નથી મળી રહી.. તેમને વારંવાર ધક્કા ખાવાનો વારો આવ્યો છે. તેમજ તબીબો વિના દર્દીઓ રઝળી પડ્યા છે. જેમાં જુદા જુદા રોગના દર્દીઓ સારવાર માટે વહેલી સવારથી જ સિવિલ હોસ્પિટલમાં પહોંચે છે. પણ તેમને સારવાર નથી મળતી.તેમને હતું કે સવારે વહેલા આવવાથી તેમનો નંબર જલ્દી આવી જશે અને તેમની સારવાર જલ્દી થશે. પરંતુ ડૉક્ટર્સની હડતાળને પગલે દર્દીઓ ભૂખ્યા-તરસ્યા લાઈનમાં ઉભા રહેવા તેઓ મજબૂર બન્યા છે.

આ પણ વાંચો : જો તમારી પાસે છે 1 રૂપિયાની નોટનું બંડલ તો મેળવી શકો છો 45,000 રૂપિયા, જાણો કેવી રીતે

આ પણ વાંચો : Maharashtra Unlock: રાજ્યમાં હોટલ, મોલ, મંદિરો ખોલવા અંગે, કોરોના ટાસ્ક ફોર્સની બેઠક બાદ લેવાશે નિર્ણય

Next Video