Gujarati NewsGujaratAhmedabadPartial change in timing of 17 trains on Ahmedabad Palanpur section by Western Railway know what will be the timing of this train
પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ -પાલનપુર સેક્શન પર 17 ટ્રેનોના સમયમાં કરાયો આંશિક ફેરફાર- જાણો આ ટ્રેનનો શું રહેશે સમય
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના અમદાવાદ-પાલનપુર સેક્શનમાં ટ્રેક્શન પરિવર્તનને દૂર કરવા અને હાલના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ફેરફારને કારણે અમદાવાદ-પાલનપુર સેક્શન પરની 17 ટ્રેનોના પરિચાલન સમયમાં આંશિક ફેરફાર કરવામાં આવી રહ્યો છે.
Follow us on
વેસ્ટર્ન રેલવે અમદાવાદ-પાલનપુર સેક્શન પર 17 ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ટ્રેક્શન પરિવર્તનને દૂર કરવા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ફેરફારને કારણે અમદાવાદ-પાલનપુર સેક્શનની 17 ટ્રેનોના પરિચાલન સમયમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેનોનો સમય આ મુજબ રહેશે.
ટ્રેન નં. 17623 હુઝુર સાહેબ નાંદેડ-શ્રીગંગાનગર એક્સપ્રેસ ટ્રેનનો તા.11.05.2023 થી મહેસાણા સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 02.00/02.02 કલાકને બદલે 01.50/01.52 કલાકનો રહેશે
ટ્રેન નંબર 12959 બાંદ્રા ટર્મિનસ-ભુજ એક્સપ્રેસનો તા. 13.05.2023 થી મહેસાણા સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 02.00/02.02 કલાકને બદલે 01.50/01.52 કલાકનો રહેશે.
ટ્રેન નં.14702 બાંદ્રા ટર્મિનસ-શ્રીગંગાનગર એક્સપ્રેસનો તા. 11.05.2023 થી મહેસાણા સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 06.07/06.12 કલાકને બદલે 06.05/06.10 કલાકનો રહેશે.તથા ઉંઝા સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 06.35/06.37 કલાકને બદલે 06.30/06.32 કલાકનો રહેશે
ટ્રેન નંબર 16508 કેએસઆર બેંગલુરુ-જોધપુર એક્સપ્રેસ ટ્રેનનો તા.10.05.2023 થી મહેસાણા સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 07.04/07.06 કલાકને બદલે 07.00/07.02 કલાકનો રહેશે
ટ્રેન નંબર 16210 મૈસુર-અજમેર એક્સપ્રેસ ટ્રેનનો તા. 09.05.2023 થી મહેસાણા સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 07.04/07.06 કલાકને બદલે 07.00/07.02 કલાકનો રહેશે
ટ્રેન નંબર 16532 કેએસઆર બેંગલુરુ–અજમેર એક્સપ્રેસ ટ્રેનનો તા 12.05.2023 થી મહેસાણા સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 07.04/07.06 કલાકને બદલે 07.00/07.02 કલાકનો રહેશે
ટ્રેન નંબર 22965 બાંદ્રા ટર્મીનસ-ભગત કી કોઠી એક્સપ્રેસ ટ્રેનનો તા 12.05.2023 થી મહેસાણા સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 09.08/09.10 કલાકને બદલે 08.50/08.52 કલાકનો રહેશે.
ટ્રેન નંબર 19409 અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ ટ્રેનનો તા 11.05.2023 થી મહેસાણા સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 11.06/11.08 કલાકને બદલે 10.57/10.59 કલાકનો રહેશે
ટ્રેન નંબર 19401 અમદાવાદ-લખનૌ એક્સપ્રેસ ટ્રેનનો તા 08.05.2023 થી મહેસાણા સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 11.06/11.08 કલાકને બદલે 10.57/10.59 કલાકનો રહેશે
ટ્રેન નંબર 20823 પુરી-અજમેર એક્સપ્રેસ ટ્રેનનો તા 08.05.2023 થી મહેસાણા સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 11.18/11.20 કલાકને બદલે 11.09/11.11 કલાકનો રહેશે.
ટ્રેન નંબર 19031 અમદાવાદ-યોગનગરી ઋષિકેશ યોગા ર્એક્સપ્રેસ ટ્રેનનો તા 08.05.2023 થી મહેસાણા સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 12.33/12.35 કલાકને બદલે 12.29/12.31 કલાકનો રહેશે
ટ્રેન નંબર 22915 બાંદ્રા ટર્મિનસ- હિસાર ર્એક્સપ્રેસ ટ્રેનનો તા 08.05.2023 થી સાબરમતી સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 19.53/19.55 કલાકને બદલે 19.48/19.50 કલાકનો રહેશે. તથા મહેસાણા સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 20.48/20.50 કલાકને બદલે 20.45/20.47 કલાકનો રહેશે.
ટ્રેન નંબર 22931 બાંદ્રા ટર્મિનસ- જેસલમેર ર્એક્સપ્રેસ ટ્રેનનો તા 12.05.2023 થી સાબરમતી સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 19.53/19.55 કલાકને બદલે 19.48/19.50કલાકનો રહેશે. તથા મહેસાણા સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 20.48/20.50 કલાકને બદલે 20.45/20.47 કલાકનો રહેશે.
ટ્રેન નંબર 22474 બાંદ્રા ટર્મિનસ- બિકાનેર ર્એક્સપ્રેસ ટ્રેનનો તા 09.05.2023 થી મહેસાણા સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 23.12/23.14 કલાકને બદલે 22.50/22.52 કલાકનો રહેશે.
ટ્રેન નંબર 22476 કોયંબતૂર-હિસાર ર્એક્સપ્રેસ ટ્રેનનો તા.06.05.2023 થી મહેસાણા સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 23.12/23.14 કલાકને બદલે 22.50/22.52 કલાકનો રહેશે.
ટ્રેન નંબર 19407 અમદાવાદ-વારાણસી ર્એક્સપ્રેસ ટ્રેનનો તા11.05.2023 થી મહેસાણા સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 23.12/23.14 કલાકને બદલે 22.50/22.52 કલાકનો રહેશે.
ટ્રેન નંબર 19418 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ ર્એક્સપ્રેસ ટ્રેન તા11.05.2023 થી અમદાવાદ સ્ટેશનથી 23.10 કલાકને બદલે 23.25 કલાકે પ્રસ્થાન કરશે તથા મણીનગર સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 23.19/23.21 કલાકને બદલે 23.34/23.36 કલાકનો રહેશે.
યાત્રિકોને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખી યાત્રા કરવા વેસ્ટર્ન રેલવે દ્વારા સૂચિત કરાયા છે. ટ્રેનના પરિચાલન સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતા માટે યાત્રીઓને વેબસાઈટ www.enquiry. indianrail.gov.in ની મુલાકાત લેવા જણાવવામાં આવ્યુ છે.
ઈનપુટ ક્રેડિટ- દર્શલ રાવલ- અમદાવાદ
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…