પાલડીમાં ડિલિવરી બોયના પાર્સલની ચોરી કરનાર નકલી ડિલિવરી બોય ઝડપાયો, પાર્સલ ચોરીને તેની ડિલિવરી પણ કરી

|

Jan 15, 2022 | 5:13 PM

29 પાર્સલની ચોરી કરીને પાર્સલ ડિલિવરી કરીને તેના પૈસા લઈ લીધા. આરોપી CCTVમાં કેદ થતા પાલડી પોલીસે બે આરોપીની કરી ધરપકડ.. કોણ છે નકલી ડિલિવરી બોય. જોઈએ આ અહેવાલ.

પાલડીમાં ડિલિવરી બોયના પાર્સલની ચોરી કરનાર નકલી ડિલિવરી બોય ઝડપાયો, પાર્સલ ચોરીને તેની ડિલિવરી પણ કરી
Accused Harsh Borwadia and Vipul Ahir in police custody

Follow us on

પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી હર્ષ બોરવાડિયા અને વિપુલ આહીર એવા ચોર છે જેમને સોનુ ચાંદી કે કિંમતી વસ્તુઓ નહિ પરંતુ પાર્સલની ચોરી કરી.. ઘટનાની વાત કરી એ તો ગુજરાત કોલેજ નજીક આવેલી ઇકોમ એક્સપ્રેસ પ્રાઇવેટ કંપનીમાં ડિલિવરી બોય (Delivery Boy) તરીકે નોકરી કરતા વિજય દેસાઈ પાલડીમાં આવેલા સુરદીપ ડુપ્લેક્સમાં પાર્સલ (Parcel) ડિલિવરી માટે ગયા હતા.. તેમની પાસે 68 પાર્સલ હતા.. જેમાંથી 38 પાર્સલ ડિલિવરી કરી દીધા .. જ્યારે એક પાર્સલ સુરદીપ ડુપ્લેક્સમાં આપવા માટે ગયા ત્યારે આરોપીઓ 29 પાર્સલ ચોરીને ફરાર થઈ ગયા.. આ ઘટના CCTV માં કેદ થઈ. પાલડી પોલીસે CCTV ફુટેજના આધારે આ બન્ને આરોપીને ઝડપી લીધા..

પકડાયેલા આરોપીમાં હર્ષ બોરવાડિયા વેજલપુરનો રહેવાસી છે અને અગાઉ જોમેટોમાં નોકરી કરતો હતો. મોજશોખ કરવા માટે આરોપી હર્ષ બોરવાડિયાએ પોતાના મિત્ર વિપુલ આહીર સાથે મળીને ચોરીનું ષડ્યંત્ર રચ્યું. તેઓએ કોઈના ઘરે નહિ પરંતુ પાર્સલની ડિલિવરી કરવા જતાં ડિલિવરી બોયના પાર્સલની ચોરી (Parcel theft) કરવાનું નક્કી કર્યું. આરોપીઓ ચોરી કરેલા પાર્સલ જુદા જુદા એડ્રેશ પર ડિલિવરી કરવા ગયા અને ઓન હેન્ડ મળતી રોકડ લઇ લીધી. જ્યારે જે પાર્સલનું પેમેન્ટ ઓનલાઈન થયું હોય તે પાર્સલ કોઈ ગરીબ વ્યક્તિને આપી દેતા હોવાનું ખુલ્યું. હાલમાં પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરીને તપાસ શરૂ કરી.

પાલડી પોલીસે આરોપીએ 29 પાર્સલ માંથી કેટલી ડિલિવરી કરી અને પાર્સલ ના પૈસા નો શું ઉપયોગ કર્યો તેમજ ઓનલાઇન પેમેન્ટના પાર્સલ ક્યાં વિસ્તારમાં ગરીબોને આપ્યા તે મુદ્દે પૂછપરછ શરૂ કરી છે.

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

આ પણ વાંચોઃ Ahmedabad: જાહેર માર્ગ પર કાર શીખનારા સાવધાન, કાર શીખી રહેલી આ મહિલાએ અનેકને લીધા હડફેટે, જુઓ VIDEO

આ પણ વાંચોઃ  Ahmedabad: શહેરમાં નવા 9 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા, માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા 165 થઈ

Published On - 5:06 pm, Sat, 15 January 22

Next Article