છેલ્લા ઘણા વર્ષોથી પીરાણા ડમ્પિંગ સાઇટનો મુદ્દો સતત ચર્ચામાં રહે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) દ્વારા ઘણા સમયથી પીરાણા (Pirana) માં આવેલા કચરાના ડુંગરને હટાવી દેવાની વાતો કરવામાં આવે છે. તેમાંથી વીજ ઉત્પાદન કરવાની પણ વાતો કરવામાં આવે છે. જો કે તે માત્ર વાતો જ છે. હજુ સુધી પીરાણાના કચરાના ડુંગર ઘટવાની જગ્યાએ વધતાને વધતા જતા અંતે વિપક્ષ આકરા મૂડમાં આવી ગઇ. વિપક્ષે મેયર (Mayor) અને મ્યુનિસિપલ કમિશનર કચેરીએ વિપક્ષે ઘેરાવ કર્યો હતો.
અમદાવાદના પીરાણા ડમ્પ સાઈટ મામલે મેયર અને મ્યુનિસિપલ કમિશનર કચેરીએ વિપક્ષે ઘેરાવ કર્યો હતો. મેયરનો ઘેરાવ કરીને ઘણા કોંગ્રેસના નેતાઓએ ડમ્પ સાઈટને લઈને વિરોધ પ્રદર્શન કર્યું. તો જાહેર રોડ પર કોર્પોરેશનનો વિરોધ પણ કર્યો હતો. બીજીબાજુ મ્યુનિસિપલ કમિશનર કચેરીનો પણ ઘેરાવ કરાતા કમિશનર લોચન શહેરા ઓફિસ છોડી ગયા હતા. જેથી તેમના દરવાજાની બહાર વિપક્ષે પોતાની ફરિયાદની અરજી લગાવી દીધી હતી.
પીરાણા ડમ્સ સાઈટની ગંદકીને પગલે આસપાસના વિસ્તારના લોકો રોગચાળાનો ભોગ બની રહ્યા છે. તેમજ ઘણી બીમારી ત્યાં ઘર કરી જતા લોકો હેરાન પરેશાન છે. તો બીજીબાજુ વિપક્ષે એએમસીના અધિકારીઓ દ્વારા પીરાણા ડમ્સ સાઈટને લઇને ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ થયો છે. વિપક્ષે આક્ષેપ કર્યો છે કે GPCB અને AMC એકબીજા પર દોષનો ટોપલો ઠાલવી રહ્યા છે અને આ ગંદકી હટાવવા માટેની કોઈ કામગીરી પણ થઈ રહી નથી. તેમજ AMC શાસક પણ શા માટે પક્ષ મૌન છે તેવા સવાલો ઉઠાવાયા હતા.
વર્ષોથી પીરાણા ડમ્પ સાઈટની ગંદકીનો લોકો ભોગ બની રહ્યા છે તેની સામે આંખો આડા કાન કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ બાબતે મેયરે જણાવ્યું કે તમામ કામગીરી ચાલી રહી છે.
સવાલ એ પણ થઈ રહ્યો છે કે અગાઉ પીરાણા ડમ્પ સાઈટ ખાતે કચરામાંથી વીજ ઉત્પાદન કરવા એકમો શરૂ કરવાના હતા. પરંતુ ઘણા એકમો વર્ષોથી બંધ છે અને ઘણા એકમોએ તો મશીનરી પણ અહીં વસાવી નથી. તો સવાલ એ છે કે આવા એકમો સામે ક્યારે કાર્યવાહી થશે. સવાલ એ પણ થાય છે કે પીરાણા ડમ્પ સાઈટની જે મુશ્કેલી છે તે ક્યારે દૂર થશે ? પીરાણામાં આખા શહેરનો કચરો ઠાલવવામાં આવી રહ્યો છે અને કચરાનો ડુંગર દિવસેને દિવસે વિસ્તરતો જઈ રહ્યો છે. જેને પગલે આસપાસના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જે પીડાથી લોકોને ક્યારે રાહત મળશે તે મોટો સવાલ છે.
આ પણ વાંચો-
આ પણ વાંચો-