પોલીસકર્મીએ મહિલાને માર્યો લાફો! માસ્કના દંડ માટે પોલીસની ગુંડાગીરી, Viral Video

|

Jan 16, 2021 | 7:53 AM

માસ્કને લઈને પોલીસ રોકે ત્યારે કેટલાક લોકો સાથે પોલીસ(Police)ને ઘર્ષણ થતું હોય છે. ટાર્ગેટ પૂરો કરવાનો હોય કે પછી રોફ જમાવવા માટે પણ કેટલાક પોલીસ કર્મીઓ ગુંડાગીરી પર પણ ઉતરી આવતા જોવા મળે છે.

માસ્કને લઈને પોલીસ રોકે ત્યારે કેટલાક લોકો સાથે પોલીસને ઘર્ષણ થતું હોય છે. પોલીસ પોતાની ફરજ બજાવે છે એ સારી વાત છે પરંતુ ટાર્ગેટ પૂરો કરવાનો હોય કે પછી રોફ જમાવવા માટે પણ કેટલાક પોલીસ કર્મીઓ ગુંડાગીરી પર પણ ઉતરી આવતા જોવા મળે છે. અમદાવાદમાં એક એવો જ વીડિયો વાયરલ થયો છે, જેમાં એક યુવકને પોલીસ માસ્કના દંડને લઈ ગાડીમાં બેસાડે છે અને તેની સાથે રહેલી યુવતી એ બાબતે રકઝક કરે છે, ત્યારે પોલીસકર્મી યુવતીને બે લાફા મારી દે છે. એક મહિલા પર પોલીસકર્મી હાથ ઉપાડી શકતો નથી છતાં પણ તે યુવતીને લાફા મારે છે. વિડિયોમાં જે ગાડી દેખાય છે, એના પર અમદાવાદ સિટી પોલીસ લખેલું છે અને P 1238 લાલ કલરથી લખેલું છે. આ વિડિયો નવરંગપુરા પોલીસનો હોવાનું ધ્યાને આવ્યું છે. આ તરફ વિડિયો વાઇરલ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ એક્શનમાં આવી ગયા છે અને નવરંગપુરાની પીસીઆર ગાડીમાં ફરજ બજાવતા વિક્રમસિંહને ઝોન-1 ડીસીપીએ સસ્પેન્ડ કર્યા.

 

આ પણ વાંચો: વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનનો આજથી શુભારંભ, નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સથી કરશે લોકાર્પણ

Next Video