હવે ગુજરાતના ખેડૂતો પણ અમેરિકા-યુરોપ જેવા આધુનિક બનશે, ખેતરોમાં ડ્રોનથી કામ કરતા જોવા મળશે

|

Jun 11, 2022 | 2:50 PM

રાજ્યમાં 9 લોકોને તાલીમ આપી ઇન્સ્ટ્રક્ટર તૈયાર કરાયા છે, તો આવનાર દિવસોમાં 100 ઇન્સ્ટ્રક્ટર તૈયાર કરવાનો ટાર્ગેટ છે.

હવે ગુજરાતના ખેડૂતો પણ અમેરિકા-યુરોપ જેવા આધુનિક બનશે, ખેતરોમાં ડ્રોનથી કામ કરતા જોવા મળશે
drones in the fields

Follow us on

આગામી દિવસમાં તમને રાજ્યમાં રસ્તે અને ખેતર (Farm) માં ડ્રોન ઉડતા જોવા મળે તો નવાઈ નહિ. આ અમે નહિ પણ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જેની કવાયત પણ શરૂ કરી દેવાઈ છે. કેન્દ્ર સરકાર (Central Government) દ્વારા છેલ્લા બજેટમાં ખેડૂતો (Farmer) પણ ટેકનોલોજી (technology) આધારે આગળ આવે તેવી નેમ સાથે બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે, જેને ધ્યાને રાખી અને ટેક્નોલોજીની મદદથી ઓછા માનવ શ્રમ સાથે રોજગારી મેળવી શકાય તેને ધ્યાને રાખી હવે ગુજરતમાં ITIમાં આ પ્રકારની ડ્રોનની તાલીમ આકાર પામી રહી છે. રાજ્ય સરકાર મંત્રી બ્રિજેશ મેરજાએ 6 જૂને યોજાયેલ કૌશલ્ય યુનિવર્સીટીના કાર્યક્રમ માં આ જાહેરાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે ડ્રોન ને લઈને ITI માં નવો કોર્સ શરૂ કરાયો છે. જેમાં તાલીમ મેળવી લોકો ટેકનોલોજી સાથે રોજગારી મેળવી શકશે. જે કોર્ષને લઈને 9 લોકો હરિયાણા ડ્રોનની તાલીમ લઈને ઇન્સ્ટ્રક્ટર બન્યા. તો આવનાર દિવસોમાં ITIમાં સ્કીલ ડેવલોપમેન્ટ સાથે કોર્સ આધારીત લોકોને ડ્રોનની તાલીમ પુરી પાડશે. જેનો ઉદેશ્ય ફક્તને ફક્ત ડ્રોન આધારીત સ્કીલ ડેવલપમેન્ટ વિક્સાવાનો મૂળ હેતુ છે. તેમજ ખેતીવાડીમાં ડ્રોનનો ઉપયોગ વધુ સારી રીતે થશે તેવું ઇન્સ્ટ્રક્ટર માની રહ્યા છે.

 

drones in the fields

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

હાલમાં લગ્ન પ્રસંગ અને મોટા ઇવેન્ટમાં ડ્રોનનો ઉપયોગ થઈ રહ્યો છે, જેનો બહોળો ઉપયોગ થાય તે દિશામાં રાજ્ય સરકાર હાલમાં કામ કરી રહી છે. જેના ભાગ રૂપે રાજ્યમાં 9 લોકોને તાલીમ આપી ઇન્સ્ટ્રક્ટર તૈયાર કરાયા છે, તો આવનાર દિવસોમાં 100 ઇન્સ્ટ્રક્ટર તૈયાર કરવાનો ટાર્ગેટ છે. જેથી શિક્ષણ સાથે ટેક્નોલોજીનો ઉપયોગ કરી લોકોને વધુ લાભ કરાવી શકાય. અધિકારી અંજુ શર્માનું માનવું છે કે ડ્રોન વિકસાવામાં આવ્યા તે ખેતીમાં કામ કરી શકે તેવા ડ્રોનને પહેલા પ્રાધાન્ય આપવામાં આવશે તેમજ આરોગ્ય, હેલ્થ સર્વે. દવા અને ફૂડ ડિલિવરી તેમજ ટાફીકના સર્વેલન્સ માટેના ડ્રોન પણ વિકસાવમાં આવશે. જેથી લોકો તે સેવાનો લાભ લઇ શકે. જે કોર્સને લઈને હાલમાં કડી ક્લોલ ખાતે એક કેમ્પસમાં તાલીમ આપવાનું પણ શરૂ કરી દેવાયું છે. જ્યાં ડ્રોન કેવી રીતે કામ કરે છે. ડ્રોન કેવી રીતે ઉડાવી શકાય. ખેતીમાં ડ્રોનનો કેવી રીતે ઉપયોગ કરી શકાય જેવી વિવિધ બાબતો શીખવાડવામાં આવી રહી છે. જે બાદ દવા અને ફૂડ ડિલિવરી અંગે પણ તાલીમ શરૂ કરવામાં આવશે.

 

9 people trained as drones and became instructors

 

હાલ તો રાજ્ય સરકાર ખેતી અને અન્ય ક્ષેત્રે ડ્રોનનો ઉપયોગ કરી કામગીરી સરળ કરવાના પ્રયાસો કરી રહી છે. જે સારી બાબત છે. પણ બીજી તરફ ડ્રોન ઉડાવવાને લઈને નક્કી એજન્સીની મંજૂરી આગામી સમયમાં ફરજિયાત લેવી પડશે. જેને જોતા જો લોકો ડ્રોનનો વધુ ઉપયોગ કરતા થશે ત્યારે તેમને આ સમસ્યા નડશે કે કેમ તે વિચાર કરવો પડશે. જેથી વડાપ્રધાને કેન્દ્ર બજેટમાં જે નિવ મૂકી હતી તેને યોગ્ય રીતે સાર્થક કરી શકાય. અને ડ્રોનનો બોહળો ઉપયોગ કરી લોકોને સારી અને ઝડપી સુવિધા પૂરી પાડી શકાય.

Published On - 1:32 pm, Sat, 11 June 22

Next Article