હવે ટ્રાફિકના નિયમો તોડ્યા તો ખેર નથી, ટ્રાફિક પોલીસે નિયમો તોડનારા સામે કાર્યવાહી કરવા ખાસ એપ્લિકેશન બનાવી

|

Oct 19, 2024 | 7:43 PM

જો હવે અમદાવાદીઓએ ટ્રાફિકના નિયમોનો ભાગ કર્યો તો ખેર નથી. કેમકે અત્યાર સુધી ટ્રાફિકના નિયમોના ભાગ માટે ચાર રસ્તા પર પહેલા સીસીટીવી કેમેરા મારફત ઇ મેમો આપવામાં આવતો હતો પરંતુ હવે કોઈ પણ વાહનચાલક નિયમ ભંગ કરતા બચી શકશે નહિ. કેમકે હવે ટ્રાફિક પોલીસે એક ખાસ એપ્લિકેશન તૈયાર કરી છે જેના દ્વારા વાહનચાલકો કે જે નિયમો ભંગ કરે છે તેમને મેમો આપી શકે.

હવે ટ્રાફિકના નિયમો તોડ્યા તો ખેર નથી, ટ્રાફિક પોલીસે નિયમો તોડનારા સામે કાર્યવાહી કરવા ખાસ એપ્લિકેશન બનાવી

Follow us on

અમદાવાદ પોલીસે એક ખાસ પ્રકારની એપ્લિકેશન બનાવી છે. ટ્રાફિક વિભાગ દ્વારા Violation on Camera (VoC) નામની એપ્લીકેશનને લોન્ચ કરીને ટ્રાફિક વ્યવસ્થાને સુધારવાની નવી પહેલ ટ્રાફિક પોલીસે કરી છે. ‘VoC ચલાન’ એપ્લિકેશનનો ઉપયોગ કરીને ટ્રાફિક નિયમનનુ પાલન નહિ કરવાર વાહન ચાલકને દંડ ફટકારીને કાર્યવાહીને મજબુત અને અસરકારક બનાવવાનો પ્રયાસ શરૂ કરવામા આવ્યો છે.

આ એપ્લીકેશન ટ્રાફિકના સુપરવિઝન હેઠળ ભારત સરકારના નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) ના સહયોગથી શરૂ કરવામા આવી છે. મહત્વનુ છે કે પોલીસ વિભાગમાં સ્થળદંડ આપવાની સત્તા હેડ-કોન્સ્ટેબલ અને તેમનાથી ઉચ્ચ અધિકારીઓને આપવામાં આવેલ છે, પરંતુ ટ્રાફિક વિભાગમાં 65% પોલીસ કોન્સ્ટેબલ ફરજ બજાવે છે. જે રોડ પર ટ્રાફિક નિયમન કરે છે અને ઉચ્ચ અધિકારીઓ સ્થળ દંડ કરે છે, પરંતુ આ એપ્લીકેશનથી હવે કોન્સ્ટેબલ પણ સ્થળ પર ઈ મેમો જનરેટ કરીને નિયમનુ પાલન નહિ કરનાર વાહન ચાલકને દંડ ફટકારશે.

એપ્લિકેશન કઈ રીતે કામ કરશે

  • VoC ઍપ્લિકેશનમા NIC દ્વારા ટ્રાફિક નિયમોના ભંગ જે કેમેરા દ્રારા સીધુ જનરેટ થશે
  • નિયમ ઉલ્લંઘનનો ફોટો લઈ વાહનનો નંબર એન્ટ્રી કરાશે
  • સારથી અને વાહન પોર્ટલ પરથી તમામ વિગતો ઑટોમેટિક એડ થઈ જશે
  • ઉલ્લંઘનનો પ્રકાર સિલેકટ કરી લોકેશન ઍડ કરવામા આવશે

‘send to control room’ અને ત્યાર બાદ કંટ્રોલ રૂમમાં વિગતો ચેક કરીને approve કરવાથી ચલાન જનરેટ થશે અને વાહન માલિકને SMSથી જાણ થશે.

માથાનો દુખાવો મિનિટોમાં જ થઈ જશે દૂર, અપનાવો આ ઘરેલુ ઉપચાર
ભારતીય રેલ્વે મહિલાઓને આપે છે 10 વિશેષ સુવિધાઓ
કારતક મહિનામાં તુલસીની પૂજા કરતી વખતે શું બોલવું જોઈએ? જાણી લો
ગુજરાતના આ ગામમાં થાય છે સૌથી પહેલા સૂર્યાસ્ત
Karwa chauth માટે ક્યો કરવો વધારે શુભ માનવામાં આવે છે ?
Karwa Chauth 2024 : કરવા ચોથની થાળીને આ રીતે સજાવો, તમને મળશે અખંડ સૌભાગ્યના આશીર્વાદ !

અમદાવાદના 1100 પોલીસ કોન્સ્ટેબલના મોબાઇલમાં એપ્લીકેશન ઇન્સ્ટોલ કરવામાં આવી છે અને તેમને ઉપયોગ કરવાની તાલીમ આપવામા આવી છે. આ એપ્લીકેશનથી પોલીસ કોઈ વાહન ચાલાકનો સીધો સંપર્ક કર્યા વગર માત્ર નંબર પ્લેટના આધારે ફોટો પાડીને વન નેશન વન ચલણ સિસ્ટમમાં અપલોડ કરી ઈ મેમો જનરેટ કરી શકશે.

એક વાહનને દિવસમાં એક વખત જ મેમો આપવામાં આવશે

આ એપ્લીકેશન દ્રારા હેલ્મેટ વિના વાહન ચલાવવું, વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ કરવો, ક્ષમતા કરતાં વધુ વ્યક્તિઓ બેસાડવા, વાહન ચલાવતી વખતે સીટ-બેલ્ટનો ઉપયોગ ન કરવો, લેન વાયોલેશન એટલે ફ્રી લેફ્ટ વાયોલેશન કે રોંગ સાઈડ વાહન ચલાવવુ અને ડ્રાઇવર સીટ ઉપર ડ્રાઇવર ઉપરાંત વધારાની વ્યક્તિ બેઠેલ હોય તો ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનને લઈને દંડ ફટકારશે.

ઉલ્લેખનીય છે કે CCTV કેમેરા, echallan એપ્લિકેશન અને VOC એ તમામ સિસ્ટમ One Nation One Challan સાથે ઇન્ટીગ્રેટ હોવાથી એક વાહન ચાલકને એક દિવસમાં એક ઉલ્લંઘન માટે એક જ ચલણ ઇસ્યુ કરવામા આવશે. હાલતો ટ્રાફિક પોલીસે દંડ અને નિયમ પલમને લઈને એપ્લિકેશન બનાવી તેની અમલવારી શરૂ કરી છે ત્યારે આ એપથી કેટલો ફાયદો થશે તે જોવું રહ્યું.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article