Ahmedabad : પ્રદેશ ભાજપના નવનિયુક્ત સંગઠન મહામંત્રી ગુજરાત પહોંચ્યા, મંગળવારે ચાર્જ ગ્રહણ કરશે

|

Aug 02, 2021 | 8:21 PM

ગુજરાત ભાજપના નવનિયુક્ત સંગઠન મહામત્રી રત્નાકર નિયુક્તિ બાદ પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેમજ તેવો મંગળવારે સંગઠન મહામંત્રીનો ચાર્જ  લેશે.

ગુજરાત(Gujarat)ભાજપના નવનિયુક્ત સંગઠન મહામત્રી રત્નાકર(Ratnakar)એરપોર્ટ પહોંચ્યા છે. તેમની નિયુક્તિ બાદ પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેમજ તેવો મંગળવારે સંગઠન મહામંત્રીનો ચાર્જ ગ્રહણ કરશે .ગુજરાતમાં ભીખુભાઈ દલસાણીયા સ્થાને રત્નાકરની નિમણૂકની રવિવારે જાહેરાત કરવામાં આવી હતી.ગુજરાત ભાજપ સંગઠનમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં સંગઠન મહામંત્રી તરીકે ભીખુ દલસાણીયાની જગ્યાએ બિહારના સંઘના નેતાને રત્નાકરને મહામંત્રી પદનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા દસ વર્ષથી ભીખુભાઈ દલસાણીયા ગુજરાત સંગઠન મહામંત્રી તરીકેની જવાબદારી નિભાવતા હતા. હવે તેમને સંગઠન દ્વારા વિશેષ જવાબદારી સોંપવામાં આવે તેવા સંકેતો મળી રહ્યા છે. આગામી 2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ ફેરફાર કરાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : Gujarat ની રૂપાણી સરકારે દરેક ક્ષેત્રના મહત્તમ વિકાસ માટે કાર્ય કર્યું : સૌરભ પટેલ

આ પણ વાંચો :  Rajkot: CM વિજય રૂપાણીએ જન્મદિવસે કોરોનામાં પોતાના માતા પિતા ગુમાવનાર બાળકો સાથે લીધુ ભોજન

Published On - 8:18 pm, Mon, 2 August 21

Next Video