NCP સુપ્રીમો શરદ પવારે અમદાવાદમાં ગૌતમ અદાણી સાથે કરી મુલાકાત, એક કલાક સુધી બંને વચ્ચે ચાલી બેઠક, 6 મહિનામાં આ ત્રીજી મુલાકાત

|

Sep 23, 2023 | 8:36 PM

Ahmedabad: NCP સુપ્રીમો શરદ પવાર અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વચ્ચે ફરી મુલાકાત થઈ હોવાની જાણકારી સામે આવી છે. બંને વચ્ચે લગભગ એક કલાક સુધી બેઠક થઈ હોવાની જાણકારી સામે આવી છે. શરદ પવાર એક ખાનગી કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગૌતમ અદાણીને મળવા પહોંચ્યા હોવાની જાણકારી સામે આવી છે.

NCP સુપ્રીમો શરદ પવારે અમદાવાદમાં ગૌતમ અદાણી સાથે કરી મુલાકાત, એક કલાક સુધી બંને વચ્ચે ચાલી બેઠક, 6 મહિનામાં આ ત્રીજી મુલાકાત

Follow us on

Ahmedabad: અમદાવાદમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવાર અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વચ્ચે ફરી મુલાકાત થઈ હોવાની જાણકારી સામે આવી છે. શરદ પવારથી NCPમાંથી અલગ થયા બાદ શરદ પવારની ગૌતમ અદાણી સાથે આ બીજી મુલાકાત છે. આ અગાઉ શરદ પવારે 2જી જૂન 2023ના રોજ ગૌતમ અદાણી સાથે તેમના સરકારી નિવાસસ્થાન સિલ્વર ઓક ખાતે મુલાકાત કરી હતી. એ પહેલા તેઓ એપ્રિલમાં ગૌતમ અદાણીને મળ્યા હતા. એ સમયે અદાણી ગૃપ હિંડનબર્હગના રિપોર્ટને લઈને વિપક્ષના નિશાને હતુ. આજની શરદ પવારની અમદાવાદ પહોંચવાની જે તસ્વીરો સામે આવી છે તેમા તેમની પાર્ટીના નેતા જયંત પટેલ ઉર્ફે જયંત બોસ્કી પણ જોવા મળ્યા હતા.

છ મહિનામાં આ ત્રીજી મુલાકાત

શરદ પવાર અને ગૌતમ અદાણી વચ્ચે અમદાવાદમાં શાંતિવન ખાતે મુલાકાત થઈ હતી. આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર શરદ પવાર એક ખાનગી કાર્યક્રમમાં સામેલ થવા માટે ગૌતમ અદાણીને મળવા માટે પહોંચ્યા હતા. આ પહેલા ગૌતમ અદાણી અને શરદ પવારની 20 એપ્રિલ 2023 ના રોજ મુંબઈમાં મુલાકાત થઈ હતી, જે 2 કલાક સુધી ચાલી હતી. પવારની અદાણી સાથેની એ મુલાકાત અદાણી હિંડનબર્ગ વિવાદને લઈને પણ ઘણી ચર્ચામાં રહી હતી. ત્યારબાદ 2 જૂન 2023ના રોજ શરદપવારે ગૌતમ અદાણી વચ્ચે બીજીવાર મુલાકાત થઈ હતી. જેમા બંને વચ્ચે 30 મિનિટ સુધી ચર્ચા થઈ હતી. અમદાવાદની આજની મુલાકાત પણ એકાદ કલાક સુધી ચાલી હતી જો કે આ મુલાકાતને લઈને હજુ સુધી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.

2 જૂને થયેલી અદાણી સાથેની મુલાકાતને ટેક્નિકલ ગણાવી પવારે જવાબ આપવાનુ ટાળ્યુ

શરદ પવારના સત્તાવાર નિવાસસ્થાન સિલ્વર ઓક ખાતે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને શરદ પવાર વચ્ચે બીજીવાર થયેલી મુલાકાતને લઈને રાજનીતિમાં અનેક પ્રકારની ચર્ચા શરૂ થઈ ગઈ હતી. શરદ પવારે અદાણી સાથે થયેલી મુલાકાતને અટેક્નિકલ કહીને ટાળી દીધી હતી. તેમણે માત્ર એટલુ જ જણાવ્યુ કે સિંગાપોરથી આવેલા શિષ્ટમંડળને ગૌતમ અદાણી સાથે મુલાકાત કરવી હતી. એ સમયે તેમની વચ્ચે 30 મિનિટ સુધી ચર્ચા થઈ હતી. જો કે આ મુલાકાત ચર્ચાનું કેન્દ્ર બની હતી તેની પાછળ શરદ પવારની CM શિંદે સાથેની મુલાકાત હતી. અદાણી પહેલા શરદ પવાર CM શિંદેને મળ્યા હતા.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ પણ વાંચો: Micron સ્થાપવા જઈ રહી છે ગુજરાતમાં દેશની સૌથી અદ્યતન સેમિકન્ડક્ટર ફેક્ટરી, Tata ડેવલોપ કરશે પ્રોજેક્ટ

ફેક્ટરીના ઉદ્દઘાટન સમારોહમાં આવ્યા હતા પવાર

સૂત્રોના જણાવ્યા મુજબ NCP સુપ્રીમો શરદ પવાર પુણેના બિઝનેસમેનની અમદાવાદમાં ફેક્ટરીના ઉદ્દઘાટન માટે આવ્યા હતા. અમદાવાદના વાસણામાં એક ખાનગી કાર્યક્રમમાં તેઓ આવ્યા હતા. ત્યારબાદ તે અદાણી ગૃપના ગૌતમ અદાણીને મળવા માટે ગયા હતા. હિંડનબર્ગ રિપોર્ટ આવ્યો એ સમયે ગૌતમ અદાણી વિપક્ષના નિશાને હતા ત્યારે શરદ પવારે કહ્યુ હતુ કે હિંડનબર્ગ કેસમાં વિપક્ષની જેપીસીની માગ ખોટી છે. પહેલા પણ અનેક જેસીપી બની છે. જેમા હું ખુદ હેડ રહ્યો છુ. પરંતુ તેમા મેજોરિટીની વાત જ માનવામાં આવે છે. આથી સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરાયેલી કમિટી યોગ્ય રહેશે. પવારે જણાવ્યુ હતુ કે હિંડનબર્ડગ આમ પણ વિદેશી છે તો આપણે તેના રિપોર્ટને વધુ મહત્વ શા માટે આપવુ જોઈએ!

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

Next Article