ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસની પ્રસંશા કરી, જાણો શું કહ્યું
નિરામય ગુજરાત (Niramay Gujarat)અભિયાનનો પ્રારંભ કરાવતા હર્ષ સંઘવીએ ડ્રગ્સના નેટવર્કને નેસ્ત નાબૂદ કરવા બદલ ગુજરાત પોલીસને અભિનંદન આપ્યા અને પોલીસ વિભાગના અધિકારીઓની કામગીરીની પ્રશંસા કરી.
AHMEDABAD : રાજ્યમાં ટેક્નોલોજીની મદદથી ડ્રગ્સના કાળા કારોબારનો પોલીસ વિભાગ પર્દાફાશ કરી રહી છે, આ નિવેદન ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી(Harsh Sanghavi)એ આપ્યું છે. નિરામય ગુજરાત (Niramay Gujarat)અભિયાનનો પ્રારંભ કરાવતા હર્ષ સંઘવીએ ડ્રગ્સના નેટવર્કને નેસ્ત નાબૂદ કરવા બદલ ગુજરાત પોલીસને અભિનંદન આપ્યા અને પોલીસ વિભાગના અધિકારીઓની કામગીરીની પ્રશંસા કરી.ઉલ્લેખનીય છે કે રાજ્યમાં તાજેતરમાં મોરબી અને દેવભૂમિ દ્વારકાથી મોટી માત્રામાં અને કરોડોનું ડ્રગ્સ પોલીસે ઝડપી પાડ્યું છે.
2 દિવસ પહેલા દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરના નાવદ્રા ગામેથી 120 કરોડની કિંમતનું વધુ 24 કિલો હીરોઇન ઝડપાયું હતું. ગુજરાત ATSએ હેરોઈન સાથે વધુ 3 લોકોની ધરપકડ પણ કરી છે. સાથે જ ATSની તપાસમાં સામે આવ્યું છે કે, પંજાબની ફરિદકોટ જેલમાં બંધ ભૂષણ શર્મા ઉર્ફે ભોલો શૂટર નામનો શખ્સ ડ્રગ્સનું નેટવર્ક ચલાવતો હતો. ભૂષણ શર્મા ઉર્ફે ભોલા શૂટર સામે અનેક રાજ્યોમાં ખંડણી અને હત્યાના કેસ નોંધાયેલા હોવાનો પણ ખુલાસો થયો છે. મોરબીના ઝિંઝુડામાંથી ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં આરોપીએ નાવદ્રામાં ડ્રગ્સ છૂપાવાયું હોવાનું કબૂલ્યું હતું.
આ પહેલાં મોરબીના ઝીંઝુડા ગામેથી 600 કરોડનું ડ્રગ્સ મળી આવવાના કેસમાં પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે.પોલીસે આ ડ્રગ્સ પ્રકરણમાં અત્યાર સુધીમાં કુલ પાંચ આરોપીને ઝડપ્યા છે. હાલ પોલીસે પંજાબના આરોપીઓની ઓળખ કરીને તેમને ઝડપી પાડ્યા છે.. મહત્વનું છે કે પાકિસ્તાનથી દરિયાઇ માર્ગે સલાયા બંદર પર 120 કિલો હેરોઇન મગાવાયું હતું.. જે મોરબીના ઝીંઝુડા ગામે રહેતા સમસુદ્દીનના મકાનમાં છૂપાવ્યું હતું.હેરોઈનના આ જથ્થા સાથે ગુજરાત ATSએ ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી.. જેમાં સામે આવ્યું હતું કે આ હેરોઈન પંજાબ મોકલવાનું હતું.. જેથી પોલીસે પંજાબના પાંચ આરોપીઓને પણ ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે.
આ પણ વાંચો : સિંહની પજવણીનો વાયરલ થયેલો વિડીયો જૂનાગઢના દેવળીયા આસપાસના વિસ્તારનો હોવાનું અનુમાન
આ પણ વાંચો : Farm Laws Withdrawn : સાંસદ રાકેશ સિન્હાએ PM મોદીને ગણાવ્યા ભગવાન, કહ્યું ‘રામની જેમ લોકહિતમાં લીધો આ નિર્ણય’